Vadodara: મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના C-5 પેકેજના કામગીરી દરમિયાન અલકાપુરી ગરનાળા પર ટ્રાફિક ડાયવર્જન
વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શહેરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના C-5 પેકેજની સિવિલ વર્ક ચાલુ હોવાથી ટ્રાફિક ડાયવર્જન લાગુ કરવામાં આવી રહ્યું છે.અલકાપુરી ગરનાળુ બંધ રહેશે. શહેરના કડકબજારથી અલકાપુરી ગરનાળા તરફના રોડ પર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની હોવાથી અલકાપુરી ગરનાળુ બંધ રહેશે. વાહનો માટે ટ્રાફિક ડાયવર્જન લાગુ રહેશે આ કામગીરી દરમ્યાન તા. 26/12/2025 થી તા. 12/01/2026 સુધી અલકાપુરી ગરનાળા અંદરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે ટ્રાફિક ડાયવર્જન લાગુ રહેશે. પ્રતિબંધિત રસ્તા કડકબજાર નાકા થી અલકાપુરી ગરનાળા થઇ અલકાપુરી રોડ તથા પ્રોડક્ટીવીટી નાકાથી અલકાપુરી ગરનાળા થઇ સયાજીગંજ રોડ-સ્ટેશન તરફનો રસ્તો બંધ કરાયો છે વૈકલ્પિક વ્યવસ્થા કડકબજાર નાકા થી રેલવે સ્ટેશન તથા કાલાઘોડા થી ડેરીડેન સર્કલ, સુર્યા પેલેસ હોટલ ચાર રસ્તા, જેતલપુર બ્રિજ થઇ વલ્લભ ચોક જઇ શકાશે તથા પ્રોડક્ટીવીટી નાકા થઇ વલ્લભ ચોક ચાર રસ્તા થી જેતલપુર બ્રિજ જઇ શકાશે.આ પણ વાંચો---- Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
Read Full Story arrow_forward