android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indiaમાં બુલેટ ટ્રેનનો યુગ: 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે પહેલો સફર
calendar_today January 2, 2026

Indiaમાં બુલેટ ટ્રેનનો યુગ: 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે પહેલો સફર

ભારતીય રેલ્વે જે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે, તે હવે એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. નવા વર્ષના અવસરે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેનને લઈને મહત્વની જાહેરાત કરી છે. ભારતની પ્રથમ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027 સુધીમાં પાટા પર દોડતી જોવા મળશે.કયા શહેરો વચ્ચે દોડશે પ્રથમ બુલેટ ટ્રેન? રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સેવાની શરૂઆત તબક્કાવાર કરવામાં આવશે. પ્રથમ તબક્કો: શરૂઆતમાં આ ટ્રેન ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે. બીજો તબક્કો: ત્યારબાદ વાપીથી સુરત સુધીનો સેક્શન ખોલવામાં આવશે. અંતિમ લક્ષ્ય: ક્રમશઃ થાણે-અમદાવાદ સેક્શન ઉમેરાશે અને છેલ્લે મુંબઈથી અમદાવાદ સુધીનો આખો હાઈ-સ્પીડ કોરિડોર કાર્યરત થશે. કેટલું હશે ટિકિટનું ભાડું? બુલેટ ટ્રેનના ભાડાને લઈને સામાન્ય જનતામાં ભારે ઉત્સુકતા છે. જોકે સત્તાવાર દર હજુ જાહેર થયા નથી, પરંતુ પ્રારંભિક અંદાજો મુજબ; મુંબઈથી અમદાવાદ સુધીની મુસાફરીનું ભાડું ₹3,000 થી ₹5,000 ની વચ્ચે હોઈ શકે છે. સરકારનો પ્રયાસ છે કે ભાડું મધ્યમ વર્ગની પહોંચમાં રહે અને હવાઈ મુસાફરી કરતા સસ્તું હોય. સમયની બચત અને લક્ઝરી સુવિધાઓને ધ્યાને રાખીને ભાડાનું માળખું એ રીતે નક્કી કરવામાં આવશે કે મુસાફરોના ખિસ્સા પર વધુ ભાર ન પડે. રેલવે મંત્રીનો આશાવાદ અશ્વિની વૈષ્ણવે હળવાશથી લોકોને તૈયારી કરી લેવા જણાવ્યું છે કારણ કે બુલેટ ટ્રેન હવે દૂર નથી. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય જ નહીં ઘટાડે, પરંતુ બે મોટા રાજ્યો (ગુજરાત અને મહારાષ્ટ્ર) વચ્ચેના આર્થિક જોડાણને પણ નવી ગતિ આપશે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot: જસદણમાં સંદેશ ન્યૂના અહેવાલની ધારદાર અસર, રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી નબળી જણાતા તંત્ર આવ્યું હરકતમાં
calendar_today January 2, 2026

Rajkot: જસદણમાં સંદેશ ન્યૂના અહેવાલની ધારદાર અસર, રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી નબળી જણાતા તંત્ર આવ્યું હરકતમાં

જસદણ શહેરમાં રિવરફ્રન્ટના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને લોલમલોલ કામગીરી સામે સંદેશ ન્યૂઝ દ્વારા જે સત્ય બહાર લાવવામાં આવ્યુ હતુ. તેની આજે ધારાર અસર જોવા મળી છે. જસદણ નગરપાલિકા દ્વારા આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થઇ રહેલા આ પ્રોજેક્ટમાં અત્યંત નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાની ફરિયાદ બાદ જ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી હાલ બંધ કરી દેવામાં આવી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરતતમાં આવ્યું સમગ્ર મામલો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હરકતમાં આવતા નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેને રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી. ચેરમેને જ્યારે બાંધકામની ગુણવત્તા ચકાસી ત્યારે લોટ-પાણીને લાકડા જેવી સ્થિતિ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. લોકોની સુખાકારી માટે બની રહેલા આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હતી, જેનો પર્દાફાશ થતા ચેરમેને જાહેરમાં જ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. ગુણવત્તામાં નબળાઇ આવતા કામ બંધ કરાયું સામાન્ય રીતે સરકારી કામોમાં પેચવર્ક કરીને મામલો થાળે પાડવામાં આવતો હોય છે, પરંતુ આ કિસ્સામાં સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. ચેરમેને આદેશ આપ્યો છે કે અત્યાર સુધી કરવામાં આવેલું નબળું કામ સંપૂર્ણપણે ખોદીને ફરીથી નવેસરથી બનાવવામાં આવશે. કોન્ટ્રાક્ટરને કડક સૂચના અપાઈ છે કે જો ગુણવત્તામાં સહેજ પણ બાંધછોડ થશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. આ પણ વાંચોઃ Suratમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો વિવાદ શમ્યો, માતા પિતા વચ્ચે મનમેળ થતા કેસ પાછો ખેંચાયો

Read Full Story arrow_forward
Vadodara: મુખ્ય જંક્શન પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી વધુ તેજ બની, ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ
calendar_today January 2, 2026

Vadodara: મુખ્ય જંક્શન પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી વધુ તેજ બની, ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ

વડોદરા જ નહિ ગુજરાત માં ટ્રાફિક ની સમસ્યા એક પડકાર બની છે. ત્યારે વડોદરામાં મુખ્ય જંક્શન પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી વધુ તેજ બની છે30 લાખ ની અંદાજિત વસ્તી ની સામે 15 લાખ થી વધુ વાહનો વડોદરા ની 30 લાખ ની અંદાજિત વસ્તી ની સામે 15 લાખ થી વધુ વાહનો હશે.અને જેમ વસ્તી વધે વેપાર વધે તેમ વાહનો ની સંખ્યા પણ વધતી જતી રહે છે. ત્યારે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ સામે આ સમસ્યા કેવી રીતે હલ કરવી તે પડકાર બનતું હોય છે. ટ્રાફિક પોલીસ ફરી એકવાર સ્પ્રિંગ પોસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે  સાથે જ હાલમાં રાજ્ય સહિત વડોદરામાં પણ રોડ અકસ્માત વધી રહ્યા છે અને ઉપરથી ટ્રાફિક જામ. જેને લઈને વડોદરા ટ્રાફિક પોલીસ ફરી એકવાર સ્પ્રિંગ પોસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કારણ કે પીક અવર્સ વગર પણ જ્યાં ટ્રાફિક રહેતો હોય ત્યાં ડાબી કે જમણી બાજુ વળવા જો અલાયદી વ્યવસ્થા ન હોય તો સિંગ્નલ ખુલતા વાહનચાલકો અટવાઈ જતા ટ્રાફિક જામ થઇ જતો હોય છે વાહન ચાલકો અગાઉ થી પોતાની લેન નક્કી કરી નીકળી જાય તેથી જો આવા સ્પ્રિંગ પોસ્ટ હોય તો વાહન ચાલકો અગાઉ થી પોતાની લેન નક્કી કરી નીકળી જાય જેથી ટ્રાફિક સમસ્યા 50 ટકા હળવી થઇ જાય છે. ગત વર્ષે પોલીસે શહેરમાં 72 જેટલાં અનધિકૃત ડિવાઈડર કટ કર્યા જેથી અકસ્માત ન થાય ત્યારે હવે આ સ્પ્રિંગ પોસ્ટ મોટે ભાગે મુખ્ય જંક્શન પર કાર્યરત થઇ જશે તેવું ટ્રાફિક ડીસીપી ઋષિકેશ ઉપાધ્યાય નું કહેવું છે. આ વિસ્તારોમાં સ્પ્રિંગ પોસ્ટ કાર્યરત હાલ અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા, કારેલીબાગ વુડા સર્કલ,સોમા તળાવ ચાર રસ્તા,કાલાઘોડા ચાર રસ્તા તેમજ નર્સિંગ હોમ અને નરહરી સર્કલ ખાતે સ્પ્રિંગ પોસ્ટ કાર્યરત છે. આ પણ વાંચો----    Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ 

Read Full Story arrow_forward