android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS Summit 2026 Delhi Live: દિલ્હી પહોંચીને ખુશી થઇ, ચીનના વિદેશમંત્રાલયે કર્યુ ટ્વિટ
calendar_today September 12, 2026

BRICS Summit 2026 Delhi Live: દિલ્હી પહોંચીને ખુશી થઇ, ચીનના વિદેશમંત્રાલયે કર્યુ ટ્વિટ

નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ 2026નું આયોજન થઈ રહ્યું છે, જેના કારણે રાજધાનીમાં વિદેશી મહાનુભાવો એકત્રિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વભરના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત આવી ગયા છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગ તેમજ સમિટમાં ભાગ લઈ રહેલા અન્ય તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે.પાલમ એરપોર્ટ પર જિનપિંગનું કરાયું સ્વાગત પાલમ એરપોર્ટ પર શી જિનપિંગનું સ્વાગત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યુ છે. સાંજે 5.45 કલાકે તેઓ પીએમ મોદી સાથે દ્વીપક્ષીયય વાતો કરશે.  દિલ્હીમાં લેન્ડ થયુ શી જિનપિંગનું વિમાનચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીમાં તેમનું પ્લેન લેન્ડ થયુ છે.  7 વર્ષ બાદ તેઓ ભારત આવ્યા છે. ભારત મંડપમમાં દુનિયાના દિગ્ગજો આવી રહ્યા છે. ત્યારે શી જિનપિંગ પણ હવે ટૂંક સમયમાં જોડાશે.  અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મળ્યા પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. મલેશિયાના પીએમને મળ્યા પીએમ મોદી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન હૈદરાબાદ હાઉસ ખાતે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. ઇથોપિયાના પીએમ સાથે પીએમ મોદીની બેઠક હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇથોપિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અબી અહેમદ વચ્ચે ચર્ચા થઈ રહી છે.  રામાફોસાની અદાણી સાથે મુલાકાતBRICS સમિટમાં ભાગ લેવા ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શનિવારે દિલ્હીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુલાકાત 18મી BRICS સમિટ દરમિયાન યોજાયેલા 'સાઉથ આફ્રિકા બિઝનેસ ડાયલોગ'નો એક ભાગ હતી. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. દિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટને લઈને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ અને આસપાસના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રિત અને ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસના ટ્રાફિક એડવાઇઝરી મેપમાં સેન્ટ્રલ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્જન પોઈન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે તૈયાર કરી મીડિયા કીટમાં શું શું ? BRICS INDIA 2026 બિહારના દેશી 'સત્તુ'થી લઈને કોરાપુટની પહાડીઓમાં ઉગાડવામાં આવતી કોફી અને ગુજરાતની ઝીણવટભરી હસ્તકલા સુધીની ભારતની સમૃદ્ધ ખાદ્ય-પરંપરાઓ, સ્થાનિક ઉત્પાદનો અને કારીગરી કૌશલ્યોને દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ઉચ્ચ સ્તરીય રાજદ્વારી પ્રવૃત્તિઓની સાથે સ્થાન મળી રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તૈયાર કરવામાં આવેલી મીડિયા કિટ છે. જે 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમિટ પૂર્વે ભારત અને વિશ્વભરના પત્રકારોને ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય કરાવે છે. પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે 5.45 કલાકે મુલાકાતભારતની યજમાનીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બપોરે 12.25 કલાકે દિલ્હી પહોંચશે. આ મુલાકાત દરમિયાન, શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ અગાઉ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને આફ્રિકન દેશ નાઈજીરિયાના અન્ય કેટલાક મહેમાનો પણ ભારત આવી પહોંચ્યા હતા. ભારતના સંબંધો પર ચીનનું નિવેદન ભારતના સંબંધો પર ચીનનું નિવેદન સામે આવ્યું છે. ચીને વાતચીત વધારવા પર જોર આપ્યુ છ. મતભેદ ઉકેલવા પર કામ કરવું પડશે. સંચાર સહયોગ વધારવાનો પ્રયાસ થશે. 

Read Full Story arrow_forward
Brics 2026: જિનપિંગ-મોદી સાથેની મુલાકાત પર દુનિયાની નજર, આ ખાસ મુદ્દા પર થશે વાતચીત
calendar_today September 12, 2026

Brics 2026: જિનપિંગ-મોદી સાથેની મુલાકાત પર દુનિયાની નજર, આ ખાસ મુદ્દા પર થશે વાતચીત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી પહોંચ્યા છે. તેમનું પ્લેન પાલમ એરપોર્ટ પર લેન્ડ થયુ છે.  લગભગ સાત વર્ષમાં ભારતની આ તેમની પ્રથમ મુલાકાત છે. સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાનાર છે.બ્રિક્સ સમિટમાં હાજરી આપવા આવ્યા શી જિનપિંગ ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે શીની સહભાગિતાની જાહેરાત કરી હતી અને પુષ્ટિ કરી હતી કે ચીનના રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદીના આમંત્રણ પર બે દિવસીય સમિટમાં હાજરી આપશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, "ભારત ગણરાજ્યના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 થી 13 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે. 400થી વધારે લોકો સાથે આવ્યા છે ભારત ? 2020ની સરહદી અથડામણો અને ચાર વર્ષના સૈન્ય ગતિરોધ બાદ ભારત-ચીન સંબંધોમાં સુધારો થતો જણાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક મોટા પ્રતિનિધિમંડળ સાથે ભારત આવી રહ્યા છે. બ્રિક્સ સમિટ અને આજે યોજાનારી દ્વિપક્ષીય વાતચીત માટે ચીનથી લગભગ 400 લોકોનું જૂથ આવી રહ્યું છે. આ પ્રતિનિધિમંડળ 2019માં શી જિનપિંગ સાથે આવેલા પ્રતિનિધિમંડળ કરતાં ઘણું મોટું છે. તે સમયે 200થી ઓછા અધિકારીઓ સાથે હતા. સાત વર્ષ બાદ થઈ રહેલી શીની આ મુલાકાત 2020ની સરહદી અથડામણો પછી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. PM Modi સાથે ક્યારે કરશે બેઠક ? આજે વડાપ્રધાન મોદી ઇથોપિયા, મલેશિયા, વિયેતનામ અને ચીનના નેતાઓ તેમજ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી. ચીનના રાષ્ટ્રપતિ સાથેની તેમની દ્વિપક્ષીય વાતચીત સાંજે 5.45  વાગ્યે 'ભારત મંડપમ' ખાતે નિર્ધારિત છે. ચીનના રાષ્ટ્રપતિ આજે બપોરે 12.30  વાગ્યે દિલ્હી પહોંચશે. શી જિનપિંગ એરપોર્ટથી સીધા તેમની હોટેલ જશે અને બપોરે 2  વાગ્યાની આસપાસ 'ભારત મંડપમ' પહોંચે તેવી અપેક્ષા છે. બપોરે 2.30  વાગ્યે બ્રિક્સ સમિટ શરૂ થશે. સાંજે 5.00 વાગ્યે બ્રિક્સ 'ફેમિલી ફોટો' સેશન યોજાશે. સાંજે 5:30 વાગ્યે, બ્રિક્સ (BRICS) નેતાઓ વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ સાંજે 7:30 વાગ્યે વિશ્વના નેતાઓ માટે રાત્રિભોજનનું આયોજન કર્યું છે.દ્વિપક્ષીય સંબંધો સ્થિર કરવાનો પ્રયાસશી (Xi) ની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને ચીન 2020માં ગલવાનમાં થયેલી ઘાતક અથડામણો બાદ તેમના દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ભારતે વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી એ દ્વિપક્ષીય સંબંધોના સતત વિકાસ અને પ્રગતિ માટેની મુખ્ય પૂર્વશરત છે.વડાપ્રધાન મોદી અને શી વચ્ચે તાજેતરમાં બિશ્કેક ખાતે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન ટૂંકી વાતચીત થઈ હતી. હવે એવી પ્રબળ અપેક્ષા છે કે આ સપ્તાહના અંતે નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન બંને નેતાઓ વિગતવાર દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.ચીનના રાજદૂતે શું કહ્યું ? દરમિયાન ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે ​​જણાવ્યું હતું કે બેઇજિંગ અને નવી દિલ્હી શી અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક માટે તૈયારી કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો હતો કે બંને નેતાઓ દ્વારા આપવામાં આવેલા વ્યૂહાત્મક માર્ગદર્શનના અમલીકરણ માટે ચીન ભારત સાથે મળીને કામ કરશે.શુક્રવારે, રાજદૂત ફેઈહોંગે ​​સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું, "ચીન અને ભારત રાષ્ટ્રપતિ શી અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરી રહ્યા છે. કઝાન (રશિયા) અને તિયાનજિન (ચીન) ખાતેની બેઠકો બાદ, આ સતત ત્રીજું વર્ષ હશે જ્યારે બંને નેતાઓ મુલાકાત કરશે." ચીની રાજદૂતે વધુમાં ઉમેર્યું હતું કે, "ચીન બંને નેતાઓના વ્યૂહાત્મક માર્ગદર્શન પર અમલ કરવા, વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યથી દ્વિપક્ષીય સંબંધોનું સંચાલન કરવા, સંવાદ વધારવા, સહકાર મજબૂત કરવા, મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા અને સારા પાડોશી તથા એકબીજાની સફળતામાં ભાગીદાર તરીકે મિત્રતા જાળવી રાખવા માટે ભારત સાથે કામ કરશે."બ્રિક્સ સમિટમાં શીની સહભાગિતાથી બંને પક્ષોને ભારત-ચીન સંબંધોની વ્યાપક દિશા વિશે ચર્ચા કરવાની તક મળવાની અપેક્ષા છે, જેમાં સતત સંવાદ અને મતભેદોના સંચાલનનું મહત્વ પણ સામેલ છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગાંધીનગરમાં રૂ.1,848 કરોડના વિકાસકામોનો ઐતિહાસિક પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત
calendar_today September 12, 2026

Gujarat Latest News Live: ગાંધીનગરમાં રૂ.1,848 કરોડના વિકાસકામોનો ઐતિહાસિક પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward