android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandvi: પાલિકા શાસકોની બેદરકારી લાખોના ખર્ચે બનેલા શૌચાલયો ખંડેર
calendar_today September 14, 2026

Mandvi: પાલિકા શાસકોની બેદરકારી લાખોના ખર્ચે બનેલા શૌચાલયો ખંડેર

માંડવી નગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે બનાવાયેલા જાહેર શૌચાલયો યોગ્ય જાળવણીના અભાવે સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયા છે. પ્રજાના કરવેરાના કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી આ સુવિધાઓ સફાઈ અને પાણી વિના ધૂળ ફાંકી રહી છે.માંડવીના મુખ્ય વિસ્તારો પૈકી ધોબણીનાકા અને મહિલા શોપિંગ સેન્ટર પાસે આવેલા શૌચાલયોની હાલત અત્યંત જર્જરિત છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ શૌચાલયો માવજત વિના ખંડેર બની ગયા છે. પાણીની ટાંકીઓ ખાલી છે અને પાછળના ભાગે જામેલા ગંદકીના સામ્રાજ્યને કારણે આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. બૌધાનિયા દરવાજા તેમજ શહેરના અન્ય વોર્ડ વિસ્તારોમાં પણ શૌચાલયોની સ્થિતિ સમાન છે. તંત્ર વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ જમીની હકીકત સાવ વિપરીત છે. નાગરિકો અને સામાજિક આગેવાનોની વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર કોઈ જ નક્કર પગલાં ભરી રહ્યું નથી.સ્થાનિક નાગરિકોમાં એવી ઉગ્ર ચર્ચા જાગી છે કે પાલિકાના સત્તાધીશોને જૂની સુવિધાઓની જાળવણી કે મરામત પાછળ નાણાં ફાળવવામાં કોઈ આર્થિક રસ નથી. જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય સર્વે કરીને આ શૌચાલયોની સફાઈ, મરામત અને પાણીની કાયમી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગંભીર બીમારીઓ ફેલાવાની શકયતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh :સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમનઃ મૂરઝાતા પાકને જીવતદાન મળ્યું
calendar_today September 14, 2026

Junagadh :સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમનઃ મૂરઝાતા પાકને જીવતદાન મળ્યું

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થતા મુરઝાતી મોલાતને જીવતદાન પ્રાપ્ત થયું છે. સારા વરસાદથી લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ છે. બાબરા પંથકમાં લાંબા સમયની રાહ જોયા બાદ વરસેલા આ વરસાદથી ખેતીનું પાક ચિત્ર બદલાયું છે. સુકાતા પાકોને નવું જીવતદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. માળિયા હાટીના, લાઠોદરા, કડાયા, ભંડુરી અને ગાળોદર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસવાનું શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાવરકુંડલા તાલુકામાં ધીમીધારે વરસાદ વરસતા અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીના વડિયામાં 33મીમી વરસાદથી આનંદની લાગણી ફેલાઈ છે. ધોરાજી શહેર ઉપરાંત નાની પરબડી, જમનાવડ, વેગડી, તોરણીયા, ફેરણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી મગફ્ળી, એરંડા, સોયાબીન, તુવેર સહિતના ચોમાસુ પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.લાંબા સમયના વિરામ બાદ મેંદરડા પંથકમાં મેઘરાજાએ ફરીપધરામણી કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: આંગન એપાર્ટમેન્ટનું પાર્કિંગ ધસી પડતા 8 કાર કાંસમાં ખાબકી
calendar_today September 14, 2026

Bharuch: આંગન એપાર્ટમેન્ટનું પાર્કિંગ ધસી પડતા 8 કાર કાંસમાં ખાબકી

ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યુ છે. દરમ્યાન કસક વિસ્તારમાં વરસાદી કાંસ પાસે આવેલી આંગણ એપાર્ટમેન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદી પાણીના તેજ પ્રવાહને કારણે કાંસના કિનારે ધોવાણ થતાં એપાર્ટમેન્ટના પાર્કિંગની દિવાલ અને જમીનનો મોટો હિસ્સો અચાનકધસી પડયો હતો. પરિણામે પાર્કિંગમાં ઉભેલી 8 જેટલી કાર કાંસમાં ખાબકી હતી.મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે કસકવિસ્તારમાંથી વરસાદી પાણીનો પ્રવાહ સોસાયટી પાછળથી પસાર થતી કાંસમા વધી ગયો હતો. કાંસની બાજુમાં આવેલા ભાગમાં સતત ધોવાણ થતા પાર્કિંગની જમીન નબળી પડી હતી. અચાનકપાર્કિંગની દિવાલ અને જમીનનો મોટો ભાગ ધસી પડતા શેડ પણ તૂટી ગયો હતો અને તેની સાથે પાર્ક કરેલી અનેકકાર કાટમાળ સાથે કાંસમાં ખાબકી હતી.ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ઘટનમાં જાનહાની થઈ હોવાનું સામે આવ્યુ નથી પરંતુ વાહનોને લાખો રૂપિયાનું નુકશાન થયુ છે. રહીશોએ આ ઘટનાને તંત્રની બેદરકારી ગણાવી માંગ કરી છે કે વરસાદી કાંસનું તાત્કાલીકમજબૂતીકરણ કરી કાયમી રિપેરીંગ કરવામાં આવે તેમજ વાહનોના માલિકોને યોગ્ય વળતર આપવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward