android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan : પાટણ જિલ્લામાં ગણેશોત્સવનો વાજતે ગાજતે પ્રારંભ
calendar_today September 14, 2026

Patan : પાટણ જિલ્લામાં ગણેશોત્સવનો વાજતે ગાજતે પ્રારંભ

પાટણ સહિત જિલ્લાભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગણેશોત્સવની તૈયારીઓ જોવા મળી રહી હતી. પાટણ સહિત જિલ્લાભરમાં લોકો દ્વારા દુંદાળા દેવ ગણપતિની મૂર્તિઓને વાજતે ગાજતે મંડપ, પંડાલ અને સોસાયટીઓમાં લઈ જઈને વિધીવત રીતે સ્થાપના કરી હતી. પાટણમાં સતત 149 માં વર્ષે પાલીકા બજારમાં ગણેશવાડી ખાતે વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેને લઈ વાજતે ગાજતે મુર્તિને સ્થાપના સ્થળે લઈ જવામાં આવી હતી. બીજી તરફ્ ચાણસ્મામાં ગણપતિ મંદિર સહિત અનેક સોસાયટીઓમાં અને ઘરોમાં દાદાની સ્થાપના કરવામાં આવી હતી અને દરરોજ સવાર અને સાંજે દાદાની સેવા પુજા સાથે ગરબાની રમઝટ જામશે.પાટણમાં ભદ્ર વિસ્તારમાં આવેલી શ્રી ગજાનન મંડળી દ્વારા ચાલું વર્ષે 149 મો સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાશે. ઈ.સ 1878 માં આ મંડળીની સ્થાપના થઈ ત્યારે ભદ્ર વિસ્તારમાં અંદાજે 500 મહારાષ્ટ્રીયન પરિવારો વસવાટ કરતા હતા. સમય જતા આ પરિવારોની સંખ્યા ઘટીને આજે માત્ર 20 જેટલી થઈ છે તેમ છતાં સ્થાનિક ગુજરાતી લોકોના સહયોગથી આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જળવાઈ રહી છે. લોક માન્ય તિલક દ્વારા 1982 માં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તેના ચાર વર્ષ અગાઉથી પાટણમાં આ ઉત્સવ ઉજવાતો હોવાનું આ મંડળી દર્શાવે છે. શરૂઆતથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવીને અહીં માત્ર ગ્રીનમય માટેની જ મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિ છેલ્લા 149 વર્ષથી એક સરખા માપની જ એટલે કે 24 ઇંચ લંબાઈ અને 18 ઇંચ પહોળાઈ તેમજ 21 ઇંચ ઊંચાઈની રાખવામાં આવે છે. તેમજ વધુ વિશેષતા એ છે કે દર વર્ષે ગણપતિ વિસર્જન દરમિયાન જૂની મૂર્તિની માટીનો થોડો અંશ સાચવી રાખીને આગામી વર્ષની નવી મૂર્તિ બનાવવાની માટીમાં ભેળવવામાં આવે છે જેને લઈ એક જ માટીના પ્રવાહમાંથી આકાર પામતી મૂર્તિ કહેવાય છે. બીજી તરફ્ પાટણ શહેરમાં પણ અલગ અલગ સોસાયટીઓમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ બજારમાંથી લાવીને તેને શાસ્ત્ર્રોક્ત વિધિ મુજબ સ્થાપના કરવામાં આવી હતી. તો ચાણસ્મા શહેરમાં પણ આવેલ ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી જ ધાર્મિક માહોલ વચ્ચે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને દરરોજ સવાર સાંજ ભક્તિપૂર્વક દાદાના નગરજનો દ્વારા ગુણગાન ગવાશે તેમ જાણવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tapi: ડોલવણના વાંકલા ગામમાં સરકારી યોજનાના બોર-ટાંકીના લાખોના કામ માત્ર કાગળ ઉપર
calendar_today September 14, 2026

Tapi: ડોલવણના વાંકલા ગામમાં સરકારી યોજનાના બોર-ટાંકીના લાખોના કામ માત્ર કાગળ ઉપર

ડોલવણ તાલુકાના વાંકલા ગામે સરકારી ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ બોર વિથ ટાંકીનું કામ સ્થળ ઉપર કર્યા વિના માત્ર દફતર ઉપર જ પુર્ણ બતાવી લાખો રૂપિયાની ગ્રાન્ટ બારોબાર ઉપાડી લેવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં કસુરવારો સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગણી સાથે સ્થળ નિરીક્ષણ કરવાની લેખિત રજુઆત જિલ્લા પંચાયતના સભ્ય દ્ધારા જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે.તાપીના ડોલવણ તાલુકાના વાંકલા ગામમાં આદિ આદર્શ યોજના હેઠળ બોર-ટાંકીના કામોમાં લાખો રૂપિયા ગેરવલ્લે થયાના આક્ષેપ થયા છે. તાપી જિલ્લા સિંચાઇ વિભાગ હસ્તક વર્ષ 2021-22 ની આદિ આદર્શ યોજના હેઠળ આદિવાસી લાભાર્થીના ઘર પાસે આ કામ મંજુર થયું હતું, જે સરકારી ચોપડે 30 જુન 2024 ના રોજ પુર્ણ જાહેર કરી કોન્ટ્રાકટરને નાણાં પણ ચુકવી દેવામાં આવ્યા હતા. જો કે વાસ્તવિકતામાં સ્થળ ઉપર કોઇ બોર કે ટાંકીનું અસ્તિત્વ જ નથી અને માત્ર નળ વગની નિર્જીવ પ્લાસ્ટિક પાઇપ ઉભી છે. આ ગંભીર ભ્રષ્ટ્રાચાર મુદ્દે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નિલેશ ગામીત દ્વારા તાપી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે અગાઉ આ અંગે ફરીયાદ થતાં તત્કાલિન કલેકટર દ્ધારા નિમાયેલી તપાસ સમિતિએ પણ સ્થળ પર ગયા વિના કામ બરાબર છે તેવો બોગસ અહેવાલ આપી કૌભાંડ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ ભ્રષ્ટ્રાચાર આચરનાર ડેપ્યુટી એન્જિનિયર, કોન્ટ્રાકટર અને ખોટો રિપોર્ટ બનાવનાર તપાસ સમિતિના સભ્યો સામે તાત્કાલિક એફ.આઇ.આર.નોંધવા તથા સરકારી નાણાંની રિકવરી કરવા તેમજ સમગ્ર તાપી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં આદિ આદર્શ યોજના હેઠળ થયેલા તમામ કામોની સ્ટેટ વિજિલન્સ કે એસીબી મારફતે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની ઉગ્ર માંગ કરી છે. જો વહેલી તકે કાનૂની પગલાં નહીં લેવાય તો આદિવાસી સમાજ દ્ધારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan : સમીમાં બસ સ્ટેશન નજીક વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા નોટીસ
calendar_today September 14, 2026

Patan : સમીમાં બસ સ્ટેશન નજીક વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા નોટીસ

સમીમાં છેલ્લા કેટલાક સમયથી બસ સ્ટેશન પાસે દબાણો હોવાના કારણે એસટી બસોના આવનજાવન પર તકલીફ્ ઊભી થતી હતી. જેને લઈ મળેલી ગ્રામસભામાં દબાણ દુર કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને દબાણકારોને ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દુર કરવા માટે નોટિસ આપી હતી. તેમજ જો સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવામાં નહીં આવ્યા હોય તો આજે સમી ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું.સમી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના જણાવ્યા મુજબ સમી ખાતે આવેલ બસ સ્ટેશન પાસે બંને ગેટ આગળ અને દિવાલ નજીક કેટલાક દબાણો છે અને સામેના ભાગે પણ કેટલાક વેપારીઓએ શેડ બનાવીને દબાણ ઊભા કર્યા છે. જેને લઈ એસટી બસોને પસાર થવામાં તકલીફ્ પડતી હોવાથી ગ્રામસભામાં દબાણ દુર કરવા માટે ઠરાવ પસાર કર્યો હતો અને સોમવારે તમામ દબાણકારોનેનોટીસ અને એલાઉન્સ કરીને સ્વૈચ્છિક રીતે પોતાના દ્વારા કરવામાં આવેલા દબાણ હટાવવા માટે સુચના આપી હતી. તેમજ જો સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવે તો આજે મંગળવારે 11 વાગ્યે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward