android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવતી પાસેથી રૂ.1.95 લાખ પડાવ્યા,વિંગ કમાન્ડર બની બેઠેલો આરોપી ઝડપાયો
calendar_today September 12, 2026

Rajkot : એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવતી પાસેથી રૂ.1.95 લાખ પડાવ્યા,વિંગ કમાન્ડર બની બેઠેલો આરોપી ઝડપાયો

રાજકોટમાં ઇન્ડિયન એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને યુવતી સાથે રૂ.1.95 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપીએ Instagram પર પોતાની ઓળખ એરફોર્સના વિંગ કમાન્ડર તરીકે આપી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. નોકરી અપાવવાની ખાતરી આપી અલગ-અલગ રીતે પૈસા પડાવ્યા બાદ નોકરી ન મળતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના ગણતરીના દિવસોમાં જ યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.Instagram પર એરફોર્સ અધિકારી હોવાનો દાવોજામનગર રોડ વિસ્તારમાં રહેતી અને ગાંધીનગરની ખાનગી કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે નોકરી કરતી યુવતી Instagram પર ‘પ્રતિક 7539’ નામની IDને ફોલો કરતી હતી. ગત 17 મેના રોજ પ્રતિકે યુવતીને મેસેજ કર્યો હતો.સૂર્યકિરણ ટીમની ફ્લાઈંગ બ્રાન્ચમાં વિંગ કમાન્ડરમેસેજ દરમિયાન આરોપીએ પોતાની ઓળખ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમની ફ્લાઈંગ બ્રાન્ચમાં વિંગ કમાન્ડર તરીકે કર્ણાટકમાં ફરજ બજાવતા હોવાની આપી હતી. યુવતીને એરફોર્સમાં નોકરી કરવાની ઈચ્છા હોવાનું જાણી આરોપીએ નોકરી અપાવવાની ખાતરી આપી હતી.નોકરીના નામે રૂ.1.95 લાખની વસૂલાતઆરોપીએ પૈસાની લેવડદેવડથી નોકરી અપાવી શકાય તેમ જણાવી યુવતી પાસેથી અલગ-અલગ રીતે કુલ રૂ.1.95 લાખ પડાવી લીધા હતા. જોકે, રકમ મેળવ્યા બાદ પણ નોકરી અપાવવામાં આવી નહોતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બે મોબાઇલ ફોન કબજે, વધુ તપાસ શરૂફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી શાંતિનિકેતન પાર્ક-4, મેઈન રોડ પર ભાડાના મકાનમાં રહેતા પ્રતિક મહેશભાઈ ભારદ્વાજની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે.પોલીસની ઉંડી તપાસ શરુહાલ પોલીસ આરોપીએ મેળવેલી રકમનો ઉપયોગ ક્યાં કર્યો, Instagram મારફતે અન્ય યુવતીઓ કે લોકોનો સંપર્ક કર્યો હતો કે કેમ અને નોકરીના નામે અન્ય કોઈ સાથે પણ આવી જ છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.  આ પણ વાંચો  :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Khandwa : 24 વર્ષે કરેલી યુવતીની છેડતીના ગુનામાં આરોપી હવે 64ની ઉંમરે પોલીસના હાથે ઝડપાયો
calendar_today September 12, 2026

Khandwa : 24 વર્ષે કરેલી યુવતીની છેડતીના ગુનામાં આરોપી હવે 64ની ઉંમરે પોલીસના હાથે ઝડપાયો

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં પોલીસને એક ચોંકાવનારી સફળતા મળી છે. વર્ષ 1986માં યુવતી સાથે છેડતીના કેસમાં ઝડપાયેલા આરોપીને લગભગ 40 વર્ષ બાદ ફરીથી ધરપકડ કરવામાં આવી છે. તે સમયે આરોપીની ઉંમર 24 વર્ષ હતી, જ્યારે હવે તે 64 વર્ષનો થઈ ચૂક્યો છે.જામીન મળ્યા બાદ કોર્ટમાં હાજર જ ન થયોપોલીસના જણાવ્યા અનુસાર, અશોક કુમાર વિરુદ્ધ વર્ષ 1986માં એક મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેને જામીન મળ્યા, પરંતુ તે નિયમિત કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યો નહીં.કાયમી વોરંટ જાહેરલાંબા સમય સુધી ગેરહાજર રહેતાં કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ કાયમી વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.દુકાન બંધ, ઘરને પણ તાળુંપોલીસે આરોપીના જૂના સરનામાંઓ પર તપાસ હાથ ધરી હતી. જલેબી ચોક ખાતે તેની હેર કટિંગની દુકાન હતી, પરંતુ તે બંધ મળી આવી. ત્યારબાદ સંજયનગર સ્થિત તેના ઘરે તપાસ કરતાં ત્યાં પણ તાળું જોવા મળ્યું.બાતમીના આધારે ઝડપાયોઆ દરમિયાનપોલીસને બાતમી મળી કે અશોક બસ સ્ટેન્ડ નજીક આવેલી શેરડીના રસની ચરખી પર રહે છે. પોલીસે ત્યાં પહોંચી તેને ઝડપી લીધો હતો.ઓળખ બાતમીથી થઈ40 વર્ષના લાંબા સમયગાળામાં આરોપીનો ચહેરો અને હુલિયો ઘણો બદલાઈ ગયો હતો. જોકે, પોલીસને મળેલી બાતમી અને પરિવારજનો પાસેથી મળેલી માહિતીના આધારે તેની ઓળખની પુષ્ટિ કરવામાં આવી હતી.આરોપીએ જૂનો કેસ યાદ ન હોવાનો દાવો કર્યો પૂછપરછ દરમિયાન આરોપીએ જૂનો કેસ યાદ ન હોવાનો દાવો કર્યો હતો. તેણે કઈ યુવતી સાથે છેડતી કરી હતી તે પણ યાદ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટના આદેશ બાદ જેલમાં મોકલી દેવાયો હતો.  આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
13 September Top News: ભારત મંડપમ ખાતે 21 દેશોના નેતાઓનું મહાસંગમ, દેશના 25 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
calendar_today September 12, 2026

13 September Top News: ભારત મંડપમ ખાતે 21 દેશોના નેતાઓનું મહાસંગમ, દેશના 25 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીમાં 18 મી બ્રિક્સ સમિટ ભારત મંડપમ ખાતે ખૂબ જ ધામધૂમથી શરૂ થઈ છે. આ બે દિવસીય સમિટમાં 21 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લઈ રહ્યા છે.કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે.ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર સાથે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે.દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે.બુરુન્ડીના રાષ્ટ્રપતિ એવેરિસ્ટે ન્દાયિશિમિયે સાથે.નાઇજીરીયાના ઉપરાષ્ટ્રપતિ કાશીમ શેટ્ટીમા સાથે.અમિત શાહ 13 સપ્ટેમ્બરે મુંબઈની મુલાકાત લેશેઅમિત શાહ 13 સપ્ટેમ્બરે મુંબઈના ફોર્ટમાં એશિયાટિક સોસાયટીની મુલાકાત લેશે. તેઓ 14 સપ્ટેમ્બરે હિન્દી સત્તાવાર ભાષા પરિષદમાં હાજરી આપશે. તાજેતરની ચૂંટણીઓમાં ભાજપ સમર્થિત એશિયાટિક ટુમોરો ગ્રુપનો વિજય ચર્ચાનો મુખ્ય વિષય હતો.સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 13 સપ્ટેમ્બરે આગ્રાની મુલાકાત લેશે રાજનાથ સિંહ 13 સપ્ટેમ્બરે આગ્રાની મુલાકાત લેશે અને ખંડેરી આરબીએસ કોલેજ ખાતે ખાટીક સમાજ ગર્જના પરિષદમાં ભાગ લેશે. તેઓ બપોરે 12:10 વાગ્યે આગ્રા પહોંચશે અને બપોરે 12:30 થી 2 વાગ્યા સુધી કોન્ફરન્સમાં હાજર રહેશે.13 સપ્ટેમ્બરે 25 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી 13 સપ્ટેમ્બરે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, કેરળ, તેલંગાણા અને તમિલનાડુમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.13 સપ્ટેમ્બરે દેશભરમાં UPSC ની પરીક્ષા  13 સપ્ટેમ્બરે દેશભરમાં UPSC ની પરીક્ષા લેવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પેપર લીક કે અન્ય કોઈ ગેરરીતિ અટકાવવા માટે કેન્દ્રોની નજીક આવેલી ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવા સૂચના અપાઈ છે.આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદના રેડ એલર્ટથી લઈને BRICS મંચ પરથી આતંકવાદીઓને ચેતવણી,ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ 8 PIની બદલી

Read Full Story arrow_forward