calendar_today
September 14, 2026
Gujarat Weather Update Live : મુમતપુરા VIP રોડ પર વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ, ફાયરની ટીમે બસ કાઢવા જહેમત ઉઠાવી
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, જેમાં રાજ્યના 234તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે વાલિયામાં 3.7 ઇંચ, નાનાપોંઢામાં 3.54 ઇંચ, બરવાળામાં 3.39 ઇંચ, ધરમપુરમાં 3.31 ઇંચ, વાંસદામાં 3.27 ઇંચ અને વાપીમાં 3.11 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉમરપાડામાં 3.03 ઇંચ, ચુડામાં 2.83 ઇંચ, ગરુડેશ્વર અને રાણપુરમાં 2.64 ઇંચ, ઉમરગામમાં 2.64 ઇંચ તેમજ દાહોદ અને સુરતના અંબિકા વિસ્તારમાં 2.6 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે.વેરાવળ-તાલાલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીવેરાવળ-તાલાલા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના કારણે લાંબા સમયના વિરામ બાદ આ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે તાલાલા-વેરાવળ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે, ખાસ કરીને ઘુસિયા ગામ નજીક હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર આંશિક રીતે પ્રભાવિત થયો છે. આ ઉપરાંત તાલાલા પ્રવેશદ્વાર પાસે આવેલા એસ.ટી. બસ સ્ટેન્ડ પંથકમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે. માર્ગો પર પાણીના પ્રવાહ વહેતા થવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ આ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લાંબા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહેલા 'જગતના તાત' એટલે કે ખેડૂતોમાં ભારે ખુશી અને રાહતની લહેર દોડી ગઈ છે.સ્કૂલ બસને પાણીની બહાર કાઢવા મથામણઅમદાવાદના મુમતપુરા VIP રોડ પર ધોધમાર વરસાદના કારણે ભરાયેલા પાણીમાં એક સ્કૂલ બસ ફસાઈ જવાની ગંભીર ઘટના સામે આવી છે. ભારે જળભરાવ વચ્ચે રોડ પર અટવાઈ ગયેલી આ સ્કૂલ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સ્થાનિક સ્તરે ભારે મથામણ હાથ ધરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી પાણીમાં ફસાયેલી સ્કૂલ બસને બહાર કાઢવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.સૂત્રાપાડા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીસૂત્રાપાડા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પુનઃ એન્ટ્રી થતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. વડોદરા, ઝાલા, પ્રાચી, પ્રશ્નાવડા, લોઢવા અને સિંગસર સહિતના આસપાસના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે આ મેઘમહેર રાહતરૂપ સાબિત થઈ છે, કારણ કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હોય, સમયસર વરસાદ વરસવાથી ચોમાસુ પાકને નવું જીવનદાન મળવાની પ્રબળ આશા બંધાઈ છે અને ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ખેરાલુ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીખેરાલુ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર બે જ કલાકમાં ૩૭ મિમી વરસાદ ખાબક્યો છે, જેના કારણે સવારથી અત્યાર સુધીમાં કુલ ૪૦ મિમી (દોઢ ઇંચ જેટલો) વરસાદ નોંધાયો છે. બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેનાથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. સતત બે દિવસથી પડી રહેલા આ વરસાદી ઝાપટા અને ધોધમાર પાણી વહવાને કારણે શહેરના માર્ગો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા છે. બીજી તરફ, લાંબા સમયના વિરામ બાદ સુકાઈ રહેલા ખેતીના પાકોને નવું જીવનદાન મળતા ધરતીપુત્રો અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.બોટાદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદબોટાદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ સાર્વત્રિક અને ધીમી ધારે વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જેના કારણે આખો દિવસ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહેતા રાત્રીના અંધકાર જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ન વરરસવાને કારણે ચિંતિત બનેલા ખેડૂતો માટે આ ધીમી ધારે વરસી રહેલો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, જેનાથી કપાસ, મગફળી, તલ, જુવાર તેમજ શાકભાજી અને ઘાસચારાના પાકોને નવું જીવનદાન મળતા જગતના તાતને મોટી રાહત મળી છે.અમદાવાદના શેલામાં વરસાદી પાણી ભરાયા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શેલા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં મુખ્ય રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગો પર પાણી ભરાઈ જવાને કારણે વાહનોના આખા ટાયર પણ પાણીમાં ડૂબી ગયા છે, જેના લીધે વાહનચાલકો અટવાયા છે અને લોકોને મજબૂર થઈને ભારે મુશ્કેલી વચ્ચે પાણીમાંથી ચાલીને જવાની ફરજ પડી રહી છે.પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટલાંબા સમયથી વરસાદથી વંચિત રહેલા પોરબંદર જિલ્લામાં હવામાનમાં મોટો બદલાવ આવ્યો છે અને ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ખરાબ હવામાન અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પોરબંદર બંદર પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તેમજ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળવા માટે માછીમારોને દરિયો ન ખેડવા અને ખાસ સાવચેતી રાખવા તંત્ર દ્વારા કડક સૂચના અને અપીલ કરવામાં આવી છે.આતુરતાનો અંત, યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની પધરામણીથી આનંદો!યાત્રાધામ દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ચાલુ સીઝનમાં નહિવત વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા, વરસાદ પડતા જગતનો તાત ખુશખુશાલ થયો છે. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો અને માલધારીઓના ચહેરા પર ચિંતાની રેખાઓ હળવી થઈ છે. દ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વસાદથી ખેડૂતોમાં પાકને જીવતદાન મળવાની આશા બંધાઇ છે. દ્વારકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમા સામાન્ય વરસાદથી વાતાવરણમા ઠંકડ પ્રસરી છે.અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો, રસ્તા જળમગ્ન થતા વાહનચાલકોની હાલત કફોડીઅમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા જળમગ્ન બન્યા છે. જે કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે.જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદઅમરેલીના રાજુલા બાદ જાફરાબાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજુલા શહેરમાં 2 ઇંચ નોંધાયો છે.સુરત શહેરમાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદસુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં ઠંડક પસરી છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.મહેમદાવાદમાં મુસળધાર વરસાદમહેમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત છે. આજે ત્રીજા દિવસે મહેમદાવાદ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ખાત્રજથી મહેમદાવાદ અમદાવાદ રોડ પર વિઝીબીલિટી સર્જાઈ છે. મહેમદાવાદ પંથકમાં ડાંગર શાકભાજીના પાકોમાં ફાયદો થશે.પાલીતાણામાં વરસાદની જોરદાર બેટિંગપાલીતાણા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના પગલે શહેરના મુખ્ય બજાર, જકાતનાકા અને તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ મેઘમહેર માત્ર શહેરી વિસ્તાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ શેત્રુંજી ડેમ વિસ્તાર તેમજ ઘેટી, ડુંગરપૂર, હસ્તગીરી અને મોખડકા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી રેલાયા છે, તો બીજી તરફ લાંબા સમયથી રાહ જોવાતી આ મેઘમહેરથી ખેતીના પાકોને નવું જીવન મળતા ધરતીપુત્રો અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.સુરતના ઉધના નવસારી રોડ પર ભરાયા પાણી સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતાની સાથે જ વહીવટી તંત્ર અને જીપીસીબી (GPCB) ની પોલ ખુલ્લી પડી ગઈ છે, વિશેષરૂપે ઉધના નવસારી રોડ પર અને ઉધના બસ સ્ટેશનની બહારના માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદ વચ્ચે ડ્રેનેજ લાઈનો ઉભરાઈ જતા અને બેક મારતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું, જેમાં ડ્રેનેજમાંથી કેમિકલયુક્ત પાણી બહાર આવતા મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં તપેલા ડાઈંગ મિલ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી સીધું જ ડ્રેનેજમાં છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદઅરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા મેઘરજ અને બાયડ પંથકમાં માત્ર ચાર કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ અતિભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને આંબાવાડી અને ગાયત્રી સોસાયટી જેવા વિસ્તારોમાં બે ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહેવાસીઓ, વાહનચાલકો અને રાહદારીઓને આવાગમનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જૂનાગઢ જિલ્લાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદજૂનાગઢ જિલ્લાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ગુંદાજડ નદીમાં નવા નીર આવ્યા છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે. આ અવિરત વરસાદથી લાંબા સમયથી તરસતી સૂકી ધરતી અને જમીન સંપૂર્ણપણે તૃપ્ત થઈ ગઈ છે, જેના પગલે ખેડૂતોએ ઉત્સાહભેર વરસાદના વધામણા કર્યા છે અને ખેતીના પાકો માટે પાણી ઉપલબ્ધ થતાં ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે.બગોદરા હાઈવે પર ખાડારાજચોમાસા દરમિયાન ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેની પોલ ખોલી નાખી છે. બગોદરા હાઈવે પર ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ જતા રસ્તા તળાવમાં ફેરવાયા છે. ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તંત્ર માત્ર મેટલ કપચી નાખી સંતોષ માનતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આખો હાઈવે જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ખ્યાલ જ નથી આવતો કે રસ્તો ક્યાં છે અને ખાડો ક્યાં છે.અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં પાણી ભરાયાઅમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પર ભારે વરસાદના પગલે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે નોકરી-ધંધે કે બહાર નીકળેલા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણી ભરાવાના કારણે વાહનની ગતિ પણ ખૂબ જ મંદ પડી ગઈ છે.સુરત શહેરમાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદસુરત શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે, જેના પગલે સમગ્ર શહેરમાં કાળા ડિબાંગ વાદળોની છાયા વચ્ચે સાર્વત્રિક અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અચાનક બદલાયેલા આ વરસાદી માહોલથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ તથા બફારાથી હેરાન પરેશાન થઈ ગયેલા સુરતીઓને મોટી રાહત મળી છે. બીજી તરફ, સમયસર થયેલા આ વરસાદને કારણે ખેતીના પાકોને નવું જીવનદાન મળવાની પૂરી આશા બંધાતા ખેડૂતોમાં પણ ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.અંકલેશ્વરમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયાઅંકલેશ્વર પંથકમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે, જેમાં અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકિયા કોલેજ પાસે આવેલી આમલાખાડી ઓવરફ્લો થતાં ત્યાં બનાવવામાં આવેલા ડાયવર્જન પર પાણી ફરી વળ્યા છે અને સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જૂના બ્રિજ પરથી નાના વાહનો પસાર કરાવવામાં આવી રહ્યા છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.ગાંધીનગર શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ ગાંધીનગર શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં વિશેષરૂપે મહાનગરપાલિકા હેઠળ આવતા પોર ગામના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને સ્થાનિકોને આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદના વાસણા બેરેજના સાત દરવાજા ખોલાયાઅમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદના પગલે સાબરમતી નદીના જળસ્તરને નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના કુલ ૭ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં ૩ દરવાજા ૩ ફૂટ અને ૪ દરવાજા ૨ ફૂટ ખોલીને અત્યાર સુધીમાં કુલ ૯,૯૭૮ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ ૪૯ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને જળબંબાકાર થયેલી પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીકનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવઅમદાવાદના એસ.જી. હાઈવે પર વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. પેલેડિયમ મોલ નજીકનો સર્વિસ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટૂ-વ્હીલર ચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. રસ્તા પર ચાલી રહેલા ખોદકામને કારણે માર્ગ સાંકડો બની ગયો છે. સાથે જ માટીના ઢગલા રસ્તા પર ખડકાતા વરસાદી પાણી સાથે કાદવ અને માટી ફેલાઈ રહી છે. પરિણામે વાહનચાલકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.લિંબડી શહેર અને ગ્રામ્યમાં વરસાદનું આગમનલીંબડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે તથા વહેલી સવારે ગાજવીજ સાથે મેઘ મહેર થવાને કારણે ભલગામડા, ઘાઘરેટિયા, અંકેવાળિયા, રાસકા, બોડીયા, બલદાણા, ચોરણિયા, બોરણા તેમજ શિયાણી, નળકાંઠા અને ભાલપંથકમા મુશળધાર વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે ચિંતામાં મુકાયેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, જેનાથી કપાસ, જુવાર, એરંડા અને બાજરી જેવા ઉભા પાકને નવું જીવનદાન મળતા ધરતીપુત્રોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે.અટલાદરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાવડોદરામાં ભારે વરસાદને પગલે અટલાદરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, ખાસ કરીને અટલાદરા-બિલ-વડસર રોડ પર પાણી ભરાવાને કારણે મોટી મુશ્કેલી સર્જાઈ છે. ગટર લાઈન પર જ રોડ બનાવી દેવામાં આવ્યો હોવાના કારણે પાલિકાના મશીનો પણ ફેલ સાબિત થયા છે અને પાણી ઓસરતા ન હોવાથી આખરે સક્શન મશીન કામે લગાડવાની ફરજ પડી છે.પેટલાદમાં ધોધમાર વરસાદ ખાબક્યોપેટલાદ પંથકમાં રાત્રિના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક ખેતરોમાં પીળી પડવા અને સુકાવા લાગેલી ડાંગરના પાકને નવું જીવનદાન મળ્યું છે. આ અણધાર્યા અને સમયસરના ધોધમાર વરસાદને પગલે હવે ડાંગરનો પાક વિના વિઘ્ને સારી રીતે તૈયાર થઈ જશે તેવી પ્રબળ આશા ખેડૂતોમાં બંધાઈ છે.વિજાપુર શહેરમાં વરસાદી માહોલમહેસાણા જિલ્લાના વિજાપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મોડી રાતથી મેઘરાજાની પધરામણી થઈ છે અને સવારથી જ ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ થયેલા આ વરસાદના આગમનને કારણે વિજાપુર તાલુકાના સમગ્ર ગામોમાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદને લીધે શહેરના જાહેર મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.વરસાદમાં અમદાવાદ શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવઅમદાવાદમાં માત્ર એક જ કલાકના ધોધમાર વરસાદમાં શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે, જેના કારણે ખારીકટ કેનાલ હોવા છતાં પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો અને નીચાણવાળા વિસ્તારોની આ કાયમી સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે તેવા ગંભીર સવાલો સાથે AMCની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને તંત્રના મોટા દાવાઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જામનગર શહેરમાં વરસાદ શરૂ થયોજામનગર શહેર અને જિલ્લામાં હવામાનની આગાહી મુજબ ભાદરવા મહિનામાં પણ અષાઢી માહોલ સર્જાયો છે, જ્યાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં અને ઝરમર વરસાદ શરૂ થયો છે. આ વરસાદના પડવાથી ખેડૂતોના ઉભા પાકને નવું જીવનદાન મળી શકે તેવી પૂરી આશા બંધાઈ છે.વેરાવળ અને સોમનાથ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સોમનાથ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જ્યાં વહેલી સવારથી જ વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદના કારણે ચોમેર ઠંડક પ્રસરી જતાં વાતાવરણ અત્યંત ખુશનુમા બની ગયું છે અને પવિત્ર તીર્થધામ સોમનાથ મંદિર તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદથી ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના પગલે ખેતી માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થતાં ધરતીપુત્રો અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે તેમજ વેપારીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.અમરેલી જિલ્લામાં વરસાદી માહોલઅમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસવાથી માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. આશરે એક માસના લાંબા વિરામ બાદ ગણેશ ચતુર્થીના પાવન અવસર પર આ પ્રકારે ધોધમાર વરસાદ ખાબકતા લોકોમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પાટણમાં વરસાદી માહોલ જામ્યો પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જ્યાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા પાટણ, હારીજ, સમી, રાધનપુર અને ચાણસ્મા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ધીમીધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક છવાઈ જતાં અતિશય બફારા અને ઉકળાટથી સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. બીજી તરફ, કપાસ, એરંડા, બાજરી અને કઠોળ જેવા પાકો સુકાવાના આરે પહોંચી ગયા હતા, ત્યારે આ વરસાદના આગમનથી સુકાતા પાકને નવું જીવનદાન મળવાની પૂરી આશા જાગી છે અને જિલ્લાભરના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.અમદાવાદમાં ભારે વરસાદથી હાલાંકીઅમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારના ગુજરાત કોલેજ રેલવે અંડરપાસમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે વધુ પાણી ભરાતા બંને તરફનો ટ્રાફિક એક જ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યો છે. આ ઉપરાંત શહેરના પાલડી વિસ્તારમાં આવેલી શાંતિકૃપા રેસીડેન્સી પાસે તેમજ એપ્રિલપાર્ક મેટ્રો સ્ટેશન પાસેથી અમરાઈવાડી અને ગોમતીપુર તરફ જવાના માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને અવાર-જવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને શહેરમાં વરસેલા આ વરસાદથી સમગ્ર વાહનવ્યવહાર ગંભીર રીતે અસરગ્રસ્ત થયો છે.અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યોઅમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વસ્ત્રાપુર અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ આ ખરાબ વાતાવરણની સીધી અસર હવાઈ મુસાફરી પર પડી છે, જેને લીધે અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી વિવિધ ફ્લાઇટ્સ મોડી પડી છે. દિલ્હી, ઇન્દોર, અબુધાબી અને કુવૈત સહિતની ૯થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ૩૦ મિનિટથી લઈને ૧ કલાક સુધી મોડી પડતા મુસાફરો ભારે મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે.મોડાસામાં માત્ર એક જ કલાકમાં બે ઇંચ વરસાદઅરવલ્લી જિલ્લાના મોડાસામાં માત્ર એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મેઘરજ રોડ, ચાર રસ્તા અને બસપોર્ટ પાછળના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનો બંધ થઈ જવાની ઘટનાઓ પણ બની હતી. આ ભારે વરસાદને પગલે સમગ્ર અરવલ્લી જિલ્લાભરમાં મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છેતારાપુર અને ખંભાત સહિતના ભાલ પંથકમાં વરસાદતારાપુર અને ખંભાત સહિતના ભાલ પંથકમાં 40 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર જમાવટ થઈ છે. રાત્રીના ૩ વાગ્યાથી ચોધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે તારાપુર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.કેનાલોમાં અપૂરતા પાણીના કારણે ખેતરોમાં તિરાડો પડી ગઈ હતી અને જમીન સુકાઈ રહી હોવાથી અંદાજે ૨૯ હજાર હેક્ટર જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી, ત્યારે આ વરસાદ ડાંગર પકવતા ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થયો છે. લાંબા સમયના સૂકા વાતાવરણ અને અસહ્ય બફારાથી લોકોને પણ મોટી રાહત મળી છે અને ૪૦ દિવસ બાદ થયેલી આ મેઘમહેરથી ખેતરોને નવજીવન મળતા ખેડૂતોના ચહેરા પર ફરી સ્મિત અને આશાની કિરણ જાગી છે.સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યોસાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને વડાલીમાં દોઢ ઇંચ અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ સાર્વત્રિક મેઘ મહેર થવાથી કિસાન આલમમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને મુરજાતા ચોમાસુ પાક તથા મગફળી અને કપાસ જેવા પાકોને વ્યાપક ફાયદો થવાની સાથે નવજીવન મળ્યું છે.વડોદરા શહેરમાં ભારે વરસાદ ખાબક્યોવડોદરા શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો પરેશાન થયા હતા અને તંત્રની ચિંતામાં પણ વધારો થયો હતો. આ તરફ ભરૂચના જંબુસર અને તેના ટુંડાજ તેમજ કોરા કાવલી જેવા ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે એક મહિનાના લાંબા અંતરાલ બાદ શેરીઓમાં વરસાદી પાણી વહ્યા હતા અને આ સારા વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે.વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘ મહેરવલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત રહી છે, જેમાં વિશેષ કરીને કપરાડા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક લો-લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને પણ ભારે અસર પહોંચી છે. કપરાડાના કરર્ચોણથી દૂધની તરફ જતા માર્ગ પર આવેલો લેવલ કોઝવે પાણીમાં ડૂબી ગયો છે, જ્યારે બીજી બાજુ બુરલા ગામે કોલક નદીનો પુલ પણ ફરીથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ પ્રકારની સ્થિતિમાં લો-લેવલના બ્રિજ પરથી લોકો પોતાની જાનના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે, કારણ કે થોડા જ વરસાદમાં કપરાડામાં આ પ્રકારની મુશ્કેલીઓથી સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદતાલાલા પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદને કારણે ચોમેર ઠંડક પ્રસરી જવાથી વાતાવરણ અત્યંત ખુશનુમા બની ગયું છે. આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થતાં ધરતીપુત્રો અને ખેડૂતોમાં ખુશીની લહેર તેમજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ વરસાદના આગમનને લઈને વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ છવાયો છે અને ચોમાસું ફરીથી સક્રિય થયું છે.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે રસ્તાઓ અને શેરીઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યા છે. વરસાદના આ આગમનને કારણે ધરતીપુત્રો અને ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.વીજળીના કડાકા-ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદડેસર તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે વીજળીના કડાકા-ભડાકા અને જોરદાર પવન સાથે ભારે વરસાદ વરસતા ડેસર સહિત સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું અને માર્ગો પરથી નદીની જેમ વરસાદી પાણી વહ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન અહીં 38 મિમી વરસાદ નોંધાવા સાથે સીઝનનો કુલ વરસાદ 538 મિમી પર પહોંચ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને એક મહિનાની આતુરતાનો અંત આવતા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદઅરવલ્લી જિલ્લામાં ગત રાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં સાઠંબામાં દોઢ ઇંચ અને મોડાસા શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મેઘરજ, બાયડ, ધનસુરા અને માલપુર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસતા ખેતી પાકને મોટો ફાયદો થયો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.ખેરાલુ પંથકમાં લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા-ભડાકા અને ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેરાલુ શહેર ઉપરાંત ડભોડા, કુડા, નળુ, સાગથળા, ચોટીયા, કેશરપુરા અને નાનીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા તાપ અને ઉકળાટમાંથી રાહત મળી હતી.આણંદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલઆણંદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જેમાં ખાસ કરીને બોરસદ શહેરમાં વહેલી સવારથી જ એકધારો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડી રાત્રે પણ વરસાદ ખાબક્યા બાદ સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાને કારણે ભોભાફળી, જનતા બજાર અને રબારી ચકલા સહિતના મુખ્ય માર્ગો પાણી-પાણી થઈ ગયા છે. માત્ર શહેરી જ નહીં પરંતુ બોરસદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાપા, કાવીઠા, દાવોલ, રાસ અને ઝારોલા સહિતના ગામોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. સતત પડી રહેલા આ વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે.જૂનાગઢ અને રાજકોટમાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાનરાજકોટમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જ્યાં આકાશમાંથી ધીમે-ધીમે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ હળવા વરસાદના કારણે શહેરના રસ્તાઓ ભીના થઈ ગયા છે અને વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસરી જવાથી લોકોને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.જૂનાગઢમાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા, જ્યાં વહેલી સવારે ગિરનાર પર્વત પર માત્ર એક જ કલાકમાં એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા દામોદર કુંડમાં ચોમાસામાં પહેલીવાર પાણી આવવાથી જળસ્તર વધ્યું હતું તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાળવા નદીમાં સિઝનમાં પહેલીવાર પૂર આવતા નદી બંને કાંઠે ધસમસતા પ્રવાહ સાથે વહેતી થઈ હતી. બીજી બાજુ મોરબી પંથકના હળવદ અને માળિયા સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મોડી રાત્રેથી શરૂ થયેલા વરસાદી ઝાપટાંથી અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળવાની સાથે ઊભા પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થતાં ખેડૂતોમાં નવી આશા જાગી છે.આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી
Read Full Story
arrow_forward