Bhavnagar: ભાવનગર મનાપાની નગરજનોને નવી ભેટ, હવે રસ્તાઓ પર દોડશે પ્રધાનમંત્રી ઇ બસ
ભાવનગર શહેરમાં લાંબા સમયથી ખોરવાયેલી સિટી બસ સેવાની પ્રતીક્ષાનો હવે અંત આવ્યો છે. કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી ઈ-બસ સેવા' યોજના હેઠળ ભાવનગરને કુલ 100 ઇલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ ફાળવવામાં આવેલી 40 બસો પૈકી 10 અત્યાધુનિક ઈ-બસો ભાવનગર ખાતે આવી પહોંચી છે. અત્યાધુનિક ઈલેક્ટ્રિક બસ ડેપો ખાતે ઇ બસોનું આગમન થયુ નેતાઓની મુલાકાત અને નિરીક્ષણ શહેરના ટોપ થ્રી સર્કલ પાસે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક ઈલેક્ટ્રિક બસ ડેપો ખાતે આ બસોનું આગમન થતા, ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે બસની સુવિધાઓનું નિરીક્ષણ કરી આગામી આયોજન અંગે ચર્ચા કરી હતી. બસની મુખ્ય વિશેષતાઓ આ નવી ઇલેક્ટ્રિક બસો પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે મુસાફરોની સુરક્ષા અને સુવિધાથી સજ્જ છે. ગરમીમાં પણ મુસાફરો ઠંડકમાં મુસાફરી કરી શકશે. બસમાં 25 વ્યક્તિઓ માટે બેસવાની વ્યવસ્થા છે. સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દિવ્યાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. હવે સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં આગળ વધ્યુ ભાવનગરસ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હાલ આ બસોની RTO પાર્સિંગ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ, જાન્યુઆરી માસમાં આ બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. નવા વર્ષની ભેટ તરીકે ભાવનગરના વિવિધ રૂટ પર 28 કિમીની પેરીફેરીમાં આ બસો દોડાવવામાં આવશે. આ સેવા શરૂ થવાથી શહેરના મધ્યમ અને શ્રમજીવી વર્ગના નાગરિકોને સસ્તા, સુરક્ષિત અને પ્રદૂષણમુક્ત પરિવહનનો લાભ મળશે. આ પણ વાંચોઃ Gandhinagar: ડિસેમ્બર 2025માં રાજ્યની GSTની આવકમાં 12.37 ટકાનો વધારો
Read Full Story arrow_forward