android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : કરોડોના ખર્ચે બનેલો અટલ બ્રિજ બન્યો હવે માથાનો દુખાવો, બ્રિજ પર જ રોંગ સાઈડનો ખેલ
calendar_today September 12, 2026

Vadodara : કરોડોના ખર્ચે બનેલો અટલ બ્રિજ બન્યો હવે માથાનો દુખાવો, બ્રિજ પર જ રોંગ સાઈડનો ખેલ

વડોદરામાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો અટલ બ્રિજ હવે ટ્રાફિકની સમસ્યાને લઈને ચર્ચામાં આવ્યો છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી બનાવાયેલા આ બ્રિજ પર જ વાહનચાલકોની બેદરકારી સામે આવી રહી છે. બ્રિજ પર વારંવાર વાહનો રોંગ સાઈડમાં દોડતા હોવાના વીડિયો સામે આવતા નિયમો અને સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.ટ્રાફિક હળવો કરવા બનેલો બ્રિજ, પણ સમસ્યા યથાવત્અટલ બ્રિજનો મુખ્ય હેતુ શહેરના ટ્રાફિકને સરળ બનાવવાનો હતો. જોકે, હાલ બ્રિજ પર જ ટ્રાફિક નિયમોના ભંગના કિસ્સા સામે આવતા તેની કામગીરી અને વ્યવસ્થાપન પર ચર્ચા શરૂ થઈ છે. ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે બનેલો બ્રિજ હવે પોતે જ ટ્રાફિકની નવી મુશ્કેલી ઊભી કરતો હોવાની સ્થિતિ સર્જાઈ છે.રોંગ સાઈડમાં દોડતા વાહનોના વીડિયો વાયરલબ્રિજ પર વાહનચાલકો બેફામ રીતે રોંગ સાઈડમાં વાહનો દોડાવતા હોવાના વીડિયો સામે આવ્યા છે. આવી બેદરકારી માત્ર ટ્રાફિક વ્યવસ્થાને જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકોની સુરક્ષાને પણ જોખમમાં મૂકી શકે છે. નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં રોકથામ માટેની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે.વાહનચાલકોની બેદરકારી સામે તંત્ર શું કરશે?અટલ બ્રિજ પર રોંગ સાઈડ ડ્રાઇવિંગ અટકાવવા ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે હવે મહત્વનો પ્રશ્ન છે. શું માત્ર વીડિયો વાયરલ થયા બાદ જ તંત્ર જાગશે કે નિયમિત ચેકિંગ અને દંડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે? ટ્રાફિક હળવો કરવા બનેલા બ્રિજને સુરક્ષિત અને વ્યવસ્થિત રાખવાની જવાબદારી હવે તંત્ર સામે પડકાર બની છે.      આ પણ વાંચો    :  Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’ 

Read Full Story arrow_forward
Gir Somnath : સુત્રાપાડા આશ્રમ શાળામાં સગીર વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત, સંચાલક અને ગૃહપતિ સામે FIR
calendar_today September 12, 2026

Gir Somnath : સુત્રાપાડા આશ્રમ શાળામાં સગીર વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત, સંચાલક અને ગૃહપતિ સામે FIR

ગીર સોમનાથના સુત્રાપાડામાં આશ્રમ શાળાના સગીર વિદ્યાર્થીના શંકાસ્પદ મોત મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મૃતક બાળકના મામાની ફરિયાદના આધારે પોલીસે આશ્રમ શાળાના સંચાલક અને ગૃહપતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. FIR નોંધાયા બાદ પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકારવિદ્યાર્થીના મોતના સમાચાર બાદ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો સુત્રાપાડા ખાતે એકઠા થયા હતા. પરિવાર અને સમાજના આગેવાનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યાં સુધી ફરિયાદ નોંધવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આખરે પોલીસે પરિવાર અને સમાજના આગેવાનોની માંગ મુજબ ગુનો નોંધતા પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ મોત, પરિવારને મોડેથી જાણપ્રાથમિક માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી ગઈકાલે સાંજે આશરે 4 વાગ્યે હોસ્ટેલમાંથી નીકળી ગયો હતો. જોકે, ઘટનાની જાણ પરિવારને મોડેથી કરવામાં આવતા પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. વિદ્યાર્થીના મોત અંગે અનેક સવાલો હજુ પણ અકબંધ છે.CCTV DVR કબજે, મોતનું રહસ્ય ઉકેલવા તપાસ તેજપોલીસે આશ્રમ શાળા અને ઘટના સ્થળના CCTV કેમેરાનું DVR કબજે કર્યું છે. વિદ્યાર્થી હોસ્ટેલમાંથી ક્યારે અને કેવી રીતે નીકળ્યો, ત્યારબાદ તેની સાથે શું બન્યું અને પરિવારને જાણ કરવામાં વિલંબ કેમ થયો તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરીહાલ પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. સગીર વિદ્યાર્થીના મોત પાછળનું સાચું કારણ શું છે અને તેમાં કોઈની બેદરકારી કે જવાબદારી છે કે કેમ તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Kheda : મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નડિયાદમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
calendar_today September 12, 2026

Kheda : મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નડિયાદમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સાંજ પછી અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. નડિયાદમાં માત્ર 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.માતરથી પરીએજ સુધી વરસાદની જોરદાર હાજરીખેડા જિલ્લાના માતર, લીંબાસી, ભલાડા અને પરીએજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડકનો અનુભવ થયો હતો.વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલવરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ખેતી માટે જરૂરી પાણી મળતાં પાકને ફાયદો થવાની આશા જાગી છે. લાંબા સમય બાદ પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં રાહત જોવા મળી હતી.ક્યાં કેટલો વરસાદ નોંધાયો?ખેડા જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, વસોમાં 34 મિ.મી., કપડવંજમાં 14 મિ.મી., ખેડામાં 8 મિ.મી., માતરમાં 6 મિ.મી. અને મહુધામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો હતો.વરસાદી માહોલ છવાઈ ગયો મહેમદાબાદમાં 4 મિ.મી., કઠલાલ અને ઠાસરામાં 3-3 મિ.મી. તથા ફાગવેલમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં બે કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ થતાં શહેરમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.  આ પણ વાંચો  :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward