android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: વાગરા તાલુકાના પહાજ ગામે મર્ડર કેસનો આરોપી ઝડપાયો
calendar_today September 14, 2026

Bharuch: વાગરા તાલુકાના પહાજ ગામે મર્ડર કેસનો આરોપી ઝડપાયો

વાગરાના પહાજ ગામે બનેલ હત્યાની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી હતી. વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો. હત્યારાનું ગામમાં લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રકશન કરતા વાતાવરણ ઉત્તેજના ભર્યુ બનતા મામલો ગરમાઈ જવા પામયો હતો.વાગરાના પહાજ ગામે શનિવારની રાતના વસીમ નામના યુવકનું ગામના જ આસીફે છરાના ઘા કરતા હોસ્પિટલના બિછાને ઘાયલ યુવકનું મોત નિપજવા પામ્યુ હતુ. જેને પગલે ગતરોજ મૃતકયુવકનો પરિવારના સભ્યો વાગરા પોલીસ મથકે ઉમટી પડયા હતા. આ બનાવને પગલે હરકતમાં આવેલ વાગરા પોલીસે હત્યારાનું પગેરૂ મેળવવા ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને દબોચી લીધો હતો. આરોપીનું રિકન્ટ્રકશન થવાની માહિતી મળતા પહાજ ગામે ઉત્તેજના ભર્યા વાતાવરણનું નિર્માણ થવા પામ્યુ હતુ. જેને પગલે પોલીસ સતર્ક બની ગઈ હતી. આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને કઈ રીતે અંજામ આપ્યો એનું આરોપી પાસે રિકન્ટ્રકશન કરાવવામાં આવ્યુ હતુ. આ તબક્કે કાછિયા ફળીયામાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ દરમ્યાન મૃતકના સગા સંબંધીઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. હાલ તો હત્યાના મામલે પોલીસ ઈન્સ્પેકટર શક્તિસિંહ ગોહિલે તપાસને વેગવંતી બનાવી દીધી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: દેશમાં 35 લાખ સહકારી સંસ્થાઓ જનહિતલક્ષી પ્રવૃત્તિઓ કરે છે
calendar_today September 14, 2026

Narmada: દેશમાં 35 લાખ સહકારી સંસ્થાઓ જનહિતલક્ષી પ્રવૃત્તિઓ કરે છે

ભારત સરકારના ગ્રાહકબાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમના પ્રવાસના બીજા દિવસે એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ગુજરાત ગવર્મેન્ટ એમ્પલોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ (GECOCSL)ના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત ચિંતન શિબિરમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રસંગોચિત ઉબ્દોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષકહંમેશા લોકોને રોજિંદા જીવનની મુશ્કેલીઓમાંથી બહાર લાવવાનો પુરુષાર્થ કરે છે. સતત પ્રયાસોથી જ એકસંસ્થા સમય જતાં વટવૃક્ષ બને છે. દેશમાં 35 લાખ જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે અને વિવિધ ક્ષેત્રોમાં 150થી વધુ જનહિતલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને લોકોના જીવનમાં સકારાત્મકપરિવર્તન લાવી રહી છે.આ પ્રસંગે ગુજરાત સરકારના સહકારી મંડળીઓ (ઔદ્યોગિક)ના સંયુક્ત રજિસ્ટ્રાર આર.ડી. ત્રિવેદી, નિયામકખાંડ સહકારી મંડળીઓ સુનિલકુમાર ચૌધરીએ પણ પ્રસંગોચિત ઉબ્દોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં ડૉ. રામસિંહ રાજપૂત (પૂર્વ રજિસ્ટ્રાર), સંસ્થાના સ્થાપકપ્રમુખ શ્રી હરિભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી દિપકકુમાર જાદવ, મંત્રી ડૉ. પ્રકાશ રાજપૂત સહિત સંસ્થાના રોકાણકારો, સભાસદો અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: ઈશ્વરસિંહ પટેલ સતત 11મી વખત પંડવાઈ શુગરના ચેરમેન બન્યાં
calendar_today September 14, 2026

Ankleshwar: ઈશ્વરસિંહ પટેલ સતત 11મી વખત પંડવાઈ શુગરના ચેરમેન બન્યાં

અંકલેશ્વર : હાંસોટ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીના ચેરમેન તરીકે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની સતત 11મી વખત વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે અનિલ પટેલની બિનહરીફ્ વરણી થઈ છે. સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે તમામ 16 બેઠકો પર વિજય મેળવ્યા બાદ હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. તમામ 16 બેઠકો પર સહકાર પેનલનો વિજય થયો હતો પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો જોવા મળ્યો હતો. પેનલે તમામ 16 બેઠકો પર વિજય મેળવી સત્તા જાળવી રાખી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારી રવિરાજ જાડેજાની અધ્યક્ષતામાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઈશ્વરસિંહ પટેલની સતત 11મી વખત ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી.અનિલ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ્ વરણી ચેરમેન પદે ઈશ્વરસિંહ પટેલની વરણી સાથે અનિલ પટેલને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. હોદ્દેદારોની પસંદગી બાદ નવનિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ચેરમેન તરીકે વરણી થયા બાદ ઈશ્વરસિંહ પટેલ અને સુગર ફેક્ટરીના ડિરેક્ટરોએ પાંડુકેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને પૂજન-અર્ચન કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward