android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : ફોન પર આવેલું વેડિંગ કાર્ડ ખોલતાં જ અચાનક શું થયું? પોલીસ કોન્સ્ટેબલ સાથે કઈ રીતે થઈ મોટી ઠગાઈ?
calendar_today September 12, 2026

Surat News : ફોન પર આવેલું વેડિંગ કાર્ડ ખોલતાં જ અચાનક શું થયું? પોલીસ કોન્સ્ટેબલ સાથે કઈ રીતે થઈ મોટી ઠગાઈ?

સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે હવે સાયબર માફિયાઓથી પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષિત રહ્યા નથી. સુરતમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ જ સાયબર ઠગોની જાળમાં ફસાઈને ઠગાઈનો ભોગ બન્યા છે. પોલીસકર્મી જ સાયબર ફ્રોડમાં ફસાવવાને કારણે સુરત પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.વેડિંગ કાર્ડની APK ફાઇલ ડાઉનલોડ કરતાં રૂ.1 લાખ ગાયબઆ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, પોલીસ કોન્સ્ટેબલના મોબાઈલ પર લગ્નની પત્રિકા (વેડિંગ કાર્ડ) નામે એક ફાઇલ અથવા લિંક મોકલવામાં આવી હતી. આ ફાઇલ વાસ્તવમાં એક જોખમી APK (Android Package) ફાઇલ હતી. જેવી કોન્સ્ટેબલે લગ્નનું કાર્ડ સમજીને તે ફાઇલ ડાઉનલોડ કરી, કે તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને હેકર્સે તેમના બેંક ખાતામાંથી તબક્કાવાર રૂપિયા 1 લાખની રકમ ગાયબ કરી દીધી હતી.સચિન પોલીસ મથકે ફરિયાદ અને સાયબર સેલની તપાસપોતાના બેંક એકાઉન્ટમાંથી અચાનક નાણાં કપાઈ જતાં જ કોન્સ્ટેબલને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર પોલીસ કોન્સ્ટેબલે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સાયબર સેલની મદદથી બેંક ટ્રાન્ઝેક્શન અને શંકાસ્પદ ફાઇલ મોકલનાર નંબરના આધારે આરોપીઓનું સુરાગ મેળવવાની કામગીરી શરૂ કરી છે.આ પણ વાંચો : Junagadh News : કેશોદની જાણીતી હોટલમાં ઓર્ડર કરેલા સિઝલરમાં એવું તે શું નીકળ્યું કે ગ્રાહકનો પિત્તો ગયો?

Read Full Story arrow_forward
Rajkot Water Crisis: ભર ચોમાસે તરસ્યું રહેશે રાજકોટ? ડેમોમાં માત્ર 1 મહિનાનું પાણી બચ્યું
calendar_today September 12, 2026

Rajkot Water Crisis: ભર ચોમાસે તરસ્યું રહેશે રાજકોટ? ડેમોમાં માત્ર 1 મહિનાનું પાણી બચ્યું

ચાલુ વર્ષે ચોમાસાના નબળા વરસાદ અને વરસાદની લાંબી ખેંચના કારણે રાજકોટ શહેર પર પીવાના પાણીનું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી પૂરતો વરસાદ ન થવાને કારણે જળાશયોમાં પાણીની આવક નહિવત રહી છે. હાલની સ્થિતિએ શહેરની તરસ છિપાવતા મુખ્ય ડેમોમાં માત્ર 1 મહિનો ચાલે તેટલો જ પીવાના પાણીનો જથ્થો શિલક બચ્યો છે, જેને પગલે આવનારા દિવસોમાં પાણી કાપ કે મોટી કટોકટી સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.દૈનિક 47 કરોડ લિટર પાણીની જંગી માગરાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તી સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ખૂણે-ખૂણા સુધી પાણી પહોંચાડવા માટે રોજનું 47 કરોડ લીટર પીવાનું પાણી વિતરીત કરવામાં આવે છે. વરસાદ ન થવાના કારણે સ્થાનિક સ્રોતો તળિયાઝાટક થઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં નવા પાણીની આવક નહીં થાય તો દૈનિક 47 કરોડ લીટર પાણીનો પુરવઠો જાળવી રાખવો સ્થાનિક તંત્ર માટે ભારે પડકારજનક બની રહેશે.સૌની યોજના દ્વારા નર્મદા નીર ઠાલવવા રજૂઆતરાજકોટ શહેરને જળ સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાકીદની રજૂઆત કરવામાં આવી છે. મેયર ડો. નેહલ શુકલ દ્વારા પાણી પુરવઠા વિભાગને પત્ર લખીને સૌની (SAUNI) યોજનાના માધ્યમથી રાજકોટના મુખ્ય ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગ કરવામાં આવી છે, જેથી શહેરીજનોને પીવાના પાણીની કોઈ હાલાકી ભોગવવી ન પડે.આગામી ચોમાસા સુધી 4000 MCFT પાણીની માંગણીસ્થાનિક ડેમોની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોક્કસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી ચોમાસા સુધી શહેરમાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા અવિરતપણે જાળવી શકાય તે માટે સરકાર સમક્ષ સૌની યોજના હેઠળ કુલ 4000 MCFT પાણીના જથ્થાની ફાળવણી કરવાની સ્પષ્ટ માંગણી મૂકવામાં આવી છે.આ પણ વાંચો: Rajkot ત્રિપલ સુસાઈડ કેસમાં મોટો વળાંક, વ્યાજખોર સંદીપ લખતરીયા સામે અંતે ગુનો દાખલ

Read Full Story arrow_forward
Bhavnagar lattha kand: ઝેરી દારૂ પીવાથી વધુ એક મોતનો ખુલાસો, બે આરોપી સામે નોંધાયો હત્યાનો ગુનો
calendar_today September 12, 2026

Bhavnagar lattha kand: ઝેરી દારૂ પીવાથી વધુ એક મોતનો ખુલાસો, બે આરોપી સામે નોંધાયો હત્યાનો ગુનો

ભાવનગર શહેરમાં ઝેરી દારૂના લીધે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અઠવાડિયા અગાઉ દારૂ પીધા બાદ રિક્ષાચાલક ભાવેશ વિસાણીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મામલે FSL અને વિસેરા રિપોર્ટ સામે આવતા સ્પષ્ટ થયું છે કે, ભાવેશનું મોત કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે જ થયું હતું. રિપોર્ટના આધારે ઘોઘારોડ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જાણ હોવા છતાં પીવડાવ્યો ઝેરી દારૂતપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી સંજય અને મુકેશ પટેલ નામના શખ્સો પાસે 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની નકલી અને ઝેરી દારૂની બોટલ હતી. સંજયે પોતે પણ આ નકલી દારૂ પીધો હતો અને અગાઉ હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. આ ઝેરી દારૂ પીવાથી 14 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે, તે વાતની પૂરેપૂરી જાણ હોવા છતાં, આ બંને આરોપીઓએ ભાવેશભાઈને એક અઠવાડિયા પહેલાં તે જ જીવલેણ ઝેરી દારૂ પીવડાવ્યો હતો.પોલીસે દાખલ કર્યો હત્યાનો ગુનોપોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સંજય અને મુકેશ પટેલ સામે ગુનાહિત માનવવધ નહીં પણ સીધો હત્યાનો ગુનો (IPC/BNS હેઠળ) નોંધ્યો છે. જાણકા હોવા છતાં કોઈને ઝેર સમાન દારૂ આપવો એ ગંભીર અપરાધ બનતો હોવાથી ઘોઘારોડ પોલીસે કડક વલણ અપનાવ્યું છે.આરોપીઓની શોધખોળ તેજબનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. આ લઠ્ઠાકાંડમાં નકલી બોટલો ક્યાંથી આવી અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ પણ વાંચો: Bhavnagar-સોમનાથ હાઇવે પર કન્ટેનર અને બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત

Read Full Story arrow_forward