android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha Rain Update: પાલનપુર અને ડીસા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર
calendar_today September 14, 2026

Banaskantha Rain Update: પાલનપુર અને ડીસા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર પુનઃરાગમન કર્યું છે. જિલ્લાના મુખ્યાલય પાલનપુર તેમજ ડીસા અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ ડીસા અને પાલનપુર પંથકમાં ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થતાં સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.ખેમાણા, લુણવા અને ચડોતર વિસ્તારમાં વરસાદી ઝાપટાંપાલનપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો જેવા કે ખેમાણા, લુણવા અને ચડોતર સહિતના પંથકોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમયથી વરસાદ ગાયબ રહેતાં વ્યાપેલી અસહ્ય ગરમી અને બફારામાંથી આ વરસાદી પધરામણીને પગલે સ્થાનિક રહીશોને મોટી રાહત મળી છે. માર્ગો ભીંજાવવાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે.બળી રહેલા પાકને મળ્યું જીવતદાન, ધરતીપુત્રોમાં આનંદછેલ્લા કેટલાય સમયથી વરસાદ ન પડવાના કારણે ખેતરોમાં ઉભેલો મોંઘો પાક સુકાઈને બળી રહ્યો હતો, જેને લઈને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. પરંતુ લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદથી બળી રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. સમયસર થયેલી આ મેઘમહેરથી બનાસકાંઠાના ધરતીપુત્રો અને ખેડૂત આલમમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot : લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગોંડલથી જામકંડોરણા અને ધોરાજી સુધી ધોધમાર વરસાદ, Video
calendar_today September 14, 2026

Rajkot : લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગોંડલથી જામકંડોરણા અને ધોરાજી સુધી ધોધમાર વરસાદ, Video

લાંબા સમયના વિરામ બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગોંડલ, સિહોર, જામકંડોરણા અને ધોરાજી પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ ધીમીધારે શરૂ થયેલો વરસાદ બપોર પછી ધોધમાર વરસ્યો હતો.ગોંડલમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાંગોંડલ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં ધીમીધારે વરસેલા વરસાદ બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી હતી.ખેડૂતોના ઉભા પાકને પણ નવજીવન મળ્યુંલાંબા વિરામ બાદ વરસાદ વરસતાં ખેડૂતોના ઉભા પાકને પણ નવજીવન મળ્યું છે. વરસાદથી જગતના તાતમાં ખુશી અને રાહતની લાગણી જોવા મળી રહી છે.   સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદસિહોરના ગ્રામ્ય પંથકમાં પણ છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. આજે વરલ, થાળા, બેકડી સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. મેઘમહેરથી ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે.જામકંડોરણામાં મેઘરાજા મન મૂકીને વરસ્યારાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને વરસતાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સતત વરસાદથી પાકને નવું જીવનદાન મળવાની આશાએ ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે.ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ક્યાંક સામાન્ય તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી હતી અને લોકો છત્રી સાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા.મેઘમહેરથી ખેડૂતોને મોટી રાહત મળી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસેલી આ મેઘમહેરથી ખેડૂતોને મોટી રાહત મળી છે. જો વરસાદનો આ સિલસિલો યથાવત રહેશે તો ઉભા પાકને વધુ ફાયદો થવાની શક્યતા છે. આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Botad Rain Update: સતત ત્રીજા દિવસે સાર્વત્રિક ધીમી ધારે વરસાદ, કપાસ અને મગફળીના પાકને મળ્યું જીવતદાન
calendar_today September 14, 2026

Botad Rain Update: સતત ત્રીજા દિવસે સાર્વત્રિક ધીમી ધારે વરસાદ, કપાસ અને મગફળીના પાકને મળ્યું જીવતદાન

બોટાદ જિલ્લામાં મેઘરાજા સતત ત્રીજા દિવસે પણ મહેરબાન રહ્યા છે. દિવસ દરમિયાન જિલ્લા પંથકમાં આકાશમાં ઘનઘોર કાળાડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા, જેના કારણે બપોરના સમયે પણ રાત્રિ જેવો અંધકારમય માહોલ સર્જાયો હતો. સમગ્ર જિલ્લામાં સતત ધીમી ધારે વરસાઈ રહેલા આ વરસાદના કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.જિલ્લાના ચારેય તાલુકાઓ સહિત ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક મેઘમહેરબોટાદ જિલ્લાના તમામ ચાર તાલુકાઓ બોટાદ, બરવાળા, રાણપુર અને ગઢડામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.બોટાદ પંથક: બોટાદ શહેર ઉપરાંત લાઠીદડ, સમઢીયાળા, પાટી, નાગલપર, અને જોટીંગડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે.બરવાળા પંથક: બરવાળા શહેર સહિત કુંડળ, બેલા, ટીંબલા, ખાંભડા, સાળંગપુર, ચાચરીયા અને રેફડા ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે.રાણપુર પંથક: રાણપુર શહેર તેમજ અળવ, અલમપર, ધારપીપળા, નાગનેશ, ખોખનીયા અને વાવડી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.ગઢડા પંથક: ગઢડા શહેર સહિત ઢસા, માંડવધાર, ગોરડકા, ટાટમ, ભીમડાદ, નિંગાળા અને ઉગામેડી પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે.એક મહિનાના વિરામ બાદ મેઘમહેરબોટાદ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદે સંપૂર્ણ ખેંચાણ સાર્વત્રિક વિરામ લીધો હતો, જેના કારણે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો હતો, પરંતુ સતત ત્રીજા દિવસે શરૂ થયેલા આ વરસાદથી ખેડૂતોની ચિંતા દૂર થઈ છે અને તેમના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે. કપાસ, મગફળી અને શાકભાજીના પાકને મળ્યું સંજીવની સમાન જીવતદાનધીમી ધારે વરસાઈ રહેલું આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે. બોટાદ જિલ્લામાં વાવેતર કરાયેલા મુખ્યત્વે કપાસ, મગફળી, તલ અને જુવાર સહિતના પાકો તેમજ શાકભાજી અને પશુઓના ઘાસચારાને આ વરસાદથી નવું જીવતદાન મળ્યું છે. જમીનમાં પૂરતો ભેજ મળતાં હવે પાકનો ઉપજ-વિકાસ ઝડપી બનશે.આ પણ વાંચો: Botad માર્કેટ યાર્ડ તહેવારો નિમિત્તે બે દિવસ રહેશે બંધ!

Read Full Story arrow_forward