android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી રાષ્ટ્રગીત સ્પર્ધામાં શહેરાની ધ્યાનવી પ્રથમ
calendar_today September 12, 2026

Panchmahal: પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી રાષ્ટ્રગીત સ્પર્ધામાં શહેરાની ધ્યાનવી પ્રથમ

શહેરા : પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ગણેશ ઉત્સવ અને વિસર્જનના ઉપલક્ષમાં તાલીમ ભવન ખાતે રાષ્ટ્રગીત સ્પર્ધા યોજાઈ હતી, સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાને જિલ્લા પોલીસવડા દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. જિલ્લા પોલીસ તાલીમ ભવન કેન્દ્ર ખાતે યોજાયેલી સ્પર્ધામાં સમગ્ર જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. જેમાં શહેરાની શારદા મંદિર હાઇસ્કુલમાં ધોરણ 9ની વિદ્યાર્થીની ધ્યાનવી પિયુષકુમાર ભાટીયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું હતું. સ્પર્ધાના અંતે જિલ્લા પોલીસવડા ડૉ. હરેશ દુધાત દ્વારા ધ્યાનવી ભાટીયા સહિત દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. નિર્ણાયક તરીકે ગોધરાના સંગીતજ્ઞાતા ગોપાલભાઈ પટેલે સેવા આપી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halol: ગણેશોત્સવને લઈ હાલોલમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું
calendar_today September 12, 2026

Halol: ગણેશોત્સવને લઈ હાલોલમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

સોમવારથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવને લઇ પંચમહાલ પોલીસ દ્વારા આજે શનિવારે જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતના અધ્યક્ષસ્થાને હાલોલ ખાતે ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું, ત્યારબાદ વિવિધ ગણેશ મંડળો સાથે પોલીસ મથકે બેઠક કરી ડીજેના નિયમો અંગે સમજ આપી હતી.ગત મંગળવારે મોડી રાત્રીના શ્રીજીની આગમન યાત્રામાં કંજરી રોડ ચોકડી પાસે બે ડીજે આમને સામને થઇ જતા, ઘોંઘાટને લઈ બંને ગ્રૂપો વચ્ચે છુટ્ટા હાથે ચપ્પલ મારા મારી થતા ભાગદોડ થઇ હતી. જે બાદ પોલીસ અને વહીવટી તંત્રએ સજાગ બની આગામી સોમવારથી આરંભ થઇ રહેલા ગણેશ મહોત્સવને લઇ શ્રીજીના આગમન અને વિસર્જનમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા પંચમહાલ પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે શનિવારે જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતના અધ્યક્ષસ્થાને હાલોલમાં કંજરી બાયપાસથી રૂરલ પોલીસ સ્ટેશન સુધી ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. જેમાં એલસીબી, એસઓજી, ટાઉન, રૂરલ તેમજ પાવાગઢ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જે બાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગણેશ મંડળોના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ડીજેના વધુ પડતા અવાજથી થતા આરોગ્યલક્ષી નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી ડીજેના સમય અને અવાજની નિર્ધારિત મર્યાદાનું કડક પાલન કરવા સૂચના આપી કાયદેસરનીકાર્યવાહી કરવાની ચીમકી પણ અપાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: પર્યુષણ પર્વે સિંગવડમાં ભગવાન મહાવીરની શોભાયાત્રા યોજાઈ
calendar_today September 12, 2026

Dahod: પર્યુષણ પર્વે સિંગવડમાં ભગવાન મહાવીરની શોભાયાત્રા યોજાઈ

આત્મશુદ્ધિ, સંયમ, તપ અને ક્ષમાનો સંદેશ આપતા જૈન ધર્મના પવિત્ર પર્યુષણ મહાપર્વની ઉજવણી અંતર્ગત સિંગવડ નગરમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વાજતે - ગાજતે નીકળેલી શોભાયાત્રામાં ભાવિક ભક્તો ઉમટી પડતાં નગરમાં ધાર્મિક માહોલ છવાયો હતો.પર્યુષણ પર્વ જૈન ધર્મનું મહત્વપૂર્ણ પર્વ છે. જે દરમિયાન જૈન શ્રાવક-શ્રાવિકાઓ ઉપવાસ, એકાસણા, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને ધાર્મિક આરાધના દ્વારા આત્મચિંતન કરી જીવનમાં સંયમ અને સદાચારનો સંકલ્પ કરે છે. પર્વ દરમિયાન અહિંસા, ત્યાગ, ક્ષમા અને આત્મશુદ્ધિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સિંગવડમાં યોજાયેલી શોભાયાત્રામાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરાઈ હતી. ભક્તોએ ભગવાન મહાવીરના જયઘોષ સાથે ધાર્મિક વાતાવરણ ગુંજી ઊઠયું હતું. નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી શોભાયાત્રામાં જૈન સમાજના ભાઈ-બહેનો તેમજ અનેક તપસ્વીઓ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. પર્યુષણ પર્વ નિમિત્તે જૈન મંદિરોમાં પૂજા-અર્ચના, પ્રતિક્રમણ, સ્વાધ્યાય સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward