android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda News: નડિયાદ કપડવંજ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં માતા અને પુત્રીના મોત
calendar_today January 1, 2026

Kheda News: નડિયાદ કપડવંજ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં માતા અને પુત્રીના મોત

ખેડામા નડિયાદ કપડવંજ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રઈજીપુરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા માતા અને પુત્રીનું મોત નિપજ્યું છે. જ્યારે સાસુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રઈજીપુરા પાટિયા પાસે અકસ્માતમાં માતા-પુત્રીનું મોત પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડામા નડિયાદ કપડવંજ રોડ પર રઈજીપુરા પાટીયા પાસે સીએનજી રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ ઉપરાંત બાળકીની માતાનું પણ મોત નિપજ્યું છે. જયારે મહિલાની સાસુને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અન્ય લોકોને પણ ઈજા થતાં તેમને મહુધાની સિવિલ અને કઠલાલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામા આવ્યા છે. મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ

Read Full Story arrow_forward
Surendranagar: સાયલામાં બે ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ, 17.54 કરોડના ગાંજા સાથે બેની અટકાયત
calendar_today January 1, 2026

Surendranagar: સાયલામાં બે ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ, 17.54 કરોડના ગાંજા સાથે બેની અટકાયત

સાયલા તાલુકાના અંતરિયાળ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપાઇ રહી હોવા છતા નશાના વાવેતરનો ખતરનાક વેપલો ધમધમી રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ તથા ધજાળા પોલીસ દ્વારા કરાયેલ બે અલગ અલગ દરોડામાં કસવાળીના બે ખેતરોમાંથી ખેત પાકોની આડમાં વાવેલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. નશાના કાળા કારોબારનો પર્દાફાશ એક જ ગામની સીમમાં અલગ અલગ બે જગ્યાએ કરેલા ગાંજા ના મોટા વાવેતર ઝડપાવાના મામલે પોલીસ દ્વારા બે ઇસમો વિરૂધ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરતા ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થવા પામ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લામાં ચાલતી બે નંબરની પ્રવૃતિઓ પર બાજ નજર રાખવા સાથે તમામ ગેરકાનૂની કામ કરતા તત્વો સામે લાલ આંખ કરી કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. નશાના ગેરકાયદે વેપલા પર અંકુશ લેવા પોલીસને સૂચનાઓ આપી દેવામાં આવી છે. કપાસ તેમજ એરંડાના પાકની આડમાં ગાંજાનું વાવેતર સાયલા તાલુકાના અંતરિયાળ એવા કસવાળી ગામે પોલીસને મળેલી આધારભૂત બાતમીના આધારે કરાયેલી બે અલગ અલગ કાર્યવાહીમાં કરોડોની કિંમતના ગાંજાનું વાવેતર ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે કસવાળી ગામે આવેલ એક વાડીમાં દરોડો પાડતા કપાસ તેમજ એરંડાના પાકની આડમાં વાવેલા ગાંજાના વાવેતરને ઝડપી લેવાયું હતું.SOGની ટીમે ખેતરમાંથી આરોપી સંજય ભોપાભાઈ તાવિયાને દબોચી લેવા સાથે લીલા ગાંજાના 550 છોડવાઓ જેનું વજન 3036.800 કિલોગ્રામના જપ્ત કરતા અધધધ કહી શકાય તેટલા 151840000 રૂ.ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો. તુવેરના પાકની આડમાં વાવેલા 120 નંગ ગાંજાના છોડ પોલીસે કસવાળીના ભાવુ રવજીભાઇ મીઠાપરાના ખેતરમાં છાપો મારતા તુવેરના પાકની આડમાં વાવેલા 120 નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસ દ્વારા 471.800 કિલોગ્રામ વજનના 120 છોડ જેની કિંમત 23590000 રૂપિયાના જપ્ત કરવા સાથે આરોપી ભાવુ મીઠાપરા વિરુધ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરતા નશાનો વેપલો કરતા તત્વો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.પોલીસની ટીમો દ્વારા કરાયેલ કાર્યવાહી બાદ બંને સ્થાનો પર ગાંજાના છોડવાઓ નો મુદ્દામાલ જમીન માંથી ઉખાડી તેને કાયદાનુસાર સીલ કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ પણ વાંચોઃ Junagadh News: ભેંસાણમાં મૃત ખેડૂતોના નામે રાહત સહાય મેળવવાનું કૌભાંડ, VCE સામે ગુનો નોધાયો

Read Full Story arrow_forward
Kachchh News: જિલ્લામાં વર્ષ 2025માં 86,651 દસ્તાવેજોની નોંધણી થઈ, સરકારને રૂ.532 કરોડથી વધુ આવક થઈ
calendar_today January 1, 2026

Kachchh News: જિલ્લામાં વર્ષ 2025માં 86,651 દસ્તાવેજોની નોંધણી થઈ, સરકારને રૂ.532 કરોડથી વધુ આવક થઈ

1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન કચ્છ જિલ્લામાં મિલકત નોંધણીના આંકડાઓએ રાજ્યભરમાં ધ્યાન ખેંચ્યું છે.સમગ્ર જિલ્લામાં વર્ષ 2025માં કુલ 86,651 મિલકત દસ્તાવેજોની નોંધણી થતાં સરકારને રૂ.532.02 કરોડની સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફી રૂપે નોંધપાત્ર આવક મળી છે.આ સકારાત્મક આંકડા કચ્છમાં તેજ ગતિએ વધી રહેલા રોકાણ અને વિકાસનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે.જિલ્લા મથકની ભુજની કચેરીમાં સૌથી વધુ 21,748 દસ્તાવેજોની નોંધણી થતાં 118.07 કરોડની આવક સાથે અગ્રેસર રહી હતી.મુન્દ્રા અને અંજારની સબ રજિસ્ટ્રાર કચેરીએ આવકની દૃષ્ટિએ ગાંધીધામને પાછળ રાખી દીધું હતું. ભુજ સબ રજિસ્ટ્રારમાં સૌથી વધુ દસ્તાવેજોની નોંધણી ભુજ સબ રજિસ્ટ્રારમાં સૌથી વધુ 21748 દસ્તાવેજોની નોંધણી થઈ છે.જેમાંથી સરકારને 118.07 કરોડની આવક થઈ છે.અંજારમાં 16740 દસ્તાવેજ સાથે 96.274 કરોડ, જ્યારે મુન્દ્રામાં 11249 દસ્તાવેજોથી 98601 કરોડની આવક નોંધાઈ હતી.આ ઉપરાંત ગાંધીધામમાં 12379 દસ્તાવેજ નોંધાતાં કચેરીમાં 86.464 કરોડની આવક થવા પામી હતી.આ સિવાય ભચાઉમાં 6097 દસ્તાવેજથી 44.92 કરોડ, માંડવીમાં 6418 દસ્તાવેજથી 24.806 કરોડ, રાપરમાં 5796 દસ્તાવેજથી 21.05 કરોડ, નલિયામાં 2797 દસ્તાવેજથી 14788 કરોડ, નખત્રાણામાં 2639 દસ્તાવેજથી 86.15 કરોડ અને લખપતમાં 778 દસ્તાવેજથી 18.458 કરોડની આવક નોંધાઈ હતી. જિલ્લાના સબ-રજિસ્ટ્રાર કચેરીઓના આંકડાઓ મુજબ ભુજ, અંજાર, મુન્દ્રા અને ગાંધીધામ વિસ્તારમાં સૌથી વધુ મિલકત વ્યવહારો નોંધાયા છે. ગત વર્ષ કરતાં 7730 દસ્તાવેજ અને 61.22 કરોડની આવક વધી વર્ષ 2024માં કચ્છ જિલ્લામાં જમીન-મકાન સહિતની મિલકતોના કુલ 78921 જેટલા દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવાયા હતા. જેની સ્ટેમ્પ ડયૂટી અને દસ્તાવેજ ફી પેટે સરકારને કુલ રૂ.470.80 કરોડ જેટલી આવક થવા પામી હતી.જેની સરખામણીમાં વર્ષ 2025માં 86651 જેટલા દસ્તાવેજોની નોંધણી કરાઈ હતી અને સરકારને કુલ રૂ.532.02 કરોડની આવક થઈ છે.ગત વર્ષ કરતાં આ વર્ષે 7730 જેટલી સંખ્યામાં દસ્તાવેજોની સાથે આવકમાં પણ રૂ.61.22 કરોડનો વધારો નોંધાયો હતો. રોજગારના વધતા અવસરોથી મિલકતની માગમાં વધારો મુન્દ્રા-કંડલા બંદર, રિન્યુએબલ એનર્જી, ઔદ્યોગિક ક્લસ્ટર્સ તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિસ્તરણને કારણે કચ્છ હવે માત્ર સીમાવર્તી જિલ્લો નહીં પરંતુ ગુજરાતનું મહત્ત્વનું રોકાણ કેન્દ્ર બની રહ્યું છે. આવનારા સમયમાં મિલકત વ્યવહારોમાં હજી વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંદર આધારિત ઉદ્યોગો, વિશાળ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ, નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને રોજગારના વધતા અવસરોએ જમીન અને મિલકતની માગમાં વધારો કર્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News: વર્ષ 2025માં 1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા, 258 સામે તડિપાર કરવાની કાર્યવાહી

Read Full Story arrow_forward