android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર આરોપી જયદીપ ચાવડા ઝડપાયો, પ્રદ્યુમન નગર પોલીસની કાર્યવાહી
calendar_today January 1, 2026

Rajkot: સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર આરોપી જયદીપ ચાવડા ઝડપાયો, પ્રદ્યુમન નગર પોલીસની કાર્યવાહી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર પર હુમલો કરી ફરાર થઈ ગયેલા આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ડોક્ટર પાર્થ પંડ્યા પર હિંસક હુમલો કરનાર જયદીપ ચાવડાની પ્રદ્યુમન નગર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્રણ દિવસની દોડધામ બાદ ધરપકડઘટનાની વિગત મુજબ, ત્રણ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં કોઈ કારણોસર બોલાચાલી બાદ જયદીપ ચાવડાએ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તબીબી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ તેને શોધી રહી હતી. અંતે, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પ્રદ્યુમન નગર પોલીસે તેને દબોચી લીધો છે.આરોપીની માતાએ પોલીસમાં અરજી આપી આ મામલો માત્ર એકતરફી નથી રહ્યો, કારણ કે આરોપી જયદીપ ચાવડાની માતાએ પણ ડોક્ટર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. આરોપીની માતાએ પોલીસમાં અરજી આપી છે કે ડોક્ટરે તેમને માર માર્યો હતો. આમ, હોસ્પિટલમાં થયેલી આ બબાલ હવે પોલીસ તપાસનો વિષય બની છે કે હુમલાની શરૂઆત કોણે કરી હતી અને કયા સંજોગોમાં આ સ્થિતિ સર્જાઈ હતી.ડોક્ટરોની સુરક્ષાનો સવાલસિવિલ હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ ડોક્ટરો પર થતા હુમલાઓને લઈને ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. તબીબોની માંગ છે કે હોસ્પિટલ પરિસરમાં પોલીસ બંદોબસ્ત વધુ કડક કરવામાં આવે જેથી ફરજ બજાવતા ડોક્ટરો નિર્ભયતાથી કામ કરી શકે.આ પણ વાંચો: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ

Read Full Story arrow_forward
Navsari પોલીસે ફિલ્મી ઢબે 25 વર્ષ પહેલા જેલમાંથી ફરાર થયેલા ખૂંખાર આરોપીને હરિયાણાથી ઝડપી પાડ્યો
calendar_today January 1, 2026

Navsari પોલીસે ફિલ્મી ઢબે 25 વર્ષ પહેલા જેલમાંથી ફરાર થયેલા ખૂંખાર આરોપીને હરિયાણાથી ઝડપી પાડ્યો

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચએ એક અશક્ય લાગતા મિશનને પાર પાડીને કાયદાના લાંબા હાથનો પરિચય કરાવ્યો છે. વર્ષો પહેલા નવસારી સબજેલમાંથી ફિલ્મી ઢબે ફરાર થયેલા અને ધાડ, લૂંટ તથા આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે 25 વર્ષ બાદ હરિયાણાથી દબોચી લીધો છે. ઘટનાની વિગત એવી છે કે 25 વર્ષ પહેલા આ આરોપી નવસારી સબજેલના બાથરૂમની બારીના સળિયા કાપીને નાસી છૂટ્યો હતો.નવસારી સબજેલમાંથી ફરાર થયેલો આરોપી ઝડપાયોમૂળ ઉત્તર પ્રદેશનો આ શખ્સ એટલો શાતિર હતો કે તેણે અઢી દાયકા સુધી દેશના જુદા જુદા રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવીને પોલીસને થાપ આપી હતી. તેની સામે ચોરી અને લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. આરોપી હરિયાણામાં હોવાની ચોક્કસ બાતમી મળતા નવસારી LCBની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે, આરોપી ઓળખાઈ ન જાય તે માટે પોલીસે અનોખી વ્યૂહરચના અપનાવી હતી.આરોપી બાથરૂમની બારીના સળિયા કાપી ભાગ્યો હતો પોલીસ જવાનોએ હરિયાણામાં ભેળપૂરી અને ગરમ કપડાં વેચનારા તરીકે વેશપલટો કર્યો હતો. સતત વોચ રાખ્યા બાદ જેવો આરોપી નજરે ચડ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો. 25 વર્ષ જૂના આ વણઉકેલ્યા કેસને ઉકેલીને નવસારી પોલીસે ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે કે ગુનો કરીને ગમે તેટલા વર્ષ ભાગો, પોલીસથી બચવું અશક્ય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad : નડિયાદમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો,  વાલ્લા નદી પટમાં પાડ્યા દરોડા
calendar_today January 1, 2026

Nadiad : નડિયાદમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, વાલ્લા નદી પટમાં પાડ્યા દરોડા

નડિયાદના વાલ્લા ગામ પાસે ગેરકાયદે ખનન કરી રહેલા તત્વો પર ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે લાલ આંખ કરી છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન ખનીજ માફિયાઓએ કાયદાનો ડર રાખ્યા વિના સરકારી ટીમ પર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. વાલ્લા નદીના પટમાં મોટા પાયે ગેરકાયદે ખોદકામ ચાલી રહ્યું છે. ટીમે ત્રાટકીને સ્થળ પરથી એક હિટાચી મશીન અને બે ડમ્પર ઝડપી લીધા હતા. આ તમામ મુદ્દામાલ સીઝ કરીને નડિયાદ સરદાર ભવન કચેરી ખાતે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખનીજ માફિયાએ નાસવાનો પ્રયાસ કર્યો ફિલ્મી ઢબે નાસવાનો પ્રયાસ અને અકસ્માત જ્યારે પકડાયેલા વાહનોને કચેરી ખાતે લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે ખનીજ માફિયાઓએ ટીમ પર હુમલો કરી ડમ્પર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. નડિયાદ બિલોદરા જેલથી મરીડા તરફના રોડ પર ડમ્પર ચાલકે બેફામ ગતિએ વાહન હંકારી રોડની રેલિંગ તોડી નાખી હતી. આ દરમિયાન ડમ્પર રસ્તા પર આવેલા ઇલેક્ટ્રિક વીજ પોલ અને ડીપી (DP) સાથે જોરદાર રીતે અથડાયું હતું, જેના કારણે વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. ટીમ પર હુમલો કરનારા લોકો પર કડક કાર્યવાહી કરાશે તંત્રની કાયદેસરની કાર્યવાહી આ અકસ્માત બાદ MGVCLપણ હરકતમાં આવી છે અને વીજ માળખાને થયેલા નુકસાન બદલ કાયદેસરની નાણાં વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, ખાણ-ખનીજ વિભાગે તમામ વાહનોને નડિયાદ સરદાર ભવન ખાતે સીઝ કરીને મૂકી દીધા છે. હુમલો કરનાર અને સરકારી કામમાં અવરોધ ઊભો કરનાર તત્વો સામે ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ  પણ વાંચોઃ Ahmedabad Gandhinagar હાઇવે પર અક્સ્માત, ઉભેલી કારમાં લાગી ભીષણ આગ

Read Full Story arrow_forward