android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: રોડના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલનો ઉપયોગનો આક્ષેપ
calendar_today September 12, 2026

Dahod: રોડના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલનો ઉપયોગનો આક્ષેપ

સંજેલીથી સંતરામપુર તરફ્ જવાના RCC રોડના બાંધકામમાં હલકી ગુણવત્તાની માટી વાળી રેતીનો ઉપયોગ કરી તેમજ સિમેન્ટ અને લોખંડ તેમજ નિયમોને નેવે મૂકી રસ્તાની કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ કરી સ્થાનિક નાગરિકે જિલ્લા બાંધકામ શાખાને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે.સંજેલીથી સંતરામપુર તરફ્ જતા મુખ્ય માર્ગ પર વાસિયા ક્રોસિંગથી બનાવાઈ રહેલા RCC રોડના બાંધકામમાં ગંભીર બેદરકારી અને હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. કોન્ટ્રાક્ટરની મીલી ભગત હોય તેમ માટી વાળી રેતીનો ઉપયોગ કરી હલકી ગુણવત્તાના લોખંડ સિમેન્ટ ગ્રેવલ નો નિયમોને નેવે મૂકી રસ્તાની કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. વર્ષોથી આ રસ્તો બિસમાર હાલતમાં હોવાથી તાજેતરમાં જ રસ્તો સરકાર દ્વારા મંજૂર કરાયો છે. જે રસ્તો તાત્કાલિક તોડી પાડી યોગ્ય મટીરીયલ અને ચોખ્ખી રેતીનો ઉપયોગ કરી નિયમ મુજબ રસ્તાની કામગીરી કરવાની માંગ સાથે કાર્યપાલક ઈજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ સચિવ માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરને લેખિત રજૂઆત કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kalol: એગ્રીકલ્ચર વીજ લાઈનમાં વારંવાર ધાંધિયાથી ખેડૂતો પરેશાન
calendar_today September 12, 2026

Kalol: એગ્રીકલ્ચર વીજ લાઈનમાં વારંવાર ધાંધિયાથી ખેડૂતો પરેશાન

કાલોલ તાલુકા પંથકમાં વરસાદના વિલંબ વચ્ચે રતનપુરા ગામની એગ્રીકલ્ચર વીજ લાઈનમાં વારંવાર વીજ ધાંધિયા સર્જાતા ખેડૂતો પરેશાન બન્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગામના ખેડૂતો વીજ પુરવઠો અનિયમિત હોવાની સમસ્યાને લઈને શનિવારે કાલોલ એમજીવીસીએલ વિભાગની કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ખેડૂતોની રજૂઆત સમયે મુખ્ય ઈજનેર હાજર નહીં હોવાથી ખેડૂતોને રૂબરૂ રજૂઆત કરી શકાઈ નહોતી. અંતે ખેડૂતો દ્વારા પોતાની સમસ્યા અંગેની રજૂઆતની ફોટોકોપી કરાવી એમજીવીસીએલ કચેરીની વિવિધ ઓફ્સિોમાં લગાવી અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ રતનપુરા ગામની એગ્રીકલ્ચરની વીજ લાઈનના ઘણા વીજથાંભલાઓ અને ટ્રાન્સફોર્મર (ડીપી) ચોમાસું સિઝનદરમ્યાન ઝાડી-ઝાંખરા અને વેલાઓથી ઢંકાઈ જતાં અવારનવાર ફોલ્ટ સર્જાઈને વીજપુરવઠો ખોરવાય જતો હોવાથી વીજ લાઈનો દુરસ્ત કરવા માગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bodeli: નગરમાં મુશળધાર વરસાદ બપોરે રાતના 8 જેવો માહોલ છવાયો
calendar_today September 12, 2026

Bodeli: નગરમાં મુશળધાર વરસાદ બપોરે રાતના 8 જેવો માહોલ છવાયો

બોડેલી પંથક સહિત જિલ્લામાં લાંબા વરસાદી વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. વહેલી સવારથી જ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો અને છોટાઉદેપુર, પાનવડ સહિતપંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતોને વરસાદ પડતાં રાહત થઇ છે.છોટાઉદેપુર જિલ્લામાં દોઢ માસના લાંબા વરસાદી વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ આકાશમાં વરસાદી વાદળો છવાયા હતા. છોટાઉદેપુર, પાનવડ સહિત બોડેલી પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને અલ-નીનોની અસરને કારણે ચોમાસું નબળું પડતા જિલ્લામાં ચિંતાના વાદળ ઘેરાયા હતા. દોઢ માસ બાદ ભાદરવાની શરૂઆતમાં બોડેલી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ચલામલીમાં ગણતરીની મિનિટોમાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા નજરે પડયા હતા. વરસાદથી પાકને જરૂરી ભેજ મળવાની આશા જાગી છે. તમામ ધર્મના લોકો દ્વારા સારા વરસાદ માટે પ્રાર્થના કરાઇ હતી. ભાદરવાની શરૂઆત સાથે મેઘમહેરથી ખેતરોમાં ઉભેલા ચોમાસુ પાકને નવુજીવન મળવાની આશા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward