android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Brics Summit : પુતિને બ્રિક્સના મંચ પરથી ભારતીય કંપની મહિન્દ્રાની કરી પ્રશંસા, જાણો શું કહ્યું ?
calendar_today September 12, 2026

Brics Summit : પુતિને બ્રિક્સના મંચ પરથી ભારતીય કંપની મહિન્દ્રાની કરી પ્રશંસા, જાણો શું કહ્યું ?

નવી દિલ્હીમાં ચાલી રહેલી BRICS સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય ઉદ્યોગના વખાણ કરતા મહિન્દ્રાનો ઉલ્લેખ કર્યો છે. પુતિને મહિન્દ્રાને બ્રિક્સ દેશોની વધતી જતી બિઝનેસ તાકાત અને સફળતાનું સફળ ઉદાહરણ ગણાવ્યું છે.BRICS પર 'મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા'ના વખાણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ (BRICS) મંચ પરથી ભારતીય કંપની 'મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા'ના વખાણ કર્યા હતા. પશ્ચિમી દેશોને સંદેશ આપતા તેમણે જણાવ્યું હતું કે બ્રિક્સની કંપનીઓ પણ વૈશ્વિક બજારમાં મુખ્ય ખેલાડીઓ તરીકે ઉભરી આવી છે અને પશ્ચિમી કંપનીઓ સમકક્ષ ક્ષમતાઓ ધરાવે છે. તેમણે સહયોગ માટે NDB મોડેલ અપનાવવાની પણ હિમાયત કરી હતી.બ્રિક્સમાં પુતિને શું કહ્યું ? પુતિને માત્ર મહિન્દ્રાના વખાણ કર્યા જ નહીં પરંતુ BRICS દેશોમાં રોકાણ વધારવા માટે એક નવા રોકાણ પ્લેટફોર્મનો પ્રસ્તાવ પણ મૂક્યો. તેનો સીધો ઉદ્દેશ ખાનગી ક્ષેત્રના રોકાણને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજીમાં લાવવાનો છે.મહિન્દ્રાના કર્યા વખાણ પુતિને બ્રિક્સ પ્લેટફોર્મ પરથી મહિન્દ્રાના ખૂબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે બ્રિક્સ દેશોમાં એવી કંપનીઓ છે જે તેમના સ્થાનિક બજારમાંથી ઉભરી રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહી છે. તેમણે કહ્યું કે બ્રિક્સની તાકાત માત્ર સરકાર કે મોટી સરકારી સંસ્થાઓ સુધી સીમિત નથી, પરંતુ ખાનગી કંપનીઓ પણ વૈશ્વિક બિઝનેસમાં પોતાનું સ્થાન બનાવી રહી છે.પુતિને મહિન્દ્રાને BRICS (બ્રિક્સ) જૂથની કોર્પોરેટ સફળતાની ગાથા તરીકે ટાંકીને જણાવ્યું હતું કે IT અને AI જેવા ક્ષેત્રોમાં કંપનીના યોગદાને જૂથના અન્ય દેશોને નોંધપાત્ર રીતે મદદ કરી છે. તેમણે ચીનની હુઆવેઈ (Huawei), બ્રાઝિલની એમ્બ્રેયર (Embraer), UAEની TPO અને રશિયાની રોસાટોમ (Rosatom) નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે BRICS દેશોમાં આ કંપનીઓની સફળતા એ જૂથના વિશાળ સ્થાનિક બજારો, ઝડપી શહેરીકરણ અને વધતી જતી તકનીકી ક્ષમતાઓનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.મહિન્દ્રાનું નામ કેમ આવ્યું?મહિન્દ્રા ભારતનું એક મોટું બિઝનેસ ગ્રુપ છે. તેનો વ્યવસાય ઓટોમોબાઈલથી લઈને ટેકનોલોજી અને ફાઈનાન્સ સુધીનો છે. કંપનીની આંતરરાષ્ટ્રીય હાજરી પણ છે. આવી સ્થિતિમાં બ્રિક્સ જેવા પ્લેટફોર્મ પર મહિન્દ્રાનો ઉલ્લેખ ભારતની કોર્પોરેટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા દર્શાવે છે.બ્રિક્સ માટે રોકાણ ફોરમ શા માટે?પુતિને બ્રિક્સ દેશો માટે નવા રોકાણ પ્લેટફોર્મનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી ખાનગી ક્ષેત્રને એવા ક્ષેત્રોમાં નાણાંનું રોકાણ કરવા પ્રોત્સાહિત થશે જ્યાં ભવિષ્યમાં મોટા રોકાણની જરૂર પડશે. તેમાં મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો બ્રિક્સ દેશો ઇચ્છે છે કે સભ્ય દેશોની કંપનીઓ એકબીજાના બજારોમાં વધુ રોકાણ કરે અને નવા વેપારની તકો ઊભી થવી જોઈએ.આ પણ વાંચો: BRICS Summit 2026 Delhi Live: ઇથોપિયાના PMને મળ્યા PM Modi, હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક

Read Full Story arrow_forward
Delhiથી ચીન જવું હવે સહેલું...! 6 વર્ષ બાદ ફરી ગુઆંગઝૂ-દિલ્હીની ફ્લાઇટ સેવા શરૂ
calendar_today September 12, 2026

Delhiથી ચીન જવું હવે સહેલું...! 6 વર્ષ બાદ ફરી ગુઆંગઝૂ-દિલ્હીની ફ્લાઇટ સેવા શરૂ

ભારત અને ચીન વચ્ચે હવાઈ સંપર્ક પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને મોટો વેગ મળ્યો છે. બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત દરમિયાન 'ચાઇના સદર્ન એરલાઇન્સે' 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝૂ અને નવી દિલ્હી વચ્ચે નિયમિત સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. લગભગ છ વર્ષ બાદ ફરી શરૂ થતી આ સેવાને બંને દેશો વચ્ચે મુસાફરી, વેપાર અને લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. તાજેતરના મહિનાઓમાં ભારત અને ચીન વચ્ચે અન્ય ઘણા હવાઈ માર્ગો પણ ફરી શરૂ કરવામાં આવ્યા છે.21 સપ્ટેમ્બરથી સીધી સેવા શરૂ થશે'ચાઇના સદર્ન એરલાઇન્સે' શનિવારે જાહેરાત કરી હતી કે તે 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝૂ-નવી દિલ્હી રૂટ પર નિયમિત પેસેન્જર ફ્લાઇટ સેવા ફરી શરૂ કરશે. એરલાઇનના જણાવ્યા અનુસાર, છ વર્ષના અંતરાલ બાદ ભારતમાં તેની સેવાઓનું આ પુનરાગમન છે. સેવા ફરી શરૂ થયા પછી એરલાઇન દક્ષિણ એશિયામાં તેના આઠ રાઉન્ડ-ટ્રિપ રૂટ પર સાપ્તાહિક 100થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. આ પગલાને ભારત અને ચીન વચ્ચે વધતા સંપર્ક અને વિસ્તૃત મુસાફરી સુવિધાઓના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. હવાઈ સંપર્ક વધારવાનો નિર્ણય આર્થિક, વ્યાપારી અને પ્રવાસન સંબંધોને નવી ગતિ આપી શકે છે.બ્રિક્સ સમિટ દરમિયાન લેવાયેલો નિર્ણયઆ જાહેરાત બ્રિક્સ સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નવી દિલ્હી આગમન સાથે સુસંગત છે. સમિટ દરમિયાન તેમની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાવાની છે.ધીમે ધીમે ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ રહી છેમળતી માહિતી અનુસાર, 'એર ચાઇના'એ એપ્રિલમાં બેઇજિંગ અને નવી દિલ્હી વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ કરી હતી. તે પહેલાં 'ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સે' કુનમિંગ અને કોલકાતા વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી હતી. 30 માર્ચે 'ઇન્ડિગો' (IndiGo) એ કોલકાતા અને શાંઘાઈ વચ્ચે તેની પ્રથમ દૈનિક નોન-સ્ટોપ સેવા શરૂ કરી હતી. આ ઉપરાંત કોલકાતા અને ગુઆંગઝૂ તેમજ દિલ્હી અને ચીનને જોડતી ફ્લાઇટ સેવાઓનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે.સંબંધો સુધરવાના સંકેતોભારતના વિદેશ મંત્રાલયે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની પુષ્ટિ કરી છે. મર્યાદિત સંપર્કના લાંબા સમયગાળા બાદ, બંને દેશો વચ્ચે મુસાફરી અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. હવાઈ સંપર્ક પુનઃસ્થાપિત થવાથી વિદ્યાર્થીઓ, વેપારીઓ અને પ્રવાસીઓ એમ સૌને સીધો લાભ થવાની અપેક્ષા છે. BRICS ફોરમમાં 'ગ્લોબલ સાઉથ' પર ધ્યાનદરમિયાન, BRICS સમિટમાં ભાગ લેવા માટે આવેલા રાષ્ટ્રપતિ શી જિનપિંગ 'ગ્લોબલ સાઉથ'ના દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા, આર્થિક ભાગીદારી મજબૂત કરવા અને બહુપક્ષીય સંસ્થાઓમાં વિકાસશીલ દેશોની ભૂમિકા વધારવાના ઉદ્દેશ્ય સાથેના પ્રસ્તાવો રજૂ કરે તેવી અપેક્ષા છે.આ પણ વાંચો: BRICS Summit Delhi: દિલ્હીમાં આજે દિગ્ગજોનો જમાવડો, ભારતનો દેખાશે દમ, જાણો આજે શું શું થશે ?

Read Full Story arrow_forward
Gujarat Rain Update Live: રાજ્યમાં ઠેર ઠેર મેઘમહેર, આ જિલ્લામાં નોંધાયો વરસાદ
calendar_today September 12, 2026

Gujarat Rain Update Live: રાજ્યમાં ઠેર ઠેર મેઘમહેર, આ જિલ્લામાં નોંધાયો વરસાદ

Gujarat Rain Update Live: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે કારણે લો પ્રેશર સર્જાતાં આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ વચ્ચે આજે ઘણા જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતો તથા સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, વાઘોડિયામાં વરસાદ શરૂ થયોવડોદરા જિલ્લાના વાઘોડિયામાં મેઘ મહેર જોવા મળી રહી છે. વાઘોડિયામાં વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અસહ્ય બફારા ઉકળાટ થી લોકોને રાહત મળી છે. વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.દાહોદ જિલ્લામાં વરસાદી માહોલદાહોદ શહેર અને ગ્રામ્ય સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે પવનના સુસવાડા સાથે ધોધમાર વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહ્યો છે. દાહોદ લીમખેડા દેવગઢબારિયા ધાનપુર સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદથી પાકને જીવનદાન મળી શકે છે.લીમખેડામાં 4 MM દાહોદમાં 4 MM દેવગઢમાં બારીયા 3 MM ધાનપુરમાં 2 MM  ભરૂચ-અંકલેશ્વરમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલભરૂચમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. ભરૂચ અને અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. લગભગ 35 દિવસ બાદ મેઘરાજાનું આગમન થતા વતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે આજથી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણઅમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. આ વચ્ચે પાલડી, જમાલપુર ઝરમર સમાન્ય વરસાદી છાટા પડી રહ્યા છે. અરવલ્લીમાં વાતાવરણમાં પલટો, વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ટીંટોઈ, જીવનપુર, બામણવાડ સહિતના વિસ્તારોમાં પલટો આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણ પલટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સારો વરસાદ વરસશે તો મગફળી.કપાસના પાકને નવું જીવનદાન મળશે. કેટલાય સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં આખરે થઈ મેઘ મહેર, રાત્રિ દરમિયાન ખેતીલાયક વરસાદથી ખેડૂતોને મોટી રાહતનર્મદા જિલ્લામાં લાંબા સમયની આતુરતા બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. ચોમાસાની સિઝન હોવા છતાં વરસાદ ખેંચાવાના કારણે સ્થાનિક ખેડૂતો ભારે ચિંતા અને કપરી સ્થિતિમાં મુકાયા હતા. દરમિયાન રાત્રિના સમયે જિલ્લામાં, ખાસ કરીને કેવડિયા અને ગરુડેશ્વર વિસ્તારમાં, ધીમી ધારે ખેતીલાયક વરસાદ શરૂ થતાં પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ વરસાદથી સુકાઈ રહેલા પાકને જીવનદાન મળવાની આશા બંધાતા ખેડૂતોને મોટી રાહત મળી છે, સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિક લોકોને પણ ગરમી અને ઉકાળામાંથી મુક્તિ મળી છે.આ પણ વાંચો: Gujarat Latest News Live: આજે રાજ્યમાં 22 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, વાંચો દિવસભર પળેપળેની અપડેટ

Read Full Story arrow_forward