android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandavi: વડનગર ,સેવા સંકલ્પ યાત્રામાં શહીદોને શ્રદ્ધાંજલિ
calendar_today September 14, 2026

Mandavi: વડનગર ,સેવા સંકલ્પ યાત્રામાં શહીદોને શ્રદ્ધાંજલિ

અંધાત્રી (માંડવી) : વડાપ્રધાન મોદીના 25 વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે ઉનાઈ માતાજી મંદિરેથી પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રાનું માંડવી ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ દેશની રક્ષા કરતા વીર જવાનો અને તેમના પરિવારોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, તેમજ દેશ માટે શહાદત વહોરનાર ઉકાઈ ઉખલદા ગામના વીર સપૂત ઋતિક કુમાર અશોકભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, 'આયુષ્માન ભારત' યોજના થકી સરકારે દેશ અને રાજ્યના લાખો ગરીબ તેમજ જરૂરિયાતમંદ પરિવારજનોની સ્વાસ્થ્ય સેવાઓ ઘર આંગણે પહોંચાડી છે. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ પોતાના માસિક પગારમાંથી રૂ. એક લાખની રોકડ રકમ શહીદના માતા-પિતાને અર્પણ કરી હતી. આ સિવાય સમાજને કુપોષણ મુક્ત અને સશક્ત બનાવવા માટે હાજર સૌ નાગરિકોએ પ્રતિજ્ઞા લીધી હતી. માંડવી ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી જયરામભાઈ ગામીત, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, કુંવરજીભાઈ હળપતિ સહિતના મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી સેવા સંકલ્પ કળશમાં પવિત્ર તાપી મૈયાનું નીર અર્પણ કર્યું હતું. ત્યારબાદ બલેઠી જવા માટે બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદઃ હાટકેશ્વર-અમરાઈવાડીમાં ટ્રાફ્કિજામ, જનજીવન અસ્તવ્યસ્ત
calendar_today September 14, 2026

Ahmedabad : શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદઃ હાટકેશ્વર-અમરાઈવાડીમાં ટ્રાફ્કિજામ, જનજીવન અસ્તવ્યસ્ત

શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદના મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અમરાઈવાડી અને હાટકેશ્વર ચાર રસ્તા નજીક ધીમે ધીમે પાણીનો ભરાવો વધવા લાગ્યો હતો. જોતજોતામાં આ મુખ્ય જંકશન પર બે થી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં વાહનોની ગતિ થંભી ગઈ હતી. પાણી ભરાવાને કારણે અનેક બાઇક અને કાર રસ્તા વચ્ચે બંધ પડી જતાં પરિસ્થિતિ વધુ વણસી મહત્વનું છે કે હાટકેશ્વર ચાર રસ્તા એ પૂર્વ અમદાવાદને જોડતો અત્યંત વ્યસ્ત માર્ગ છે. પીક અવર્સ દરમિયાન જ વરસાદી પાણી ભરાઈ જતાં ચારેય તરફ્ વાહનોની 1 થી 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. વાહનચાલકો સતત 3 થી 4 કલાક સુધી ટ્રાફ્કિ જામમાં ફ્સાયેલા રહ્યા હતા. સીટી બસ અને બીઆરટીએસ સેવાઓને પણ આ ટ્રાફ્કિની સીધી અસર પહોંચી હતી.માત્ર મુખ્ય રસ્તાઓ જ નહીં, પરંતુ અમરાઈવાડી અને આસપાસના રહેણાંક વિસ્તારો તેમજ દુકાનોમાં પણ વરસાદી પાણી ફરીવળ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા સર્જાયછે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ટ્રાફ્કિ પોલીસે સ્થળ પર પહોંચીને ભારે જહમત બાદ વાહનોને ડાયવર્ટ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરવાનો પ્રયાસ કર્યો હતો. મનપાની ટીમ દ્વારા પંપ મૂકીને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ધીમી કામગીરીને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે નિકોલની ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં નરકાગાર જેવી સ્થિતિ
calendar_today September 14, 2026

Ahmedabad : સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે નિકોલની ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં નરકાગાર જેવી સ્થિતિ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં પૂર્વ વિસ્તારના નિકોલનો સમાવેશ થયો તેને 20 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ન્યૂ ઇન્ડિયા કોલોની વિસ્તાર આજે પણ પાયાની સુવિધાઓ માટે ઝૂરતો જોવા મળી રહ્યો છે. વર્ષોથી નિયમિતપણે પ્રોપર્ટી ટેક્સ ભરતા હોવા છતાં, સ્થાનિક નાગરિકો બિસ્માર રસ્તા, ગંદકી અને રોગચાળાના ભય નીચે જીવવા મજબૂર બન્યા છે, જેને લઈને રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ન્યૂ ઇન્ડિયા કોલોની અને તેની આસપાસની સોસાયટીઓના રહીશોના જણાવ્યા અનુસાર, ચોમાસામાં અહીં ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. વરસાદ વિરામ લે તે પછી પણ અઠવાડિયા સુધી પાણીનો નિકાલ થતો નથી, જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ અને ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. વિસ્તારના તમામ આંતરિક રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે અને માત્ર મેગા ખાડાઓ જ નજરે પડે છે. સ્થાનિકો જ્યારે પણ તંત્રને રજૂઆત કરવા જાય છે ત્યારે બજેટ નથી તેવું લૂલું બહાનું બતાવીને કામ ટાળવામાં આવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વસ્તીના પ્રમાણમાં આ વિસ્તારમાં નિયમિત સફાઈ થતી નથી. રહીશોનો દાવો છે કે AMCપાસે પૂરતા પ્રમાણમાં સફાઈ કર્મચારીઓ જ નથી. જે કર્મચારીઓ આવે છે તે માત્ર મુખ્ય માર્ગો સાફ્ કરીને સંતોષ માની લે છે, જ્યારે સોસાયટીઓની આસપાસ કચરાના ઢગલા એમને એમ પડયા રહે છે. મહત્વન છે કે સુવિધા નહીં તો ટેક્સમાં રાહત કેમ નહીં રહીશોનો તીખો સવાલ સતાવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો કોર્પોરેશન પાસે રોડ બનાવવા કે સફાઈ માટે બજેટ ન હોય, તો દર વર્ષે અમારી પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ કયા હક્કથી વસૂલવામાં આવે છે જો સુવિધાઓ જ ન આપી શકાતી હોય, તો આગામી વર્ષોમાં ટેક્સમાં વળતર કે માફી મળવી જોઈએ.રહીશોએ વધુમાં ઉમેર્યુંહતું કે તંત્ર દ્વારા પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપવાના બદલે અર્બન હેલ્થ સેન્ટર, ઓપન પાર્ટી પ્લોટ અને આઇકોનિક રોડ જેવા મોટા બજેટના કામો પાછળ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિકોની કાયમી સમસ્યાઓનો ઉકેલ લવાતો નથી. મહત્વનું છે કે ન્યૂ ઇન્ડિયા કોલોની અને તેની આસપાસની સોસાયટીઓના રહીશોના જણાવ્યા અનુસાર, ચોમાસામાં અહીં ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. વરસાદ વિરામ લે તે પછી પણ અઠવાડિયા સુધી પાણીનો નિકાલ થતો નથી, જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ અને ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. વિસ્તારનાતમામ આંતરિક રોડ સંપૂર્ણ પણે ધોવાઈ ગયા છે અને માત્ર મેગા ખાડાઓ જ નજરે પડે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward