android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraના માંજલપુરમાં નવી બનતી સાઈટના 12મા માળેથી યુવાને પડતું મૂકી કર્યો આપઘાત
calendar_today September 12, 2026

Vadodaraના માંજલપુરમાં નવી બનતી સાઈટના 12મા માળેથી યુવાને પડતું મૂકી કર્યો આપઘાત

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર સ્થિત 'ફોર્ચ્યુન' નામની નવી બની રહેલી બાંધકામ સાઈટ પરથી એક યુવાને રહસ્યમય સંજોગોમાં નીચે ઝંપલાવ્યું હતું. સાઈટના 12મા માળેથી નીચે પટાકાયેલા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. દિનદહાડે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી અને સનસનાટી વ્યાપી ગઈ હતી.રોહન નાર્વેકર તરીકે ઓળખ થઈ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની ઓળખ 34 વર્ષીય રોહન નાર્વેકર તરીકે થઈ છે, જે શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલી વણીકરની પાગા ખાતે રહેતો હતો. યુવાને અગમ્ય કારણોસર આટલું આત્યંતિક પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આપઘાતનું ચોક્કસ કારણ અકબંધયુવાને કયા કારણોસર સાઈટ પર જઈને આત્મહત્યા કરી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવાનના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે તેમજ આપઘાતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: સાપના બે ડંખ બાદ આધેડે સાપને મારીને થેલીમાં પૂર્યો, સ્મીમેર હોસ્પિટલ પહોંચતા ડોક્ટરો ચોંક્યા
calendar_today September 12, 2026

Surat: સાપના બે ડંખ બાદ આધેડે સાપને મારીને થેલીમાં પૂર્યો, સ્મીમેર હોસ્પિટલ પહોંચતા ડોક્ટરો ચોંક્યા

સુરત શહેરના સણિયા હેમા ગામ ખાતે આવેલી રૂડા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અશોકભાઈ કોટડિયા નામના આધેડ સાથે સર્પદંશની એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોજિંદા કામ દરમિયાન અચાનક આવી પહોંચેલા સાપે અશોકભાઈને પગના ભાગે એક નહીં પણ સતત બે વાર ડંખ માર્યો હતો.સાપના બે ડંખ બાદ આધેડે તેને મારીને થેલીમાં પૂર્યોસાપના હુમલા બાદ ગભરાવાને બદલે અશોકભાઈએ ભારે હિંમત દાખવી હતી. તેમણે ત્વરિત આસપાસમાંથી લાકડાનો ફટકો ઉગામી સાપ પર પ્રહાર કરી તેને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.સાપને માર્યા બાદ અશોકભાઈએ તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી લીધો હતો અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. ૧૦૮ ની ટીમ સ્થળ પર પહોંચતા જ અશોકભાઈ મરેલા સાપની થેલી પોતાની સાથે રાખીને સારવાર અર્થે સુરતની સ્મીમેર (SMIMER) હોસ્પિટલ પહોંચ્યા હતા.મરેલા સાપને થેલીમાં ભરી સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યાસ્મીમેર હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ જ્યારે દર્દીના હાથમાં રહેલી થેલીમાં મરેલો સાપ જોયો ત્યારે તેઓ પણ એક તબક્કે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, દર્દી સાપ સાથે લાવ્યો હોવાના કારણે તબીબો માટે સાપ ઝેરી છે કે બિનઝેરી અને કઈ પ્રજાતિનો છે તેની ઓળખ કરવી સરળ બની હતી. સાપની ઓળખ સ્પષ્ટ થતાં જ તબીબોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આધેડની સઘન સારવાર શરૂ કરી દીધી હતી.આ પણ વાંચો: Ahmedabad: રાજ્યના 9 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર-કચ્છ હજુ પણ વધુ સારા વરસાદની રાહમાં

Read Full Story arrow_forward
Bhavnagarમાં લૂંટ અને મારમારીના ગુનામાં ગંગાજળિયા પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ
calendar_today September 12, 2026

Bhavnagarમાં લૂંટ અને મારમારીના ગુનામાં ગંગાજળિયા પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ

ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ, મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આરોપીઓએ મકાનમાલિક ફરિયાદીને લાકડાના સાંબેલા વડે માર મારી, ધાક-ધમકી આપીને રૂ.3,000ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં, ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપીઓએ ફરિયાદીના મકાનમાં તોડફોડ મચાવીને દાદાગીરી આચરી હતી.પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા આ ગંભીર ઘટના બાદ હરકતમાં આવેલી ગંગાજળિયા પોલીસ મથકની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા તમામ પાંચેય આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં (1) લખન કલાભાઈ રાઠોડ, (2) સરફરાજ ઉર્ફે સકુ મુસ્તાકભાઈ શેખ, (3) ગણેશ ઉર્ફે ગની રમેશભાઈ જાપડીયા, (4) રોહિત ઉર્ફે તગારી રાજુભાઈ બાંભણીયા અને (5) ઓમ નિલેશભાઈ પટેલનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી ગંગાજળિયા પોલીસે પાંચેય આરોપીઓની અટકાયત કરીને તેમની સામે લૂંટ, ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી, મારમારી અને ધાક-ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આવા ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં પોલીસનો ખોફ રહે તે હેતુથી પોલીસે આરોપીઓ સામે આગળની સઘન તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward