android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: મુખ્ય જંક્શન પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી વધુ તેજ બની, ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ
calendar_today January 2, 2026

Vadodara: મુખ્ય જંક્શન પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી વધુ તેજ બની, ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ

વડોદરા જ નહિ ગુજરાત માં ટ્રાફિક ની સમસ્યા એક પડકાર બની છે. ત્યારે વડોદરામાં મુખ્ય જંક્શન પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી વધુ તેજ બની છે30 લાખ ની અંદાજિત વસ્તી ની સામે 15 લાખ થી વધુ વાહનો વડોદરા ની 30 લાખ ની અંદાજિત વસ્તી ની સામે 15 લાખ થી વધુ વાહનો હશે.અને જેમ વસ્તી વધે વેપાર વધે તેમ વાહનો ની સંખ્યા પણ વધતી જતી રહે છે. ત્યારે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ સામે આ સમસ્યા કેવી રીતે હલ કરવી તે પડકાર બનતું હોય છે. ટ્રાફિક પોલીસ ફરી એકવાર સ્પ્રિંગ પોસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે  સાથે જ હાલમાં રાજ્ય સહિત વડોદરામાં પણ રોડ અકસ્માત વધી રહ્યા છે અને ઉપરથી ટ્રાફિક જામ. જેને લઈને વડોદરા ટ્રાફિક પોલીસ ફરી એકવાર સ્પ્રિંગ પોસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કારણ કે પીક અવર્સ વગર પણ જ્યાં ટ્રાફિક રહેતો હોય ત્યાં ડાબી કે જમણી બાજુ વળવા જો અલાયદી વ્યવસ્થા ન હોય તો સિંગ્નલ ખુલતા વાહનચાલકો અટવાઈ જતા ટ્રાફિક જામ થઇ જતો હોય છે વાહન ચાલકો અગાઉ થી પોતાની લેન નક્કી કરી નીકળી જાય તેથી જો આવા સ્પ્રિંગ પોસ્ટ હોય તો વાહન ચાલકો અગાઉ થી પોતાની લેન નક્કી કરી નીકળી જાય જેથી ટ્રાફિક સમસ્યા 50 ટકા હળવી થઇ જાય છે. ગત વર્ષે પોલીસે શહેરમાં 72 જેટલાં અનધિકૃત ડિવાઈડર કટ કર્યા જેથી અકસ્માત ન થાય ત્યારે હવે આ સ્પ્રિંગ પોસ્ટ મોટે ભાગે મુખ્ય જંક્શન પર કાર્યરત થઇ જશે તેવું ટ્રાફિક ડીસીપી ઋષિકેશ ઉપાધ્યાય નું કહેવું છે. આ વિસ્તારોમાં સ્પ્રિંગ પોસ્ટ કાર્યરત હાલ અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા, કારેલીબાગ વુડા સર્કલ,સોમા તળાવ ચાર રસ્તા,કાલાઘોડા ચાર રસ્તા તેમજ નર્સિંગ હોમ અને નરહરી સર્કલ ખાતે સ્પ્રિંગ પોસ્ટ કાર્યરત છે. આ પણ વાંચો----    Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ 

Read Full Story arrow_forward
Suratના વેસુમાં રફતારનો કહેર: નબીરાઓની રેસમાં નિર્દોષ પરિવાર હોમાયો
calendar_today January 2, 2026

Suratના વેસુમાં રફતારનો કહેર: નબીરાઓની રેસમાં નિર્દોષ પરિવાર હોમાયો

સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં ફરી એકવાર નબીરાઓએ રસ્તાને રેસિંગ ટ્રેક સમજી રફતારનો ખેલ ખેલતા ગંભીર અકસ્માત સર્જાયો છે. ઓવર સ્પીડમાં લક્ઝુરિયસ કાર હંકારી રહેલા નબીરાઓએ એક પરિવારની કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેમાં રિતેશ જૈન, તેમની પત્ની અને માત્ર બે માસના બાળકનો આબાદ બચાવ થયો છે. ભોગ બનનાર રિતેશ જૈને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેઓ નિયમ મુજબ કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી રફતારના રાક્ષસ જેવી એક કારે ટક્કર મારી હતી.રિતેશ જૈન, તેની પત્ની અને બાળકનો આબાદ બચાવઆ ટક્કર એટલી પ્રચંડ હતી કે તેમની કાર રસ્તા પર બે થી ત્રણ રાઉન્ડ ડ્રિપ્ટ મારી ગઈ હતી. અકસ્માત સમયે માતા પોતાના બે માસના બાળકને ફીડિંગ કરાવી રહી હતી, ત્યારે ટક્કર વાગતા જ માસૂમ બાળક ખોળામાંથી ફંગોળાઈ ગયું હતું. સદનસીબે, આસપાસના લોકો અને ફાયર વિભાગની તત્પરતાને કારણે પરિવારનો જીવ બચી ગયો હતો. આ અકસ્માતમાં રિતેશ જૈનની પત્નીને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ડૉક્ટરો દ્વારા MRI અને સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagar News: વલ્લભીપુરમાં વકીલની ઓફિસમાં લાગી આગ
calendar_today January 2, 2026

Bhavnagar News: વલ્લભીપુરમાં વકીલની ઓફિસમાં લાગી આગ

ભાવનગર જિલ્લામાંથી આગ લાગવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં વકીલની ઓફિસમાં ભીષણ આગ લાગી હતી. આ વકીલની ઓફિસ બુધેશ્વર શોપિંગમાં આવેલી છે. જેમાં આગ લાગવાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગ લાગવાની ઘટનામાં તમામ વકીલના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા છે.આગમાં લાગવાના કારણે તમામ વકીલના ડોક્યુમેન્ટ બળીને ખાખઆગ લાગવાની ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. વલ્લભીપુર બુધેશ્વર શોપિંગમાં એડવોકેટ વલ્લભ જાદવની ઓફિસમાં આગમાં લાગવાના કારણે તમામ વકીલના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા છે. શોપિંગ સેન્ટરમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. આ પણ વાંચો - Bhavnagar News : બગદાણા કેસમાં ગરમાયું રાજકારણ, વિવાદમાં ભાજપ-ઠાકોર સેનાના આગેવાનો જોડાયા

Read Full Story arrow_forward