android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Rain Update Live: જંબુસરમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની પધરામણી
calendar_today September 12, 2026

Gujarat Rain Update Live: જંબુસરમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

Gujarat Rain Update Live: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે કારણે લો પ્રેશર સર્જાતાં આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ વચ્ચે આજે ઘણા જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતો તથા સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.જંબુસરમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની પધરામણીભાદરવા મહિનાની શરૂઆત થતાં જ જંબુસર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતાં ચિંતાતુર બન્યા હતા તેવા ખેડૂતોમાં મેઘરાજાના આગમનથી આનંદની લહેર ફરી વળી છે. આજે સવારથી જ જંબુસર શહેર સહિત કોરા, ટુંડજ અને કાવલી જેવા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની ઝરમર શરૂ થઈ ગઈ છે. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને પાકને નવું જીવનદાન મળવાની આશાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરહવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદથી ડાંગ પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.સવારે 6થી 10 વાગ્યા સુધી વરસાદની સ્થિતિઆહવા : 07 મીમીવઘઈ : 00 મીમીસુબીર : 30 મીમીસુબીરમાં સૌથી વધુ 30 મીમી વરસાદ નોંધાયોવડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, વાઘોડિયામાં વરસાદ શરૂ થયોવડોદરા જિલ્લાના વાઘોડિયામાં મેઘ મહેર જોવા મળી રહી છે. વાઘોડિયામાં વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અસહ્ય બફારા ઉકળાટ થી લોકોને રાહત મળી છે. વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.દાહોદ જિલ્લામાં વરસાદી માહોલદાહોદ શહેર અને ગ્રામ્ય સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે પવનના સુસવાડા સાથે ધોધમાર વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહ્યો છે. દાહોદ લીમખેડા દેવગઢબારિયા ધાનપુર સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદથી પાકને જીવનદાન મળી શકે છે.લીમખેડામાં 4 MM દાહોદમાં 4 MM દેવગઢમાં બારીયા 3 MM ધાનપુરમાં 2 MM  ભરૂચ-અંકલેશ્વરમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલભરૂચમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. ભરૂચ અને અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. લગભગ 35 દિવસ બાદ મેઘરાજાનું આગમન થતા વતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે આજથી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણઅમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. આ વચ્ચે પાલડી, જમાલપુર ઝરમર સમાન્ય વરસાદી છાટા પડી રહ્યા છે. અરવલ્લીમાં વાતાવરણમાં પલટો, વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ટીંટોઈ, જીવનપુર, બામણવાડ સહિતના વિસ્તારોમાં પલટો આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણ પલટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સારો વરસાદ વરસશે તો મગફળી.કપાસના પાકને નવું જીવનદાન મળશે. કેટલાય સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં આખરે થઈ મેઘ મહેર, રાત્રિ દરમિયાન ખેતીલાયક વરસાદથી ખેડૂતોને મોટી રાહતનર્મદા જિલ્લામાં લાંબા સમયની આતુરતા બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. ચોમાસાની સિઝન હોવા છતાં વરસાદ ખેંચાવાના કારણે સ્થાનિક ખેડૂતો ભારે ચિંતા અને કપરી સ્થિતિમાં મુકાયા હતા. દરમિયાન રાત્રિના સમયે જિલ્લામાં, ખાસ કરીને કેવડિયા અને ગરુડેશ્વર વિસ્તારમાં, ધીમી ધારે ખેતીલાયક વરસાદ શરૂ થતાં પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ વરસાદથી સુકાઈ રહેલા પાકને જીવનદાન મળવાની આશા બંધાતા ખેડૂતોને મોટી રાહત મળી છે, સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિક લોકોને પણ ગરમી અને ઉકાળામાંથી મુક્તિ મળી છે.આ પણ વાંચો: Gujarat Latest News Live: આજે રાજ્યમાં 22 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, વાંચો દિવસભર પળેપળેની અપડેટ

Read Full Story arrow_forward
પ્રજા ઇંધણના ભાવવધારાથી પરેશાન, પણ સરકારની કમાણીની બલ્લે-બલ્લે! પેટ્રોલ-ડીઝલના ટેક્સથી તિજોરીમાં કરોડોની આવક
calendar_today September 12, 2026

પ્રજા ઇંધણના ભાવવધારાથી પરેશાન, પણ સરકારની કમાણીની બલ્લે-બલ્લે! પેટ્રોલ-ડીઝલના ટેક્સથી તિજોરીમાં કરોડોની આવક

વર્ષ 2025-26 માં રાજ્ય સરકારને પેટ્રોલ અને ડીઝલ પરના વિવિધ વેરાઓ (ટેક્સ) મારફતે કરોડો રૂપિયાની માતબર આવક થઈ હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. વાહનવ્યવહાર અને ઔદ્યોગિક વપરાશ વધવાની સાથે ઈંધણના વેચાણ પર લેવાતા વેટ (VAT), સેસ (Cess) અને સીએસટી (CST) પેટે સરકારની તિજોરીમાં અબજો રૂપિયા જમા થયા છે, જેમાં સૌથી વધુ કમાણી ડીઝલ પરના કરમાંથી થઈ છે.ડીઝલ વેટ અને સેસ પેટે સરકારને થઈ સૌથી વધુ કમાણીજાહેર કરાયેલા આંકડા મુજબ, ડીઝલના વેટ પેટે રાજ્ય સરકારને સૌથી વધુ રૂ. 9,675 કરોડની આવક થઈ છે, જ્યારે ડીઝલ પર લેવાતી સેસ પેટે રૂ. 3,099 કરોડ અને CST પેટે રૂ. 2,427 કરોડ પ્રાપ્ત થયા છે. બીજી તરફ, પેટ્રોલના વેટ પેટે સરકારને રૂ. 4,423 કરોડ, સેસ પેટે રૂ. 1,328 કરોડ તથા CST પેટે રૂ. 1,040 કરોડની માતબર કમાણી થઈ છે. આમ, ઈંધણ પરના વેરા સરકારની મહેસૂલી આવકનો મુખ્ય આધાર સ્ત્રોત બની રહ્યા છે.ઔદ્યોગિક અને વાહનવ્યવહારના વપરાશથી આવકમાં મોટો ઉછાળોરાજ્યમાં સતત વધી રહેલા વાહનવ્યવહાર તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે ડીઝલ અને પેટ્રોલના વપરાશમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન તમામ પ્રકારના ટેક્સ મળીને કરોડો રૂપિયાની આવક નોંધાતાં રાજ્યના નાણાકીય સરવૈયાને મોટો ટેકો મળ્યો છે. નાગરિકો દ્વારા ચૂકવાતા ઈંધણના ભાવમાં આ વેરાઓનો મોટો હિસ્સો સમાવિષ્ટ હોય છે, જેનાથી રાજ્ય સરકારની તિજોરી સતત છલકાતી રહે છે.આ પણ વાંચો : Surat News : ફોન પર આવેલું વેડિંગ કાર્ડ ખોલતાં જ અચાનક શું થયું? પોલીસ કોન્સ્ટેબલ સાથે કઈ રીતે થઈ મોટી ઠગાઈ?

Read Full Story arrow_forward
Sabarkantha News: પશુપાલકોને પડ્યા પર પાટું, સાબર ડેરીએ સાબરદાણના ભાવમાં કર્યો તોતિંગ વધારો
calendar_today September 12, 2026

Sabarkantha News: પશુપાલકોને પડ્યા પર પાટું, સાબર ડેરીએ સાબરદાણના ભાવમાં કર્યો તોતિંગ વધારો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પશુપાલન ક્ષેત્રે અગ્રણી ગણાતી સાબરડેરી દ્વારા પશુઓ માટેના મુખ્ય ખોરાક એવા 'સાબરદાણ'ના ભાવમાં આજથી મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ડેરી તંત્ર દ્વારા સાબરદાણ પ્લાસ્ટિક બેગના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાતાં પશુપાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.પશુદાણની થેલી દીઠ રૂ. 220 નો ઝીંકાયો વધારોસાબરડેરી દ્વારા કરાયેલા ભાવવધારાના આંકડા પર નજર કરીએ તો, સાબરદાણ પ્લાસ્ટિક બેગના ભાવમાં સીધો રૂ. 220 નો વધારો કરવામાં આવ્યો છે.જૂનો ભાવ: રૂ. 1530 પ્રતિ બેગનવો ભાવ: રૂ. 1750 પ્રતિ બેગચોખ્ખો વધારો: રૂ. 220 પ્રતિ બેગઆ આજથી જ અમલી બની જતાં પશુપાલકોને હવે દરેક બેગ ખરીદવા પર રૂ. 220 વધુ ચૂકવવા પડશે.મોંઘવારીના કારણે આર્થિક સ્થિતિ પર અસરસાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓ મુખ્યત્વે પશુપાલન અને ડેરી વ્યવસાય પર નભે છે. છેલ્લા કેટલાક સમયથી ઘાસચારો, વેતન અને અન્ય આડકતરા ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ડેરી દ્વારા જ પશુદાણના ભાવમાં એકસાથે આટલો મોટો વધારો ઝીંકાતા પશુપાલકોની આર્થિક સ્થિતિ પર ગંભીર વિપરીત અસર પડશે અને તેમનું બજેટ ખોરવાઈ જશે.પશુપાલકોમાં સાબરડેરી સામે ભારે રોષબંને જિલ્લાના પશુપાલકોમાં સાબરડેરીના આ નિર્ણય સામે ભારે રોષ અને અસંતોષની લાગણી જન્મી છે. ચોમાસાની ઋતુ અને સતત વધતી મોંઘવારી વચ્ચે ડેરી તંત્રે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાને બદલે અચાનક ભાવવધારો ઝીંકી દેતા પશુપાલકોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. પશુપાલકો માંગ કરી રહ્યા છે કે આ ભાવવધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અથવા તેમાં રાહત આપવામાં આવે.આ પણ વાંચો: Sabarkantha News: કિસાન સંઘે જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવા કલેક્ટરને આપ્યું આવેદન

Read Full Story arrow_forward