android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ગાંધીનગરમાં નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાએ 40લાખ પડાવી લીધા
calendar_today January 2, 2026

Gandhinagar: ગાંધીનગરમાં નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાએ 40લાખ પડાવી લીધા

ગાંધીનગરના નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રી ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા છે. સાયબર ગઠિયાઓએ તેઓને સતત દસ દિવસ સુધી ડિઝીટલ એરેસ્ટ રાખી તેમનું બેંક એકાઉન્ટ સાફ કરી નાખી 40 લાખ જેટલી મરણમૂડી ઓહિયા કરી ગયા હતા.આ મામલે ગાંધીનગર સે.3 સીમાં રહેતા અબુબક્ર મન્સબઅલી મોહમ્મદે અજાણ્યા સાયબર ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. અબુબક્ર નિવૃત્ત ભુસ્તરશાસ્ત્રી છે. તેઓને ગત તા. 10 નવેમ્બરના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ત્યારથી લઇને 19 તારીખ સુધી સાયબર ગઠિયાઓએ ડિઝીટલ એરેસ્ટ રાખ્યા હતા. પ્રારંભમાં તેઓના આધારકાર્ડના આધારે મોબાઇલ રજિસ્ટ્રેશન થયુ હોવાનું જણાવી આ નંબર પરથી અનેક લોકોને ધમકી આપવામાં આવી હોવાની વાત કરવામાં આવી હતી. આ વાત ટ્રાયના અધિકારી તરીકે ઓળખ આપનાર અરૂણ યાદવ નામના શખસે કરી હતી. અબુબક્રે આ પ્રકારનો નંબર તેનો નહી હોવાનું જણાવતા તેઓને આ મામલે મુંબઇ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવાનું કહેવાયુ હતું. બાદમાં વૃદ્ધને ડરાવતા તેઓએ પોતાના આઇસીઆઇસીઆઇ બેંકમાં રહેલા 40 લાખની કિંમતના શેર અને મ્યુચ્યુઅલ ફંડની પણ વિગતો આપી દીધી હતી. તેઓને ઓનલાઇન નકલી સુપ્રિમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટના સિક્કાવાળો ઓર્ડર મોકલી તેમાં દર્શાવેલા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનું કહેતા અબુબક્રે તે પ્રમાણે બેંકમાં જમા થયેલા 40 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કરી દીધી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ગાંધીનગરમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ગગડી 13.5 ઉપર અટક્યો
calendar_today January 2, 2026

Gandhinagar: ગાંધીનગરમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ગગડી 13.5 ઉપર અટક્યો

ગાંધીનગરમાં ઠંડીની વધઘટના સિલસિલામાં 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો.લઘુત્તમ તાપમાન ઘટાડા સાથે 13.5 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો થયો હતો. બીજી તરફ મહત્તમ તાપમાન પણ 1.4 ડિગ્રીના ઘટાડા સાથે 27 ડિગ્રી ઉપર અટક્યું હતુ. ગાંધીનગર સહિત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા જ હવે કાતિલ ઠંડી પડવાની સંભાવના જોવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો, જેને પગલે ગાંધીનગરમાં પણ ભર શિયાળે બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. બુધવારે ઠંડીનો પારો 13 ડિગ્રી નોંધાયા બાદ ગઈકાલે ગુરૂવારે 3.5 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી રહ્યું હતુ. જોકે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ફરી ઠંડીનો પારો ગગડયો છે. 24 કલાકમાં જ 3 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો 13.5 ડિગ્રી ઉપર રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દૂર થતાં જ હવે ઉત્તર તરફના સીધા પવનો શરૂ થાય તેમ છે. જેને પગલે હવે ગાંધીનગર સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડી શરૂ થવાની શક્યતા છે. જેમાં ખરો શિયાળો હવે જામે તેવું હવામાન નિષ્ણાંતો માની રહ્યાં છે. વાદળો દૂર થતાં ભેજનું પ્રમાણમાં ઘટયું છે, ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ગાંધીનગર એસટી ડેપોમાં 3.61 લાખ મુસાફરો વધતાં આવકમાં રૂપિયા 3 કરોડનો વધારો થયો
calendar_today January 2, 2026

Gandhinagar: ગાંધીનગર એસટી ડેપોમાં 3.61 લાખ મુસાફરો વધતાં આવકમાં રૂપિયા 3 કરોડનો વધારો થયો

સલામત સવારી એસટી અમારી પર વિશ્વાસ મુકતા ગાંધીનગર ડેપોથી છેલ્લા એક વર્ષમાં 83.93 લાખથી વધારે મુસાફરોએ બસમાં મુસાફરી કરી છે.2024માં ગાંધીનગર ડેપોમાં 80.32 લાખ મુસાફરો નોંધાયા હતા. જેમાં એક જ વર્ષમાં 3.61 લાખ મુસાફરોનો વધારો નોંધાયો છે. જેને પગલે આવકમાં પણ 3 કરોડ જેટલો વધારો થયો છે. 2024માં ગાંધીનગર ડેપોની 27.63 કરોડની આવક સામે 2025માં 30.06 કરોડને પાર પહોંચી છે. વર્ષ દરમિયાન ડેપોની 85 જેટલી બસોએ કુલ 1 કરોડ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. એટલે કે રાજ્યના પાટનગર ગાંધીનગરથી દેશની રાજધાની દિલ્હીના 10 હજારથી વધુ ફેરા થઈ શકે. ગાંધીનગર એસટી ડેપોની સેવા, સ્વચ્છતાં અને સુવિધા અનેક રીતે રાજ્યના અન્ય ડેપોથી સારી ગણાણ છે. ત્યારે વર્ષ 2025માં ગાંધીનગર ડેપોથી 83,93,482 જેટલા મુસાફરોએ એસટીની સુવિધાનો લાભ લીધો હતો. મુસાફરોને લાવવા લઈ જવા માટે ડેપોની 85 જેટલી બસો વર્ષ દરમિયાન 1,03,10,078 કિલોમીટર દોડી હતી. જેને પગલે ગાંધીનગર ડેપોને ભાડાની કુલ 30,68,42,397 રૂપિયાની આવક થઈ હતી. એટલે ગાંધીનગર ડેપોથી દૈનિક એવરેજ 23 હજાર જેટલા મુસાફરો બસમાં મુસાફરી કરી હતી. જેમાંથી ડેપોને એવરેજ દરરોજ 8.40 લાખથી વધુની આવક થઈ હતી. તેમાં પણ તહેવારો દરમિયાન ડેપો દ્વારા રજાના દિવસોમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને મુસાફરો સુવિધા આપવાની સાથે રેગ્યુલર મુસાફરોમાં આવેલી ઘટ પૂરી કરે છે. એસટીના કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર મુસાફરોની સુવિધા માટે કામગીરી કરે છે. તહેવારો દરમિયાન પણ પરિવારથી દૂર રહીને મુસાફરોને સમયસર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા ફરજ અદા કરે છે. 2024માં ગાંધીનગર ડેપોથી 80,32,042 જેટલા મુસાફરોએ એસટીની સુવિધાનો લાભ લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward