android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: એસ.ટી. તંત્ર, આરટીઓ અને પોલીસના સહયોગથી સઘન ચેકિંગ ડ્રાઈવ, 88 વાહનો ડીટેઈન, રૂ. 2.43 લાખ દંડ વસૂલ
calendar_today January 2, 2026

Vadodara: એસ.ટી. તંત્ર, આરટીઓ અને પોલીસના સહયોગથી સઘન ચેકિંગ ડ્રાઈવ, 88 વાહનો ડીટેઈન, રૂ. 2.43 લાખ દંડ વસૂલ

વડોદરા એસ.ટી. તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં આરટીઓ અને પોલીસના સહયોગથી સઘન સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરતા કુલ 88 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે 266 વાહનચાલકોને મેમો ફટકારી રૂ. 2,43,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી વડોદરા એસ.ટી. વિભાગની સુરક્ષા શાખા, વડોદરા આરટીઓ તથા પોલીસ દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં સંયુક્ત રીતે આ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 55 વાહનો ડીટેઈન ચેકિંગ દરમિયાન પરમિટનો ભંગ કરી પેસેન્જરોનું ગેરકાયદે વહન કરતા તેમજ અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા 55 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. સાથે જ 154 વાહનચાલકોને મેમો આપી રૂ. 1.78 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 112 વાહનચાલકોને આરટીઓ અને પોલીસ દ્વારા મેમો અપાયો આ ઉપરાંત, એસ.ટી. ડેપો આસપાસ નો પાર્કિંગ ઝોનમાં વાહનો ઉભા રાખનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 33 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે 112 વાહનચાલકોને આરટીઓ અને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યા હતા. નો પાર્કિંગ ઝોનના ભંગ બદલ કુલ રૂ. 65,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ પણ વાંચો----  Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Surendranagarમાં થાનગઢના ખાખરાળીમાં તંત્રનો સપાટો, બિનકાયદેસર કોલસાના કૂવાઓનું પુરાણ શરૂ
calendar_today January 2, 2026

Surendranagarમાં થાનગઢના ખાખરાળીમાં તંત્રનો સપાટો, બિનકાયદેસર કોલસાના કૂવાઓનું પુરાણ શરૂ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલી બિનકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ પર વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. થાનગઢના ખાખરાળી ગામે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર રીતે ખોદાયેલા કોલસાના કૂવાઓ પૂરી દેવાની (પુરાણ) કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવી છે. થાનગઢ વિસ્તારમાં કાર્બોસેલ (કોલસો) કાઢવા માટે ભૂમાફિયાઓ દ્વારા ઉંડા જોખમી કૂવાઓ ખોદવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિ માત્ર સરકારી સંપત્તિની ચોરી જ નથી, પરંતુ જમીન અને પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થઈ રહી હતી.કાર્બોસેલના ખનન કરાયેલા કુવાઓનું પુરાણ કરાયુંઆ ફરિયાદને ધ્યાને લઈ પ્રાંત અધિકારી દ્વારા જાતે સ્થળ પર પહોંચીને જેસીબી અને અન્ય મશીનરીની મદદથી આ કૂવાઓનું પુરાણ શરૂ કરાવાયું છે. તંત્ર દ્વારા તમામ બિનકાયદેસર ખનન કરાયેલા કૂવાઓને એક પછી એક બુરી દેવાની સૂચના આપવામાં આવી છે. આ ઓપરેશનને પગલે ગેરકાયદે ખનન સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પ્રકારના ખુલ્લા કૂવાઓ અકસ્માત અને પશુઓના મૃત્યુનું કારણ પણ બનતા હતા, જેને પગલે આ કાર્યવાહી અત્યંત જરૂરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ઉત્તરાયણ પર્વ પૂર્વે પોલીસ એક્શન મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં 'ફ્લેગ માર્ચ' યોજી સુરક્ષાનો ભરોસો અપાયો
calendar_today January 2, 2026

Patan: ઉત્તરાયણ પર્વ પૂર્વે પોલીસ એક્શન મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં 'ફ્લેગ માર્ચ' યોજી સુરક્ષાનો ભરોસો અપાયો

આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ શહેર પોલીસ અત્યારથી જ સજ્જ બની છે. શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સિટી 'એ' ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ધાડાબિંદુ'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.જે. ભોંયની આગેવાની હેઠળ પોલીસનો મોટો કાફલો રસ્તા પર ઉતર્યો હતો. ખાસ કરીને શહેરના સંવેદનશીલ ગણાતા ખટકીવાડો અને બુકડી સહિતના વિસ્તારોમાં પોલીસે પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ માર્ચ દ્વારા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવવાનો અને સામાન્ય જનતામાં સુરક્ષાનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.તહેવારમાં ખલેલ પહોંચાડનારા સામે લાલ આંખઉત્તરાયણ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો નિર્ભય થઈને પતંગબાજીનો આનંદ માણી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ જવાનોએ સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.ચુસ્ત બંદોબસ્તની તૈયારીઆગામી દિવસોમાં પણ શહેરના મુખ્ય બજારો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનોને તહેવારના દિવસે તૈનાત કરવામાં આવશે જેથી શિસ્તબદ્ધ વાતાવરણ જળવાઈ રહે.આ પણ વાંચો: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે લોકોને રૂ. 2.33 લાખનો મુદ્દામાલ પરત કર્યો

Read Full Story arrow_forward