android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod:જિલ્લામાં મનરેગાનું જીરામજી, લેબરના રૂા.41 કરોડ ચુકવવાના બાકી
calendar_today January 1, 2026

Dahod:જિલ્લામાં મનરેગાનું જીરામજી, લેબરના રૂા.41 કરોડ ચુકવવાના બાકી

ભારત સરકારે મનરેગા યોજનાનું નામ તો બદલી નાંખ્યુ છે પરંતુ આ જિલ્લામાં સામુહિક કુવાના કામ અટવાઈ પડયા હોવાનું જાણવા મળ્યુ છે. કારણ કે આશરે 40 કરોડથી વધુ ગરીબ લાભાર્થી શ્રમિકોને ચુકવવાના બાકી છે. 96 લાખ રૂ મટીરીયલ્સના પણ ઝુલી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.દાહોદ જીલ્લામાં વિકસિત ભારત જીરામજી એટલે કે જૂની મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડ બાદ વિકાસ કામો અને સ્થાનિક રોજગારી સામે સંકટ ઉભુ થયુ છે.મનરેગા યોજનામાં કેટલાયે વિકાસ કામો કરી શકાતા હોવા છતાં જિલ્લામાં મનરેગા યોજનામાં 7000થી વધુ સામુહિક કુવાના કામોને જ મંજૂર કરાતા હવે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિનું સર્જન થયુ છે. કર્મચારી આલમમાં થતી ચર્ચાઓ પ્રમાણે માત્રને માત્ર કુવાના લક્ષ્યાંક માટે જ બદલીઓ કરવામાં આવે છે તેમજ કોન્ટ્રાક્ટયુચલ કર્મચારીઓને નોટીસો આપીને કે છુટા કરવાની ચીમકી આપવામાં આવે છે, તેમ છતાં કુવાના કામોમાં પાણી આવતુ નથી. થોડા સમય પહેલા જ 15 થી 30 ફૂટ ઉંડા કુવામાં ક્યાં કેટલી મશીનરી જોઈએ તેની માહિતી ઓન પેપર માંગવામાં આવી હતી, ત્યારે હવે જિલ્લામાં ઘણે ઠેકાણે મશીનરીનો ઉપયોગ કરી કુવા ખોદવામાં આવી રહ્યા છે અને જવાબદારો દ્રારા જાણી જોઈને આંખ આડા કાન કરાઈ રહ્યા છે. હાલ સૌથી મોટી સમસ્યા એ છે કે ખેતરોમાં રવી પાક માટે ઘઉં અને ચણાનું વાવેતર કરાયુ હોવાથી મશીનો પણ જઈ શકતા નથી. જેથી માનવ ઉત્પન્ન દિવસ પણ ઘટી રહ્યા છે. એક માહિતી મુજબ અત્યાર સુધીમાં 160 જેટલા જ કુવાના કામ પૂર્ણ થયા છે, પરંતુ મટીરીયલ્સ માટે કોઈ એજન્સીઓ જ ઉપલબ્ધ ન હોવાથી મટીરીયલ્સના રૂા.96 લાખ ચુકવી શકાયા નથી. મનરેગા યોજનાના કૌભાંડોમાં મટીરીયલ્સ સપ્લાય એજન્સીઓને પણ આરોપીઓ બનાવતા હવે કોઈ એજન્સીઓ ટેન્ડરીંગ માટે તૈયાર થતી નથી. તેનાથી પણ અતિ ગંભીર બાબત જાણવા મળી છે કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં નોંધાયેલા ગરીબ શ્રમિક લાભાર્થીઓને કાંણી પાઈ પણ ચુકવાઈ નથી અને તે રૂા.41 કરોડ જેટલા બાકી છે. તેમ છતાં સરકારી બાબુઓ, સરકારમાં બેઠેલા જવાબદારો અને કેટલાયે સમયથી વામણો બની ગયેલો વિપક્ષ ધૃતરાષ્ટ્ર બની તમાશો જોઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. નાના કર્મચારીઓમાં દહેશત દાહોદમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યુ, ત્યારે મોટા હાથીઓ બચી ગયા હતા અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને જેલ ભોગવવા સાથે નોકરી પણ ગઈ. હાલમાં ગમે તેમ કરીને કુવાના લક્ષ્યાંક પૂર્ણ કરવા વોર્નિંગ આપવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં જો ઉલટ તપાસ થાય તો ફરી પાછો નાના કર્મચારીઓનો જ મરો થશે તેવા ભયના ઓથાર હેઠળ કામગીરી કરાઈ રહી છે. કૂવાના કામ પ્રગતિમાં : તાલુકો : કૂવાની સંખ્યા : દાહોદ - 763, દે. બારીઆ - 611, ધાનપુર - 935, ગરબાડા - 598, ઝાલોદ - 1193, લીમખેડા - 667, સંજેલી - 285, સીંગવડ - 476, કુલ - 6717. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: મણિનગરમાં ગઠિયાએ ક્રેડિટકાર્ડ કઢાવી આપવાના બહાને રૂ. 2 લાખ ઉપાડી લીધા
calendar_today January 1, 2026

Ahmedabad: મણિનગરમાં ગઠિયાએ ક્રેડિટકાર્ડ કઢાવી આપવાના બહાને રૂ. 2 લાખ ઉપાડી લીધા

શહેરના પૂર્વ વિસ્તારમાં બે ઠગાઇના બનાવો સામે આવ્યા છે. જેમાં મણિનગરમાં ક્રેડિટકાર્ડ કઢાવી આપવાના બહાને ગઠિયાએ ફોન હેક કરીને કુલ રૂ. 2 લાખ ક્રેડિટકાર્ડમાંથી ઉપાડી લીધા હતા.ત્યારે ઇસનપુરમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના નામે સસ્તામાં સિલાઇ મશીન આપવાનું કહીને યુવક પાસેથી ગઠિયાઓએ રૂ. 57 હજાર પડાવ્યા હતા. બંને બનાવોમાં પોલીસે ગુનો નોધ્યો છે. મણિનગરમાં રહેતા હિતેશભાઇ કોષ્ટી સોડાની રિક્ષા ધરાવી ધંધો કરે છે. ગત 6 ઓક્ટોમ્બરે તે મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે બેન્કમાંથી બોલતો હોવાનું જણાવીને ક્રેડિટકાર્ડ ઓફર કર્યુ હતુ. જેમાં ગઠિયાએ લિંક મોકલી વિગતો ભરવાનું જણાવ્યુ હતુ. જેથી હિતેશભાઇએ વિગતો ભરી હતી. આ દરમ્યાન તેમની પત્નીએ હિતેશભાઇના મિત્રને ફોન કર્યો હતો અને કહ્યુ કે તમારો ફોન કેમ બેન્કવાળા ઉપાડે છે કહેતા તેમનો ફોન હેક થઇ ગયો હોવાની જાણ થઇ હતી. થોડીવાર બાદ મોબાઇલ ચાલુ કરતા અલગ અલગ ક્રેડિટકાર્ડમાંથી કુલ રૂ. 2 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે હિતેશભાઇએ અજાણ્યા ગઠિયાઓ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ઇસનપુરમાં રહેતા 39 વર્ષીય વીરેનભાઇ સોલંકી સિલાઈનુ કામકાજ કરે છે. ગત 22 ડીસેમ્બરે દુકાને હાજર હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ગઠીયાએ તમારા ત્યાં મારી પત્ની રેગ્યુલર કપડા સિવડાવે છે મારી ઓળખાણ પડી કે નહી કહેતા વેપારીને થયું કે કોઈ મહિલા ગ્રાહકના પતિ હશે જેથી વેપારીએ ગઠીયાએ સાથે ફોનમાં વાત કરવાનુ શરુ કર્યું હતુ. બાદમાં ગઠીયાએ મારે તમારી સાથે ધંધાને લગતી વાત કરવી છે કહીને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ મહિલાના નામે નજીવી રકમે સીલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે. તેમ કહીને ઠગે વેપારીના મોબાઈલ સ્કીલ ઇન્ડીયા અને મશીન વિતરણ કરતા હોય તે પ્રકારના ફેટોગ્રાફ્ સેન્ડ કરી વિશ્વાસ કેળવ્યો હતો. ગઠીયાએ ત્રણ મહિલાના આધારકાર્ડ મોકલો એક આધારકાર્ડ પર 2 કીટ મળશે આથી વેપારીએ તેની પત્ની અને અન્ય બે કારીગર મહિલા જે તેમની દુકાને કામ કરતા હતા તેમના આધાર કાર્ડ મોકલી આપ્યા હતા. એટલે ત્રણ આધાર કાર્ડ દીઠ મળવા પાત્ર સિલાઈ મશીનના ગઠીયાએ વેપારી પાસેથી રૂ.57 હજાર ટ્રાન્સફ્ર કરાવ્યા હતા. બાદમાં થોડા દિવસની અંદર તમારા ત્યાં કુરિયર આવી જશે એટલે મને જાણ કરી દેજો પરંતુ ઘણા દિવસ વીતી ગયા છતાં કુરિયર નહી આવતા વેપારીએ ગઠીયાને ફોન કરતા તેનો મોબાઈલ બંધ હતો. આ અંગે વિરેનભાઇએ અજાણ્યા ગઠિયા સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagarમાં મારામારી અને લૂંટના આરોપીને પોલીસે ઝડપી ઘટનાસ્થળે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન
calendar_today January 1, 2026

Bhavnagarમાં મારામારી અને લૂંટના આરોપીને પોલીસે ઝડપી ઘટનાસ્થળે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન

ભાવનગરના ઘોઘા રોડ પોલીસ મથક હેઠળ આવતા અકવાડા વિસ્તારમાં થયેલી મારામારી અને લૂંટની ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડીને આજે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેના પગલે સ્થાનિક લોકોમાં ચર્ચાઓ જાગી હતી. ગત તારીખ 6 ડિસેમ્બરના રોજ અકવાડા વિસ્તારમાં મુન્ના બારૈયા નામના યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ આરોપી વિશ્વદીપસિંહ નામના શખ્સે મુન્ના બારૈયાને "તું મારી સામે કેમ જોવે છે?" તેમ કહી બોલાચાલી કરી હતી. આ મામલો ઉગ્ર બનતા વિશ્વદીપસિંહે મુન્નાને બેરહેમીથી માર માર્યો હતો અને તેની પાસેથી નાણાં પણ પડાવી લીધા હતા. આ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને આધારે ઘોઘા રોડ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી વિશ્વદીપસિંહને દબોચી લીધો હતો. આજે પોલીસ કાફલો આરોપીને સાથે રાખીને અકવાડા સ્થિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરીત્યાં પોલીસે આરોપીએ ગુનો કેવી રીતે આચર્યો હતો તેનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ દ્વારા જાહેરમાં કરવામાં આવેલી આ કાર્યવાહીને જોવા માટે લોકોના ટોળાં એકઠા થયા હતા. ગુનેગારોમાં પોલીસનો ડર પેસે અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward