android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: બૅંકમાં પૈસા છે? તો સાવધાન! 7 દિવસમાં 30 શિકાર, રૂા. 4.01 કરોડની ઠગાઇ
calendar_today September 12, 2026

Vadodara: બૅંકમાં પૈસા છે? તો સાવધાન! 7 દિવસમાં 30 શિકાર, રૂા. 4.01 કરોડની ઠગાઇ

વડોદરા હવે સાયબર માફિયા માટે મોકળું મેદાન બન્યૂ હોય તેમ લાગી રહ્યું છે. બેફામ બનેલા ડિજિટલ લૂંટારાઓ હવે કોઈ ગલી કે ચોકમાં નહીં, પરંતુ સીધા લોકોના બૅંક ખાતા સુધી પહોંચી રહ્યાં છે. ગઠિયાં ગેંગે માત્ર 24 કલાકમાં જ વધુ 7 નિર્દોષ લોકોને જાળમાં ફ્સાવી રૂા.1.71 કરોડથી વધુની રકમ સાફ્ કરી નાખી છે. આ કોઈ છુટાછવાયા બનાવો નથી, પરંતુ ગઠિયાંઓ દ્વારા ઓનલાઈન આચરવામાં આવતી સંગઠિત અને ખૂલ્લી લૂંટ છે. છેલ્લાં 7 દિવસમાં જ સાયબર ફ્રોડના ગુનાનો આંકડો કૂદકે ને ભૂસકે વધીને 30 પર પહોંચી ગયો છે, જે પોલીસ તંત્ર અને પ્રજા બંને માટે લાલબત્તી સમાન છે. સાયબર ફ્રોડની વધેલી ગતિ FIRની ગતિ કરતાં ઝડપી બની રહી છે.જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને સાવચેતીના સંદેશાઓ વચ્ચે પણ ઠગો સતત નવા શિકાર શોધી રહ્યાં હોવાથી પોલીસ ચોપડે ફરિયાદોનો આંકડો વધી રહ્યો છે. ગઠિયાંઓએ પોતાની માયાજાળમાં લોકોએ ફસાવી સાત જ દિવસમાં પોતાની પરસેવાની કમાણીના અધધ.. રૂા. 4.01 કરોડ ગુમાવી દીધાં છે. લોકોની વર્ષોની બચત ગણતરીની મિનિટોમાં ગાયબ થઈ હોવાથી આ હવે માત્ર સાયબર ફ્રોડ નથી પણ સંગઠિત ડિજિટલ લૂંટ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: શહેરના બામરોલી રોડ સ્થિત સોસાયટીઓના રસ્તાઓનું ખાતમુહૂર્ત
calendar_today September 12, 2026

Godhra: શહેરના બામરોલી રોડ સ્થિત સોસાયટીઓના રસ્તાઓનું ખાતમુહૂર્ત

ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં આંતરિક રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં.ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલી અનેક સોસાયટીઓના આંતરિક રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે ઉનાળા અને શિયાળામાં રહીશો જેમ તેમ કરી આ ખખડધજ માર્ગોમાંથી આવન જાવન કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસામાં આ બિસમાર અને કાદવ કીચડવાળા માર્ગો ઉપરથી આવન જાવન કરતા સ્થાનિક રહીશો યુદ્ધ જીતીને આવ્યા હોય તેવી અનુભૂતિ કરતા હતા. ત્યારે સોસાયટીઓના આંતરિક રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ વર્ષોથી જ્યારે અહીંની સોસાયટીઓ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ થતી હતી. ત્યારથી સબંધિત વિભાગ અને સ્થાનિક પંચાયતના સદસ્યોને કરાતી હતી. પરંતુ કોઈક કારણોસર તે રજુઆત માત્ર કાગળો ઉપર જ રહી ગઈ. ત્યારે આ સોસાયટીઓ હવે નગર પાલિકામાં સમાવિષ્ટ થતા અને આંતરિક રસ્તાઓનું નવીનીકરણ કરવા માંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ગોધરા APMCના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી તથા વોર્ડ સદસ્યો કે.ટી.પરીખ, રમેશભાઈ તલાટી, શ્વેતાબા પુવાર, કેશમબેન ડામોર દ્વારા સબંધિત વિભાગને રજૂઆત કરી બામરોલી રોડ સ્થિત કોમર્સ કોલેજ અને ગાયત્રીનગરના આંતરિક રસ્તાઓના નવીનીકરણના ખાતમુહૂર્ત આજે શનિવારે કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: રામ પટેલના મુવાડા ખાતે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
calendar_today September 12, 2026

Mahisagar: રામ પટેલના મુવાડા ખાતે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા ખાતે નવા બનેસા લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન ભવનનું જિલ્લા પોલીસ વડા સાફ્નિ હસનના હસ્તે ભવ્ય લોકાર્પણ કરાયું હતું.આ નવનિર્મિત ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે પોલીસ કામગીરીને વધુ ક્ષમતાવાન બનાવશે અને સ્થાનિક નાગરિકો માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુભવ સુગમ બનાવશે. નવીન ભવનમાં પોલીસ સ્ટેશને આવતા અરજદારો અને નાગરિકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા, પીવાના પાણી અને સ્વચ્છ પર્યાવરણ સહિતની ઉત્તમ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આધુનિક ટેકનોલોજી અને પૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને કારણે પોલીસ માટે વહીવટી કામગીરી, ગુના નિવારણ અને તપાસ સંબંધિત કામો વધુ ઝડપી તેમજ સુચારુ બનશે. પોલીસ કર્મચારીઓ માટે ઉત્સાહપૂર્વક અને તનાવમુક્ત વાતાવરણમાં ફરજ બજાવી શકાય તે હેતુથી સ્ટાફ્ રૂમ અને સુસજ્જ કાર્યાલયો તૈયાર કરાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward