android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS Summit 2026 Delhi Live: ભારત આવવા રવાના થયા શી જિનપિંગ.. દિલ્હીમાં આજે ભારતનો દેખાશે દમ
calendar_today September 12, 2026

BRICS Summit 2026 Delhi Live: ભારત આવવા રવાના થયા શી જિનપિંગ.. દિલ્હીમાં આજે ભારતનો દેખાશે દમ

નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ 2026નું આયોજન થઈ રહ્યું છે, જેના કારણે રાજધાનીમાં વિદેશી મહાનુભાવો એકત્રિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વભરના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત પહોંચવાના છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગ તેમજ સમિટમાં ભાગ લઈ રહેલા અન્ય તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે.રામાફોસાની અદાણી સાથે મુલાકાતBRICS સમિટમાં ભાગ લેવા ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શનિવારે દિલ્હીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુલાકાત 18મી BRICS સમિટ દરમિયાન યોજાયેલા 'સાઉથ આફ્રિકા બિઝનેસ ડાયલોગ'નો એક ભાગ હતી. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. દિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટને લઈને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ અને આસપાસના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રિત અને ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસના ટ્રાફિક એડવાઇઝરી મેપમાં સેન્ટ્રલ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્જન પોઈન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે તૈયાર કરી મીડિયા કીટમાં શું શું ? BRICS INDIA 2026 બિહારના દેશી 'સત્તુ'થી લઈને કોરાપુટની પહાડીઓમાં ઉગાડવામાં આવતી કોફી અને ગુજરાતની ઝીણવટભરી હસ્તકલા સુધીની ભારતની સમૃદ્ધ ખાદ્ય-પરંપરાઓ, સ્થાનિક ઉત્પાદનો અને કારીગરી કૌશલ્યોને દિલ્હીમાં યોજાનારી ૧૮મી બ્રિક્સ (BRICS) સમિટમાં ઉચ્ચ સ્તરીય રાજદ્વારી પ્રવૃત્તિઓની સાથે સ્થાન મળી રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તૈયાર કરવામાં આવેલી મીડિયા કિટ છે. જે 13-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમિટ પૂર્વે ભારત અને વિશ્વભરના પત્રકારોને ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય કરાવે છે. પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે 5.45 કલાકે મુલાકાતભારતની યજમાનીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બપોરે 12.25 કલાકે દિલ્હી પહોંચશે. આ મુલાકાત દરમિયાન, શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ અગાઉ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને આફ્રિકન દેશ નાઈજીરિયાના અન્ય કેટલાક મહેમાનો પણ ભારત આવી પહોંચ્યા હતા.ભારતના સંબંધો પર ચીનનું નિવેદન ભારતના સંબંધો પર ચીનનું નિવેદન સામે આવ્યું છે. ચીને વાતચીત વધારવા પર જોર આપ્યુ છ. મતભેદ ઉકેલવા પર કામ કરવું પડશે. સંચાર સહયોગ વધારવાનો પ્રયાસ થશે. 

Read Full Story arrow_forward
VPDO ભરતી કૌભાંડ: PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
calendar_today September 12, 2026

VPDO ભરતી કૌભાંડ: PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

ED એ ૨૦૧૬ના ગ્રામ પંચાયત વિકાસ અધિકારી (VPDO) પરીક્ષા કૌભાંડમાં દેહરાદૂન સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના પીએ (PA) ચંદન સિંહ જીનાનું ઘર પણ સામેલ હતું. તપાસ દરમિયાન ED ને ₹૩૨ લાખની બિનહિસાબી રોકડ, આશરે ૨૦૦.૫ ગ્રામ સોનું અને ૧૨ લક્ઝરી ઘડિયાળો મળી આવી હતી. ઉપરાંત, એજન્સીએ જીના અને તેમના પરિવારના બેંક ખાતાઓમાં ₹૫૨.૧ લાખ પણ ફ્રીઝ કર્યા છે અને તેમનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે જપ્ત કર્યો છે.હરીશ રાવતની સફાઈ અને પદ પરથી રાજીનામુંદરોડા બાદ હરીશ રાવતે જણાવ્યું હતું કે તેમના સહયોગી પર લાગેલા આરોપો જો સાબિત થશે તો તે શરમજનક બાબત હશે, પરંતુ તેઓ હાલ આ આરોપોને માનતા નથી. તેમણે આ કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવતા આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીનું વાતાવરણ ખરાબ કરવા માટે આ રમત રમાઈ રહી છે. પાર્ટીની વિશ્વસનીયતા જાળવવા માટે તેમણે રાજ્ય કારોબારી અને કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.ભરતી કૌભાંડ પર સ્પષ્ટતા અને ભૂતકાળના નિર્ણયોપોતાના કાર્યકાળને યાદ કરતા રાવતે જણાવ્યું કે તેમના સમયે ૪૨,૦૦૦ થી વધુ સરકારી ભરતીઓ થઈ હતી. ભરતી પંચ (UKSSSC) ના તત્કાલીન અધ્યક્ષની નિમણૂક અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુવન ચંદ્ર ખંડુરીની સલાહ અને યોગ્યતાના આધારે જ નિમણૂક કરાઈ હતી. જોકે, ફરિયાદો મળતા જ તે અધિકારીને હોદ્દા પરથી હટાવી દેવાયા હતા. રાવતે અજાણતાં થયેલી કોઈપણ ભૂલ માટે યુવાનો અને રાજ્યના લોકોની માફી પણ માંગી હતી.OMR શીટ્સમાં ગેરરીતિ અને તપાસનો દાયરોED ની તપાસ અનુસાર, ૨૦૧૬ની પરીક્ષામાં OMR શીટ્સ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. UKSSSC ના અધિકારીઓ અને કમ્પ્યુટર એજન્સીના માલિકોની મિલીભગતથી ખાનગી વ્યક્તિઓને ઉત્તરપત્રોમાં ફેરફાર કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. હાલ એજન્સી આ કેસમાં મોટા પાયે થયેલા રોકડ વ્યવહારો અને નાણાંના સ્ત્રોત અંગે ઝીણવટભરી તપાસ કરી રહી છે.હરીશ રાવતનો ખુલ્લો પડકારપોતાના ભાષણના અંતે હરીશ રાવતે ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે જો કોઈની પાસે ભરતી પ્રક્રિયામાં તેમની સીધી દખલગીરીના પુરાવા હોય, તો તેણે તે CBI, ED અથવા પોલીસને સોંપી દેવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે જો કાયદાકીય તપાસમાં તેમની કોઈ ભૂલ સાબિત થશે, તો તેઓ કોઈપણ સજા ભોગવવા તૈયાર છે.આ પણ વાંચો : Delhi : પાડોશી મહિલા પર ગોળીબાર બાદ યુવકે પોતાની જાતને ગોળી મારી, સનસનાટીભર્યો બનાવ

Read Full Story arrow_forward
શ્રીનગરમાં કુદરત સોળ કળાએ ખીલી ઉઠી
calendar_today September 12, 2026

શ્રીનગરમાં કુદરત સોળ કળાએ ખીલી ઉઠી

અનુકૂળ હવામાનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ શ્રીનગર પહોંચી રહ્યા છે.

Read Full Story arrow_forward