android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : વિદ્યાર્થીઓએ 500થી વધારે ફ્ર્નિચર ડિસ્પ્લે, ટાઉનશિપ કન્સેપ્ટ્સ, બેસ્ટ-આઉટ-ઓફ્-વેસ્ટ ક્રિએશન્સ રજૂ કર્યાં
calendar_today September 14, 2026

Ahmedabad : વિદ્યાર્થીઓએ 500થી વધારે ફ્ર્નિચર ડિસ્પ્લે, ટાઉનશિપ કન્સેપ્ટ્સ, બેસ્ટ-આઉટ-ઓફ્-વેસ્ટ ક્રિએશન્સ રજૂ કર્યાં

9 સફ્ળ સીઝન પછી, અમદાવાદનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન- BRDS ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન 2026 તાજેતરમાં શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર, અમદાવાદ ખાતે યોજાયું હતું. ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં3000+ ડિઝાઇન ઉત્સાહીઓ, ઉભરતા ડિઝાઇનર્સ, ઉદ્યોગ વ્યાવસાયિકો અને અગ્રણી બ્રાન્ડ્સ વર્તમાનકાળની ઇન્ટિરિયર ડિઝાઇનની ઉજવણી માટે ભેગા થયા હતા. પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ BRDSના 300થી વધુ ઇન્ટિરિયરડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલું સર્જનાત્મક કાર્ય રહ્યું હતું. વિદ્યાર્થીઓએ 500થી વધુ ફ્ર્નિચર ડિસ્પ્લે, ટાઉનશિપ કન્સેપ્ટ્સ, ઇન્સ્ટોલેશન્સ, બેસ્ટ-આઉટ-ઓફ્-વેસ્ટ ક્રિએશન્સ, ઇન્ટિરિયર એસેસરીઝ, 3D મોડલ્સ અને વિગતવાર ઇન્ટિરિયર ડ્રોઈંગ્સ દ્વારા પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. ઇન્ડસ્ટ્રીના દૃષ્ટિકોણને ઉમેરતા દુરિયન લેમિનેટ્સ, એસ્કોઝર ઓટોમેશન્સ, ક્રાઉન ઇન્ટિરિયર્સ, મોર્ફે ફ્ર્નિચર, ફાઇન ટચ ટાઇલ્સ એન્ડ ઇન્ટિરિયર સોલ્યુશન્સ, ટેબલિન ક્યુરેટેડ લિવિંગ, ઓલ અબાઉટ બોહેમિયન, રામાટ હોમ્સ સહિતની અગ્રણી બ્રાન્ડ્સે પોતાના નવીનતમ પ્રોડક્ટ્સ, મટિરિયલ્સ અને ડિઝાઇન સોલ્યુશન્સનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દ્વારા ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સંવાદ માટેની તકો પણ ઊભી થઈ હતી. જેના પરિણામે ઉભરતા ડિઝાઇનર્સને આધુનિક પ્રોડક્ટ્સ, નવી ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રીની કાર્યપદ્ધતિઓ અંગે મૂલ્યવાન અનુભવ અને એક્સપોઝર મળ્યું હતું. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, પ્રોડક્ટ ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીની ભાગીદારીના સુંદર સમન્વય સાથે BRDSઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન 2026 અમદાવાદના સતત વિકસતા ઇન્ટિરિયર ડિઝાઇન ક્ષેત્રની ઉજવણી કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનીને ઉભરી આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : વિરાટનગરમાં સરદાર મોલથી કોઠિયા હોસ્પિટલ સુધીનો માર્ગ બિસ્માર બન્યો
calendar_today September 14, 2026

Ahmedabad : વિરાટનગરમાં સરદાર મોલથી કોઠિયા હોસ્પિટલ સુધીનો માર્ગ બિસ્માર બન્યો

અમદાવાદ પૂર્વના વિરાટનગર વોર્ડમાં આવેલા નિકોલ ગામ રોડ પર સરદાર મોલથી કોઠિયા હોસ્પિટલ સુધીનો રસ્તો ભારે બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.એક વર્ષ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોડ પર ઉત્તર દિશામાં રોડ લાઈનના અમલીકરણ માટે દબાણો હટાવવામાં આવ્યા હતા. જોકે, દબાણ હટાવ્યાને એક આખું વર્ષ વિતી જવા છતાં આ જગ્યા પર નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી. પરિણામે જૂના અને અડધા બનેલા રસ્તાની ધાર બરાબર રોડની વચ્ચે આવી ગઈ છે. રસ્તા વચ્ચે આવેલી આ ધારના કારણે અવારનવાર વાહનો સ્લિપ થઈ રહ્યા છે.ખાસ કરીને ચોમાસા દરમિયાન રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને આ ધાર દેખાતી નથી, જેના લીધે ટુ-વ્હીલર ચાલકો દરરોજ નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અકસ્માતો ઉપરાંત, ઉડતી ધૂળ અને ટ્રાફ્કિની સમસ્યાથી રોડની બંને બાજુ આવેલી આશરે 100થી વધુ દુકાનોના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.સ્થાનિકોનું કહેવું છે નિકોલ અનેવિરાટનગરની પ્રજા મ્યુનિસિપલ કોર્પોરેશનની આળસનું પરિણામ ભોગવી રહી છે. વિરાટનગર, નિકોલ અને કઠવાડાના હજારો નાગરિકો તથા વાહનચાલકોના હિતમાં સરદાર મોલથી કોઠિયા હોસ્પિટલ થઈને વેરા સુધીનો આખો રોડ તાત્કાલિક અસરથી નવો બનાવવામાંઆવે તેવી લોકમાંગણી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : લાલ દરવાજા AMTSબસ સ્ટેન્ડ ખાતે ડિજિટલ ટાઇમ ટેબલ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા
calendar_today September 14, 2026

Ahmedabad : લાલ દરવાજા AMTSબસ સ્ટેન્ડ ખાતે ડિજિટલ ટાઇમ ટેબલ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા

અમદાવાદ શહેરના હૃદયસમા અને સૌથી વ્યસ્ત ગણાતા લાલ દરવાજા AMTSબસ ટર્મિનસ ખાતે મુસાફરોની સુવિધા માટે મૂકવામાં આવેલા આધુનિક ડિજિટલ સમય સારણી) બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. નવા લાલ દરવાજા બસ સ્ટેન્ડનું નિર્માણ કરીને તેને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી લઈને આજદિન સુધી આ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં જ લટકી રહ્યા છે, જેના કારણે રોજના હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મહત્વનું છે કે લાલ દરવાજા ટર્મિનસ પરથી શહેરના ખૂણે-ખૂણે જવા માટે દરરોજ હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ બસ પકડે છે. મુસાફરોને કઈ બસ કેટલા વાગે આવશે અને કયા પ્લેટફોર્મ પરથી મળશે તેની સરળ માહિતી મળી રહે તે હેતુથી લાખોના ખર્ચે આ ડિજિટલ બોર્ડ લગાવાયા હતા. જોકે, આ બોર્ડ શરૂ જ ન કરાતા મુસાફરોને બસ સમયસર મળશે કે કેમ તેની માહિતી માટે પૂછપરછ કેબિન અથવા અન્ય લોકો પર નિર્ભર રહેવું પડે છે.મુસાફરોનું કહેવું છે કે નવું બસ સ્ટેન્ડ બન્યું ત્યારે ડિજિટલ સિસ્ટમથી મોટી રાહત મળશે તેવી આશા હતી, પરંતુ તંત્રની આળસ અને યોગ્ય જાળવણીના અભાવે આ સુવિધા કાગળ પર જ રહી ગઈ છે. બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ પર લટકાવેલા બ્લેન્ક ડિસ્પ્લે બોર્ડ તંત્રની ઘોર બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે.લાખો રૂપિયાના ખર્ચે મુકાયેલી આ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ થાય અને મુસાફરોને ડિજિટલ બોર્ડ દ્વારા બસના સમયની સાચી માહિતી ત્વરિત મળે તે માટે AMTS અને મ્યુનિસિપલ કોર્પોરેશન વહેલી તકે આ બોર્ડ કાર્યરત કરે તેવી લોક માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward