android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી
calendar_today January 2, 2026

Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક ભવ્ય નિમણૂંક પત્ર એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના હજારો યુવાનોને સરકારી નોકરીની ભેટ મળી છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના પરિવહન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતીના ભાગરૂપે આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કુલ 4,742 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે.મંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમઆ ગરિમામય સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળી ખાસ ઉપસ્થિત રહ્યા છે. મંત્રીઓના હસ્તે પ્રતિકાત્મક રીતે ઉમેદવારોને નિમણૂંક પત્રો સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને નિગમની સેવામાં નિષ્ઠાપૂર્વક જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.આ પણ વાંચો:મંદિરમાં સોનું દાન કરવાના બહાને સોની વેપારી સાથે 13.47 લાખની છેતરપિંડી

Read Full Story arrow_forward
Ambaji: મંત્રીઓના ભાષણ વચ્ચે આચાર્યોની 'ઘોર નિંદ્રા', વીડિયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ
calendar_today January 2, 2026

Ambaji: મંત્રીઓના ભાષણ વચ્ચે આચાર્યોની 'ઘોર નિંદ્રા', વીડિયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ

બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે હાલમાં જ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને ભાવિ પેઢીના ઘડતર અંગે ચર્ચા કરવાનો હતો, પરંતુ આ કાર્યક્રમ કોઈ અન્ય કારણોસર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ શિક્ષણ વિભાગની ગંભીરતા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે.રાજ્ય આચાર્ય સંઘની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી પ્રદુમન વાજા અને કમલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ જ્યારે મંચ પરથી રાજ્યના શિક્ષણ અને આચાર્યોની જવાબદારીઓ વિશે ગંભીર ભાષણ આપી રહ્યા હતા, ત્યારે સભાખંડમાં બેઠેલા કેટલાક આચાર્યો કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક-બે નહીં, પરંતુ 10થી વધુ આચાર્યો આરામથી ખુરશીમાં લળી પડ્યા હતા અને મંત્રીઓના સંબોધનની કોઈ જ અસર તેમના પર થતી નહોતી.સવાલોના ઘેરામાં શિક્ષણના 'ઘડવૈયાઓ'જે આચાર્યોના શિરે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ કરવાની અને તેમને જાગૃત રાખવાની જવાબદારી છે, તેઓ પોતે જ રાજ્ય સ્તરની મહત્વની બેઠકમાં આ રીતે ઘોર નિંદ્રામાં જોવા મળે તે બાબત અત્યંત આઘાતજનક છે. આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા અને શિક્ષણ જગતમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.આ પણ વાંચો: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી

Read Full Story arrow_forward
Surat News: 5 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
calendar_today January 2, 2026

Surat News: 5 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા

સુરત શહેરમાં નશાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જે કારણે નશાખોરી ડામવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સૂચના અનુસાર સુરત પોલીસ દ્વારા સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે. આવામાં સુરત શહેરમાંથી 5 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે. આ ગાંજા સાથે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.છેલ્લા 3 મહિનાથી આરોપીઓ કરતા હતા ગાંજાનું વેચાણ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાંથી 5 કિલો ગાંજા સાથે મોહમદ નસીર અને મોહમદ નુરહુસેન નામના બે આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓ છેલ્લા 3 મહિનાથી આરોપીઓ ગાંજાનું વેચાણ કરતા હતા. તેઓ નેપાળ બોર્ડરથી ગાંજો લાવી સુરતમાં વેચાણ કરતા હતા. પોલીસ દ્વારા કુલ 2.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉધના પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના પોલીસ દ્વારા 5 કિલો 10 ગ્રામ ગાંજા સાથે મોહમદ નસીર અહેમદ અને મોહમદ નુરહુશેન મોહમદ અહેમદની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે રૂપિયા 2.50 લાખનો ગાંજો, મોબાઈલ, રોકડા રૂપિયા અને સ્કૂટર ગાડી મળી કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Suratના વેસુમાં રફતારનો કહેર: નબીરાઓની રેસમાં નિર્દોષ પરિવાર હોમાયો

Read Full Story arrow_forward