android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi : પાકિસ્તાનની 2 બ્યુટી ક્રીમ સામે ભારતે આપ્યું હેલ્થ એલર્ટ, CDSCOએ વેચાણ અને ઉપયોગથી દૂર રહેવા આપી ચેતવણી
calendar_today September 15, 2026

Delhi : પાકિસ્તાનની 2 બ્યુટી ક્રીમ સામે ભારતે આપ્યું હેલ્થ એલર્ટ, CDSCOએ વેચાણ અને ઉપયોગથી દૂર રહેવા આપી ચેતવણી

ભારતમાં પાકિસ્તાનથી આયાત થતા બે બ્યુટી પ્રોડક્ટ્સને લઈને જાહેર આરોગ્ય ચેતવણી જારી કરવામાં આવી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ની કોસ્મેટિક ડિવિઝને ‘ગોરી બ્યુટી ક્રીમ’ અને ‘ચાંદની વ્હાઇટનિંગ ક્રીમ’ને ભારતમાં વેચાણ માટે અનધિકૃત જાહેર કરી છે.ક્રીમને ભારતમાં કાયદેસર રીતે વેચી શકાતી નથીCDSCOના જણાવ્યા મુજબ, બંને પ્રોડક્ટ્સ માટે ભારતમાં ઇમ્પોર્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું નથી. તેથી આ ક્રીમને ભારતમાં કાયદેસર રીતે વેચી કે વિતરીત કરી શકાતી નથી.હેવી મેટલ્સની વધુ માત્રા મળ્યાનો અહેવાલરિપોર્ટ્સ અનુસાર, તપાસ દરમિયાન બંને ક્રીમમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હેવી મેટલ્સ મળી આવ્યા હતા. આવા તત્ત્વોની વધુ માત્રા વપરાશકર્તાઓના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. જોકે, પ્રોડક્ટ્સમાં કયા હેવી મેટલ્સ અને કેટલી ચોક્કસ માત્રા મળી તે અંગેની વિગત જાહેર કરવામાં આવી નથી.CDSCOની ગ્રાહકોને સીધી સલાહCDSCOએ લોકોને આ બંને ક્રીમ ખરીદવા નહીં અને જો અગાઉથી ખરીદી હોય તો તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા સલાહ આપી છે. આ ઉપરાંત, સમાન નામ ધરાવતા અથવા મળતા-જુલતા અનધિકૃત કોસ્મેટિક પ્રોડક્ટ્સથી પણ સાવચેત રહેવા જણાવ્યું છે.વેચાણ અને વિતરણ રોકવા એજન્સીઓને આદેશCDSCOએ સંબંધિત એજન્સીઓને આ પ્રોડક્ટ્સનું વેચાણ અને વિતરણ અટકાવવા સૂચના આપી છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઔષધ નિયંત્રકો ઉપરાંત CDSCOના ઝોન, સબ-ઝોન અને પોર્ટ ઓફિસોને પણ પોતાના અધિકારક્ષેત્રમાં આવા ઉત્પાદનોની ઉપલબ્ધતા રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.કોસ્મેટિક ખરીદતી વખતે લેબલ તપાસોCDSCOએ ગ્રાહકોને માત્ર અધિકૃત કોસ્મેટિક પ્રોડક્ટ્સ જ ખરીદવા અને ઉપયોગમાં લેવા અપીલ કરી છે. ખરીદી પહેલાં પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ નંબર, ઉત્પાદકની વિગતો, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી તારીખ જેવી માહિતી તપાસવી જોઈએ. આયાત કરાયેલા કોસ્મેટિક્સ પર રજિસ્ટ્રેશન નંબર પણ હોવો જરૂરી છે.અહીં ફરિયાદ કરોલેબલમાં કોઈ ગેરરીતિ જણાય તો ભારતમાં બનેલા પ્રોડક્ટ્સ અંગે સંબંધિત રાજ્ય ઔષધ નિયંત્રકને અને આયાતી કોસ્મેટિક્સ અંગે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને જાણ કરવા CDSCOએ જણાવ્યું છે.  આ પણ વાંચો  :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Bhavnagar : વલ્લભીપુરમાં ધસમસતા પાણીમાં ફોરવ્હીલ તણાઈ, ગ્રામજનોની બે કલાકની જહેમત બાદ કારચાલકનો આબાદ બચાવ
calendar_today September 15, 2026

Bhavnagar : વલ્લભીપુરમાં ધસમસતા પાણીમાં ફોરવ્હીલ તણાઈ, ગ્રામજનોની બે કલાકની જહેમત બાદ કારચાલકનો આબાદ બચાવ

ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ભારે વરસાદ વચ્ચે માલપરા અને લુણધારા ગામ વચ્ચે આવેલી નદીમાં ફોરવ્હીલ કાર તણાઈ જવાની ઘટના સામે આવી છે. નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધતાં કારચાલક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને આશરે બે કલાકની ભારે જહેમત બાદ કારચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.ધસમસતા પાણીમાં ફસાઈ કારમેઘરાજાની ધમાકેદાર બેટિંગના પગલે વલ્લભીપુર તાલુકાની નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે. આ દરમિયાન માલપરા-લુણધારા વચ્ચેની નદીમાં વરસાદી પાણી અચાનક વધતાં ફોરવ્હીલ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. પાણીનો પ્રવાહ વધુ તેજ થતાં કાર તણાવા લાગી હતી અને કારચાલક માટે જીવ બચાવવો મુશ્કેલ બન્યો હતો.ગ્રામજનોની હિંમતભરી બચાવ કામગીરીઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જોખમી પાણીના પ્રવાહ વચ્ચે તેમણે કારચાલકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, ધસમસતા પાણીના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.બચાવ કામગીરી માટે જરૂરી કાર્યવાહીજિલ્લા પંચાયતના સદસ્ય બ્રિજરાજસિંહને ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સંબંધિત તંત્રના અધિકારીઓને જાણ કરી બચાવ કામગીરી માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.બે કલાક બાદ કારચાલકનો બચાવગ્રામજનો સહિતની ટીમે આશરે બે કલાક સુધી સતત પ્રયાસો કર્યા હતા. અંતે કારચાલકને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કારચાલકની ઓળખ પ્રતાપભાઈ મોરી તરીકે થઈ છે. તેઓ બરવાળા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે.નદી-નાળા પાર કરતી વખતે સાવચેતી જરૂરીભારે વરસાદના કારણે વલ્લભીપુર તાલુકામાં નદી-નાળાઓ અને કોઝવે પર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદી પરના માર્ગો પર અવરજવર જોખમી બની છે. પાણી વહી રહેલા નદી-નાળા કે કોઝવે પરથી વાહન પસાર કરવાનો પ્રયાસ ન કરવો અને પાણીનો પ્રવાહ ઘટ્યા બાદ જ અવરજવર કરવી જરૂરી છે. આ ઘટનામાં ગ્રામજનોની સમયસર મદદથી કારચાલકનો જીવ બચી શક્યો હતો. આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Gir Somnath : નવાબંદર નજીક દરિયામાં ફિશિંગ બોટ ડૂબી, ટંડેલ સહિત 12 માછીમારોનો આબાદ બચાવ
calendar_today September 15, 2026

Gir Somnath : નવાબંદર નજીક દરિયામાં ફિશિંગ બોટ ડૂબી, ટંડેલ સહિત 12 માછીમારોનો આબાદ બચાવ

ગીર સોમનાથના નવાબંદર નજીક ભારે વરસાદ અને પવન વચ્ચે વલસાડની ફિશિંગ બોટ દરિયામાં ડૂબવા લાગી હતી. ભાથોડા વિસ્તારના પથ્થર સાથે બોટ અથડાતા આ ગંભીર ઘટના બની હતી. બોટમાં ટંડેલ સહિત કુલ 12 માછીમારો સવાર હતા.માછીમારોએ જીવ બચાવવા દરિયામાં કૂદકો માર્યોબોટ ડૂબવા લાગતા તમામ માછીમારોએ જીવ બચાવવા દરિયામાં કૂદકો માર્યો હતો. આ દરમિયાન આસપાસમાં માછીમારી કરી રહેલી અન્ય બોટના ખલાસીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સમયસર મદદ મળતા તમામ 12 માછીમારોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગ સ્થળ પર પહોંચ્યું માછીમારોના બચાવ બાદ ડૂબેલી ‘માઘવી’ બોટને પણ અન્ય બોટોની મદદથી નવાબંદર કાંઠે લાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. બોટ પથ્થર સાથે કેવી રીતે અથડાઈ અને નુકસાનનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward