android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar પોલીસ તંત્રમાં 8 અધિકારીઓની જવાબદારી બદલાઈ, જાણો કયા PIને ક્યાં મુકાયા
calendar_today September 12, 2026

Bhavnagar પોલીસ તંત્રમાં 8 અધિકારીઓની જવાબદારી બદલાઈ, જાણો કયા PIને ક્યાં મુકાયા

ભાવનગર જિલ્લામાં ચર્ચાસપદ બનેલા લઠ્ઠાકાંડના બનાવ બાદ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા (SP) નિતેશ પાંડેય દ્વારા પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એસ.પી. દ્વારા એક જ આદેશમાં જિલ્લાના કૂલ 8 પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે, જેને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.મહુવા, પાલીતાણા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોના PI ની બદલી જાહેર કરાયેલા બદલીના આદેશ મુજબ મહુવાના PI એચ.કે. સોલંકીની વરતેજ ખાતે અને પાલીતાણાના PI બી.એમ. કરમટાની મહુવા ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગારીયાધારથી આર.ડી. રબારીને પાલીતાણા, સોનગઢથી જે.આર. દેસાઈને સિહોર અને સિહોરથી કે.એ. ગઢવીને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે પાલીતાણા ટાઉનના SB મુસારની ગારીયાધાર ખાતે બદલી કરાઈ છે અને લીવ રિઝર્વમાં રહેલા J.R. ગોરને સોનગઢ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ છે.એચ.બી. ચૌહાણને બોરતળાવથી LCB માં સ્થાન અપાયું આ મહત્ત્વપૂર્ણ બદલીઓમાં બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PI એચ.બી. ચૌહાણને ત્યાંથી ખસેડીને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ખાતે મૂકવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને થાળે પાડવા તેમજ આંતરિક શિસ્ત જાળવવાના ભાગરૂપે આ સામુહિક બદલીઓ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuchમાં મેઘરાજાની પધરામણી, વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
calendar_today September 12, 2026

Bharuchમાં મેઘરાજાની પધરામણી, વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે ખેંચાણ આપતાં વિરામ લીધો હતો. જોકે, આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો ઘેરાતાં વરસાદી માહોલ જામ્યો હતો. લાંબા વિરામ બાદ પુનઃ મેઘરાજાની પધરામણી થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.વીજળીના કડાકા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ આજે વાતાવરણ બદલાતાં જ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શહેરના અગ્રણી માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં વરસાદી છાંટા અને ધોધમાર વરસાદી ઝાપટાં પડતાં માર્ગો ભીના થઈ ગયા હતા.ઉકળાટમાંથી મોટી રાહત, વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત બની ગયેલા ભરૂચવાસીઓને વરસાદ પડતાં મોટી રાહત સાંપડી છે. વીજળીના કડાકા સાથે વરસેલા આ વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થયો છે અને સમગ્ર વિસ્તારના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodaraના માંજલપુરમાં નવી બનતી સાઈટના 12મા માળેથી યુવાને પડતું મૂકી કર્યો આપઘાત
calendar_today September 12, 2026

Vadodaraના માંજલપુરમાં નવી બનતી સાઈટના 12મા માળેથી યુવાને પડતું મૂકી કર્યો આપઘાત

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર સ્થિત 'ફોર્ચ્યુન' નામની નવી બની રહેલી બાંધકામ સાઈટ પરથી એક યુવાને રહસ્યમય સંજોગોમાં નીચે ઝંપલાવ્યું હતું. સાઈટના 12મા માળેથી નીચે પટાકાયેલા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. દિનદહાડે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી અને સનસનાટી વ્યાપી ગઈ હતી.રોહન નાર્વેકર તરીકે ઓળખ થઈ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની ઓળખ 34 વર્ષીય રોહન નાર્વેકર તરીકે થઈ છે, જે શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલી વણીકરની પાગા ખાતે રહેતો હતો. યુવાને અગમ્ય કારણોસર આટલું આત્યંતિક પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આપઘાતનું ચોક્કસ કારણ અકબંધયુવાને કયા કારણોસર સાઈટ પર જઈને આત્મહત્યા કરી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવાનના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે તેમજ આપઘાતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward