Surendranagar: લીંબડી હાઈવે પરની હોટેલના મેદાનમાં કેમીકલ ચોરીના કરતૂતને પોલીસે ઝડપ્યું
લીંબડી-અમદાવાદ હાઈવે પર કટારીયા ગામના ટોલનાકા નજીક આવેલ યુપી બીહાર ઢાબા હોટલના મેદાનમાં ટેન્કરમાંથી કેમીકલ ચોરીની બાતમી મળતા રાજકોટ રેન્જની ટીમે રેડ કરી હતી. જેમાં ટેન્કરના ચાલક સહિત 2 શખ્સોને રૂપીયા 45.29 લાખની મત્તા સાથે ઝડપી લેવાયા છે. રાજકોટ રેન્જની ટીમના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અજયવીરસિંહ ઝાલા, હીતેશભાઈ જોગરાણા સહિતનાઓને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર પેટ્રોલીંગ દરમીયાન લીંબડીના કટારીયા ગામના ટોલનાકા નજીક આવેલ યુપી બીહાર ઢાબા હોટલના મેદાનમાં કેમીકલ ચોરીની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં હોટલન મેદાનમાં ઉભેલ ટેન્કરમાંથી પીપીમાં નોઝલ વાટે ઓઈલ ભરવામાં આવતુ હતુ. પોલીસે ટેન્કરના ચાલક રાજસ્થાનના માજીદ વાહીદ અલીની પુછપરછ કરતા આ ટેન્કરમાં બેન્જીન નામનું કેમીકલ ભરેલ છે. જે જામનગર રીલાયન્સમાંથી ભરીને ભરૂચ લઈ જતો હતો. ત્યારે ઈકલાખખાન નામના શખ્સે આ હોટલમાં એક 20 લીટરના કેરબામાં કેમીકલના રૂપીયા 1 હજાર મળતા હોવાનું જણાવ્યુ હતુ. જયારે દરોડાના સ્થળે હાજર લીંબડી તાલુકાના અંકેવાળીયાના સાહીલ ફીરોઝભાઈ મુલતાનીની પુછપરછ કરતા હોટલના ભાગીદાર ચુડાના જયરાજસિંહ ભુપતસિંહ રાઠોડ અને જયવીર કાઠીના કહેવાથી તેઓ આ કેમીકલ કાઢતા હતા. પોલીસે કેમીકલ સાથેના ટેન્કર સહિત બન્નેને રૂપીયા 45,29,447ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પાણશીણા પોલીસ મથકે 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ વી.એમ.કોડીયાતર ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward