android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણય, વિધાનસભામાં રજૂ થયા મોટા બીલો, બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ
calendar_today September 10, 2026

દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણય, વિધાનસભામાં રજૂ થયા મોટા બીલો, બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોChabahar Port VS Strait Hormuz: શું છે ચાબહાર, જેના પર ઈરાનનું છે નિયંત્રણ અને તે હોર્મુઝ સ્ટ્રેટથી કેટલું છે અલગ?, જાણોGujarat વિધાનસભામાં શિક્ષણ સુધારા વિધેયક રજૂ: બોર્ડની મંજૂરી વિના ચાલતી શાળાઓ સામે કસાશે સકંજોGujarat Assembly: ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરે ત્રીજો અને અંતિમ દિવસ, દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણયBRICS Summit 2026: Sheikh Hasinaનું બહાનું બતાવી પીએમ Tarique Rahmanએ ભારત આવવાની પાડી નાMehsana News: મહેસાણાના ડાભલામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો, ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્તVadodara Bullet Train Station: શિક્ષણ, રોજગારી અને ગતિશીલતાનું નવું કેન્દ્રAhmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગModi Putin Meeting BRICS: તેલ સિવાયના સેક્ટર્સમાં ભારત-રશિયા વચ્ચે મોટો કારોબાર વધારવાની તૈયારીPakistan Iran Relations: સાઉદી અરેબિયાની મદદ માટે પાકિસ્તાન કેમ નથી આવી રહ્યું આગળ, જાણો શુ છે કારણ?Gujarat Assembly: પશુ આહાર બીલ સર્વાનુમતે પસાર, અધ્યક્ષ શંકર ચૌધરીએ રચ્યો ઇતિહાસ

Read Full Story arrow_forward
Banaskanthaમાં અમીરગઢ પોલીસે રૂ.1.30 કરોડથી વધુના વિદેશી દારૂ પર ફેરવ્યું બુલડોઝર
calendar_today September 10, 2026

Banaskanthaમાં અમીરગઢ પોલીસે રૂ.1.30 કરોડથી વધુના વિદેશી દારૂ પર ફેરવ્યું બુલડોઝર

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પોલીસે દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2026 દરમિયાન અલગ-અલગ દરોડા અને ચેકિંગ દરમિયાન પકડવામાં આવેલા 44 જેટલા ગુનાઓનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ 37,711 બોટલો, જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ 30 લાખથી પણ વધુ થવા જાય છે, તેના પર રોલર ફેરવીને સંપૂર્ણ જથ્થાનો ખાતમો બોલાવ્યો હતો.ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરાઈ આ દારૂના જથ્થાના નાશની કામગીરી નિશ્ચિત કરવામાં આવેલા સ્થળે સરકારી નિયમોનુસાર હાથ ધરવામાં આવી હતી. આ તકે અમીરગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI), એસ.ડી.એમ. (SDM) અને ડી.વાય.એસ.પી. (DySP) સહિતના ઉચ્ચ પ્રશાસનિક અને પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરી રહી હતી. અધિકારીઓની સમક્ષ કરોડો રૂપિયાની કિંમતના દારૂના બોક્સ પર બુલડોઝર ફેરવીને પારદર્શક રીતે નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.બુટલેગરોમાં ફફડાટ, અમીરગઢ પોલીસની બાઝ નજર સરહદી વિસ્તાર ગણાતા અમીરગઢ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. ગુનાખોરી અને બુટલેગરો પર પોલીસની બાઝ નજર હોવાથી અન્ય રાજ્યોમાંથી ઘૂસાડાતા ગેરકાયદેસર જથ્થાને સતત ઝડપી પાડવામાં આવી રહ્યો છે. પોલીસની આ આકરી અને મોટા પાયે કરાયેલી કાર્યવાહીથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dwarkaના જામખંભાળિયામાં બે મહિનાના લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો!
calendar_today September 10, 2026

Dwarkaના જામખંભાળિયામાં બે મહિનાના લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો!

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં લાંબા સમયના વિરામ બાદ અચાનક પલટો આવ્યો છે. જામખંભાળિયા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી, ત્યારે બપોર પછી અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે અને છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો. તાલુકાના વડાલિયા સિંહણ, વાડીનાર અને સુતારીયા સહિતના આસપાસના ગ્રામીણ પંથકમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી હતી.ઉકળાટમાંથી મુક્તિ અને ગંભીર જળસંકટ વચ્ચે આશ્વાસન લાંબા સમયથી વરસાદ ન વરસવાને કારણે સમગ્ર પંથકમાં ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટ વર્તાઈ રહ્યો હતો, તેની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીનું ગંભીર જળસંકટ પણ ઘેરાઈ રહ્યું હતું. આ તંગ સ્થિતિ વચ્ચે વરસાદી આગમન થતાં જ વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. દુષ્કાળના ભણકારા વચ્ચે પડેલા આ વરસાદથી સ્થાનિક રહીશો અને પશુપાલકોને મોટી આશ્વાસન રૂપ રાહત મળી છે.ખેડૂતોની આશા જીવંત, હજુ ધોધમાર વરસાદની આતુરતા જિલ્લામાં જળસંકટ વધુ ઘેરાઈ રહ્યું હતું ત્યારે આ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોની સુકાઈ રહેલી આશા ફરી જીવંત બની છે. જોકે, ખેતરોમાં ઊભા પાકને પૂર્ણ જીવનદાન આપવા માટે અને જળાશયો ભરાય તે માટે ધરતીપુત્રોને હજુ પણ ધોધમાર વરસાદની જરૂર છે. હાલ તો વરસાદી ઝાપટાંથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે અને હવે સૌ કોઈની મીટ મેઘરાજાની વધુ મહેરબાન કૃપા પર મંડાયેલી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward