android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 12 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
calendar_today September 14, 2026

Gujarat Latest News Live: રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 12 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Banaskantha News : લોક અદાલતમાં એક જ દિવસમાં 8207 કેસોનો નિકાલ થયો, 32.55 કરોડનું સેટલમેન્ટ
calendar_today September 14, 2026

Banaskantha News : લોક અદાલતમાં એક જ દિવસમાં 8207 કેસોનો નિકાલ થયો, 32.55 કરોડનું સેટલમેન્ટ

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા 12 સપ્ટેમ્બર 2026ના રોજ તમામ પ્રકારના દીવાની તથા સમાધાનલાયક ફોજદારી કેસો માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતને બનાસકાંઠા જિલ્લાના પક્ષકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ એન. આર. જોષીના સઘન પ્રયત્નોથી પ્રી-લીટીગેશનના ટ્રાફિક ચલણના કુલ 2286 કેસો સહિત કુલ 2908 કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું, જેમાં 6,43,24,109.60ના સેટલમેન્ટનો હુકમ કરવામાં આવ્યો હતો.કુલ 8207 કેસોનો નિકાલ કરવામાં આવ્યોબનાસકાંઠા જિલ્લાની વિવિધ અદાલતોમાં ચાલુ કેસોમાંથી કુલ 5299 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં . 26,12,47,782.20નું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મોટર અકસ્માત વળતર સંબંધિત કુલ 52 કેસોમાં સમાધાન થતાં રૂા. 5,55,50,000/-નું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ, પ્રી-લીટીગેશન તથા લીટીગેશન મળી લોક અદાલત મારફતે કુલ 8207 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વળતર ચૂકવવાના હુકમ કરવામાં આવ્યાઆ લોક અદાલતમાં કૂલ 32,55,71,891.80ની રકમના સેટલમેન્ટ/વળતર ચૂકવવાના હુકમ કરવામાં આવ્યા હતા. આ લોક અદાલતને સફળ બનાવવા બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ માનનીય ન્યાયાધીશો, વકીલો, બેંક તથા ઈન્શ્યોરન્સ કંપનીઓના અધિકારીઓ તેમજ કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ સક્રિય સહયોગ આપી સખત જહેમત ઉઠાવી હતી.લોક અદાલતના માધ્યમથી પક્ષકારોને ઝડપી, સરળ અને પરસ્પર સંમતિથી વિવાદોના નિરાકરણનો લાભ મળ્યો હતો.આ પણ વાંચોઃ Anand Rain Update: જિલ્લામાં ધોધમાર વરસાદ, બોરસદમાં 2 કલાકમાં 4.7 ઈંચ વરસાદથી જળબંબાકાર

Read Full Story arrow_forward
Ahmedabad : સામાન્ય વરસાદે જ ખોલી કોર્પોરેશનની પોલ, આખા શહેરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, Video
calendar_today September 14, 2026

Ahmedabad : સામાન્ય વરસાદે જ ખોલી કોર્પોરેશનની પોલ, આખા શહેરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, Video

અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. થલતેજ વિસ્તારમાં મુખ્ય માર્ગોથી લઈને સોસાયટીના આંતરિક રસ્તાઓ સુધી પાણી ફરી વળતાં કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.મુખ્ય રસ્તાઓ પર પાણી, વાહનચાલકો પરેશાનવરસાદ બાદ થલતેજ સહિત સમગ્ર અમદાવાદના મોટાભાગના વિસ્તારના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર મુખ્ય રસ્તાઓ જ નહીં, પરંતુ સોસાયટીના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોની હાલાકી વધી હતી.પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર?દર વર્ષે ચોમાસા પહેલાં ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને અન્ય કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં આ કામગીરીની ગુણવત્તા અને અસરકારકતા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જો સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે, તો ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ શું થશે તે અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.   કોર્પોરેશન સાથે નાગરિકોની પણ જવાબદારીસ્થાનિક શહેરીજનોએ જણાવ્યું હતું કે પાણી ભરાવા માટે માત્ર કોર્પોરેશનને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. લોકો દ્વારા રસ્તાઓ અને ગટરોમાં પ્લાસ્ટિક સહિતનો કચરો ન નાખવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ વધુ ઝડપથી થઈ શકે છે. શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોર્પોરેશનની સાથે નાગરિકોની પણ છે.પાણી ભરાવાની સમસ્યા કેમ યથાવત છે?હવે સવાલ એ છે કે પ્રી-મોન્સૂન કામગીરી છતાં થલતેજ જેવા વિકસિત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા કેમ યથાવત છે? કોર્પોરેશન આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ક્યારે અસરકારક પગલાં ભરશે?  આ પણ વાંચો  :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward