android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: 5 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
calendar_today January 2, 2026

Surat News: 5 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા

સુરત શહેરમાં નશાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જે કારણે નશાખોરી ડામવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સૂચના અનુસાર સુરત પોલીસ દ્વારા સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે. આવામાં સુરત શહેરમાંથી 5 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે. આ ગાંજા સાથે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.છેલ્લા 3 મહિનાથી આરોપીઓ કરતા હતા ગાંજાનું વેચાણ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાંથી 5 કિલો ગાંજા સાથે મોહમદ નસીર અને મોહમદ નુરહુસેન નામના બે આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓ છેલ્લા 3 મહિનાથી આરોપીઓ ગાંજાનું વેચાણ કરતા હતા. તેઓ નેપાળ બોર્ડરથી ગાંજો લાવી સુરતમાં વેચાણ કરતા હતા. પોલીસ દ્વારા કુલ 2.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉધના પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના પોલીસ દ્વારા 5 કિલો 10 ગ્રામ ગાંજા સાથે મોહમદ નસીર અહેમદ અને મોહમદ નુરહુશેન મોહમદ અહેમદની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે રૂપિયા 2.50 લાખનો ગાંજો, મોબાઈલ, રોકડા રૂપિયા અને સ્કૂટર ગાડી મળી કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Suratના વેસુમાં રફતારનો કહેર: નબીરાઓની રેસમાં નિર્દોષ પરિવાર હોમાયો

Read Full Story arrow_forward
Sabarkantha News : ખેડબ્રહ્મામાં ચાઈનીઝ દોરીનો કહેર, પતંગ ચગાવતા દાદીવાડના યુવકનો ચહેરો ચીરાયો
calendar_today January 2, 2026

Sabarkantha News : ખેડબ્રહ્મામાં ચાઈનીઝ દોરીનો કહેર, પતંગ ચગાવતા દાદીવાડના યુવકનો ચહેરો ચીરાયો

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દાદીવાડ ગામે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે એક કરુણ ઘટના બની છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ બજારમાં છૂપી રીતે વેચાતી ચાઈનીઝ દોરી માનવીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. દાદીવાડ ગામનો એક યુવક જ્યારે પતંગ ચગાવી રહ્યો હતો, ત્યારે અચાનક ચાઈનીઝ દોરી તેના ચહેરા પર આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ધારદાર દોરીના કારણે યુવકનો ચહેરો કપાઈ ગયો હતો અને તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો.લોહિયાળ પતંગબાજી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, બજારમાં તેનું વેચાણ બેરોકટોક ચાલુ હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસની નબળી કામગીરીને કારણે વેપારીઓ લાલચમાં આવીને આ ઘાતક દોરી વેચી રહ્યા છે. પીડિત પરિવાર અને સ્થાનિકોએ માગ કરી છે કે ચાઈનીઝ દોરી વેચતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈનો જીવ જોખમમાં ન મુકાય. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળની ચીમકી, પુરવઠા સાંકળ ખોરવાશે?

Read Full Story arrow_forward
Ahmedabad News: રાજસ્થાનના નાથબાવાનું અપહરણ કરી ખંડણી માગનાર ત્રણ આરોપીઓની ધરપકડ
calendar_today January 2, 2026

Ahmedabad News: રાજસ્થાનના નાથબાવાનું અપહરણ કરી ખંડણી માગનાર ત્રણ આરોપીઓની ધરપકડ

રાજસ્થાનના નાથ બાવાનુ અપહરણ કરી ખંડણી માંગનાર એક જ પરિવારના ત્રણ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી છે. અમદાવાદથી અપહરણ કરી અપહ્યતને પાટણના શંખેશ્વર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં માર મારી ખંડણી માંગવામાં આવી હતી. આરોપીના ઘરે કરેલી વિધિમાં ફળદાઈ પરિણામ ન મળતા અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અપહરણ અને ખંડણીના ગુનામાં ધરપકડ રાજસ્થાનના નાથ બાવા છગનનાથનું અપહરણ કરી લઈ જતા ત્રણ યુવકો અમદાવાદના ગીતા મંદિર પાસે સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જે ત્રણેય યુવકોના નામ હરેશ ઠાકોર,નરેશ ઠાકોર અને તલાજી ઠાકોર છે. જે અમદાવાદના ઠક્કર નગર વિસ્તારમાં રહે છે અને મૂળ પાટણના પીરોજપુર ગામના વતની છે. પોલીસે અપહરણ અને ખંડણીના ગુનામાં આ ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ ભોગ બનનાર છગનનાથનું અપહરણ કરી પાટણ શંખેશ્વર ખાતે લઈ ગયા હતા. ત્યાંથી ભોગ બનનારના પરિવાર પાસે ચાર લાખની ખંડણી માગી હતી. એક જ પરિવારના 3 આરોપીની ધરપકડ કરી  જે અંગે કાગડાપીઠ પોલીસ મથક ખાતે 30 ડિસેમ્બરના રોજ ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે પાટણ ખાતેથી આરોપીઓની ધરપકડ કરી અપહ્યતનો છુટકારો કરાવ્યો છે.અપહરણ અને ખંડણીના ગુનામાં પોલીસે એક જ પરિવારના 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલ આરોપી હરેશની સગાઈ ન થતી હોવાથી અપહ્યત છગનનાથના સસરા પાસે વિધી કરાવી હતી. ખેતરમા ખોદકામ કરી 1.60 લાખનો ખર્ચ કરાવ્યો જે વિધિ કરવા પાછળ ઘર અને ખેતરમા ખોદકામ કરી 1.60 લાખનો ખર્ચ કરાવ્યો હતો. ત્રણેય આરોપીઓએ ભેગા મળી અપહરણનું પ્લાનિંગ કરી ગુનાને અંજામ આપ્યો હતો. જે ગુનામાં પોતાનું નુકસાન લેવા ચાર લાખની ખંડણી પણ માંગી હતી. તેથી પોલીસ ભોગ બનનારનો પરિવાર બની આરોપીઓ સાથે વાતચીત કરી પાટણ સુધી પહોંચી હતી. જે બાદ આરોપીઓને ઝડપી ભોગ બનનારને સહી સલામત છોડાવ્યો હતો. આ પણ વાંચોઃ Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી

Read Full Story arrow_forward