android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: વડાપ્રધાનના સત્તામાં 25 વર્ષ પૂર્ણ થતાં ‘વડનગર થી વારાણસી’ સેવા યાત્રાનો પ્રારંભ
calendar_today September 12, 2026

Gandhinagar: વડાપ્રધાનના સત્તામાં 25 વર્ષ પૂર્ણ થતાં ‘વડનગર થી વારાણસી’ સેવા યાત્રાનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના સત્તા અને જાહેર જીવનના સફળ 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવા અને સુશાસનના સંકલ્પ સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે રાજ્યના ચાર મુખ્ય ધાર્મિક યાત્રાધામો ખાતેથી એકસાથે ભવ્ય ‘સેવા યાત્રા બાઇક રેલી’ નો પ્રારંભ થઈ રહ્યો છે.પીએમ નરેન્દ્ર મોદીના સત્તામાં 25 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણીરાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આ યાત્રાઓને ફ્લેગ ઓફ કરાવવામાં આવશે.ઊનાઈથી મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી નરેશ પટેલ યાત્રાને પ્રસ્થાન કરાવશે. સોમનાથથી મંત્રી પ્રદ્યુમન રાજા અને મંત્રી કૌશિક વેકરીયાની નિશ્રામાં યાત્રાનો પ્રારંભ થશે.પાવાગઢથી મંત્રી કમલેશ પટેલ બાઇક રેલીને લીલી ઝંડી આપશે. શામળાજીથી નેતા પ્રવીણ માળી અને પી. સી. બરંડા શામળાજીથી આ સેવા યાત્રાનું પ્રસ્થાન કરાવશે.રાજ્યના પવિત્ર યાત્રાધામોથી 'સેવા યાત્રા બાઇક રેલી'ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી નીકળેલી આ ચારેય બાઇક રેલીઓ વિવિધ જિલ્લાઓમાં ભ્રમણ કરીને 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ખાતે એકત્રિત થશે.ચારેય યાત્રાઓના વડનગર ખાતેના મહાસંગમ બાદ, 17 સપ્ટેમ્બરે સેવા યાત્રાના બીજા અને અતિ મહત્વના તબક્કાનો શુભારંભ થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહીને વડનગર ખાતેથી ‘વડનગર થી વારાણસી યાત્રા’ ને ફ્લેગ ઓફ કરાવશે.16 સપ્ટેમ્બરે ચારેય યાત્રાઓ પહોંચશે વડનગરઆ યાત્રા પીએમ મોદીના જન્મસ્થળ વડનગરને તેમના સંસદીય ક્ષેત્ર અને કર્મભૂમિ વારાણસી (કાશી) સાથે જોડશે. યાત્રા દરમિયાન રસ્તામાં આવતા વિવિધ રાજ્યો અને શહેરોમાં પીએમ મોદીના 25 વર્ષના સેવા, સુશાસન અને વિકાસ કાર્યોનો સંદેશો જન-જન સુધી પહોંચાડવામાં આવશે.આ પણ વાંચો: Surat: સાપના બે ડંખ બાદ આધેડે સાપને મારીને થેલીમાં પૂર્યો, સ્મીમેર હોસ્પિટલ પહોંચતા ડોક્ટરો ચોંક્યા

Read Full Story arrow_forward
Vadodara : કરોડોના ખર્ચે બનેલો અટલ બ્રિજ બન્યો હવે માથાનો દુખાવો, બ્રિજ પર જ રોંગ સાઈડનો ખેલ
calendar_today September 12, 2026

Vadodara : કરોડોના ખર્ચે બનેલો અટલ બ્રિજ બન્યો હવે માથાનો દુખાવો, બ્રિજ પર જ રોંગ સાઈડનો ખેલ

વડોદરામાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો અટલ બ્રિજ હવે ટ્રાફિકની સમસ્યાને લઈને ચર્ચામાં આવ્યો છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી બનાવાયેલા આ બ્રિજ પર જ વાહનચાલકોની બેદરકારી સામે આવી રહી છે. બ્રિજ પર વારંવાર વાહનો રોંગ સાઈડમાં દોડતા હોવાના વીડિયો સામે આવતા નિયમો અને સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.ટ્રાફિક હળવો કરવા બનેલો બ્રિજ, પણ સમસ્યા યથાવત્અટલ બ્રિજનો મુખ્ય હેતુ શહેરના ટ્રાફિકને સરળ બનાવવાનો હતો. જોકે, હાલ બ્રિજ પર જ ટ્રાફિક નિયમોના ભંગના કિસ્સા સામે આવતા તેની કામગીરી અને વ્યવસ્થાપન પર ચર્ચા શરૂ થઈ છે. ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે બનેલો બ્રિજ હવે પોતે જ ટ્રાફિકની નવી મુશ્કેલી ઊભી કરતો હોવાની સ્થિતિ સર્જાઈ છે.રોંગ સાઈડમાં દોડતા વાહનોના વીડિયો વાયરલબ્રિજ પર વાહનચાલકો બેફામ રીતે રોંગ સાઈડમાં વાહનો દોડાવતા હોવાના વીડિયો સામે આવ્યા છે. આવી બેદરકારી માત્ર ટ્રાફિક વ્યવસ્થાને જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકોની સુરક્ષાને પણ જોખમમાં મૂકી શકે છે. નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં રોકથામ માટેની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે.વાહનચાલકોની બેદરકારી સામે તંત્ર શું કરશે?અટલ બ્રિજ પર રોંગ સાઈડ ડ્રાઇવિંગ અટકાવવા ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે હવે મહત્વનો પ્રશ્ન છે. શું માત્ર વીડિયો વાયરલ થયા બાદ જ તંત્ર જાગશે કે નિયમિત ચેકિંગ અને દંડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે? ટ્રાફિક હળવો કરવા બનેલા બ્રિજને સુરક્ષિત અને વ્યવસ્થિત રાખવાની જવાબદારી હવે તંત્ર સામે પડકાર બની છે.      આ પણ વાંચો    :  Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’ 

Read Full Story arrow_forward
Gir Somnath : સુત્રાપાડા આશ્રમ શાળામાં સગીર વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત, સંચાલક અને ગૃહપતિ સામે FIR
calendar_today September 12, 2026

Gir Somnath : સુત્રાપાડા આશ્રમ શાળામાં સગીર વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત, સંચાલક અને ગૃહપતિ સામે FIR

ગીર સોમનાથના સુત્રાપાડામાં આશ્રમ શાળાના સગીર વિદ્યાર્થીના શંકાસ્પદ મોત મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મૃતક બાળકના મામાની ફરિયાદના આધારે પોલીસે આશ્રમ શાળાના સંચાલક અને ગૃહપતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. FIR નોંધાયા બાદ પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકારવિદ્યાર્થીના મોતના સમાચાર બાદ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો સુત્રાપાડા ખાતે એકઠા થયા હતા. પરિવાર અને સમાજના આગેવાનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યાં સુધી ફરિયાદ નોંધવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આખરે પોલીસે પરિવાર અને સમાજના આગેવાનોની માંગ મુજબ ગુનો નોંધતા પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ મોત, પરિવારને મોડેથી જાણપ્રાથમિક માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી ગઈકાલે સાંજે આશરે 4 વાગ્યે હોસ્ટેલમાંથી નીકળી ગયો હતો. જોકે, ઘટનાની જાણ પરિવારને મોડેથી કરવામાં આવતા પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. વિદ્યાર્થીના મોત અંગે અનેક સવાલો હજુ પણ અકબંધ છે.CCTV DVR કબજે, મોતનું રહસ્ય ઉકેલવા તપાસ તેજપોલીસે આશ્રમ શાળા અને ઘટના સ્થળના CCTV કેમેરાનું DVR કબજે કર્યું છે. વિદ્યાર્થી હોસ્ટેલમાંથી ક્યારે અને કેવી રીતે નીકળ્યો, ત્યારબાદ તેની સાથે શું બન્યું અને પરિવારને જાણ કરવામાં વિલંબ કેમ થયો તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરીહાલ પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. સગીર વિદ્યાર્થીના મોત પાછળનું સાચું કારણ શું છે અને તેમાં કોઈની બેદરકારી કે જવાબદારી છે કે કેમ તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward