android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: મીઠાના પરિવહનની મુશ્કેલીઓનો ઉકેલ, 4 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ દેશને સમર્પિત
calendar_today September 15, 2026

Ahmedabad: મીઠાના પરિવહનની મુશ્કેલીઓનો ઉકેલ, 4 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ દેશને સમર્પિત

ગુજરાતને આજે રેલવે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ખૂબ મોટી સોગાદ મળી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યમાં વેપાર અને માલ પરિવહનને વેગ આપવા માટે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. રાજ્યના શિવલખા, ભીમાસર, દેવળીયા અને ચંડીસર ખાતે ચાર નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ દેશને સમર્પિત કરવામાં આવ્યા છે.ચાર નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ દેશને સમર્પિતઆ ઉપરાંત મહેસાણાના લીંચ ખાતે નવા કાર્ગો ટર્મિનલનો ખાતમુહૂર્ત/શિલાન્યાસ સમારોહ યોજાયો હતો તેમજ ગોપાલપુર રેલવે સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા પ્રોજેક્ટ્સના કારણે ગુજરાતમાં માલસામાનના ઝડપી પરિવહન સાથે સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને રોજગારીની નવી તકો ઊભી થશે.પ્રશ્નોના કાયમી ઉકેલ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યોગુજરાતમાં મીઠાના રેલવે પરિવહન દરમિયાન અનુભવાતી પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રેલવે મંત્રાલય દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ મીઠા કરતાં તેને લઈ જતા કન્ટેનર અને વેગનનું વજન વધુ થઈ જતું હતું. જેના ઉકેલરૂપે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલમાં વજનમાં હલકા અને ગુણવત્તાયુક્ત સ્ટેનલેસ સ્ટીલના વિશેષ કન્ટેનર તૈયાર કરાયા છે. નવી સમસ્યાઓના ઉકેલ માટે ઇનોવેશનઆ ઇનોવેશનથી મીઠાનું લોડિંગ અને અનલોડિંગ અત્યંત સરળ, સલામત અને ઝડપી બનશે. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેનું માઇન્ડસેટ હવે પરંપરાગત રીતોથી આગળ વધીને નવી સમસ્યાઓના ઉકેલ માટે ઇનોવેશન તરફ આગળ વધી રહ્યું છે.આ પણ વાંચો: Gandhinagar: સેક્ટર-૩ડીમાં રહેતી મહિલા પોલીસ કર્મીએ ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો,આપઘાતનું કારણ હાલ અકબંધ

Read Full Story arrow_forward
Botad Rain Update: બરવાળા પંથકમાં સતત ચોથા દિવસે જામ્યો મેઘાવી માહોલ!
calendar_today September 15, 2026

Botad Rain Update: બરવાળા પંથકમાં સતત ચોથા દિવસે જામ્યો મેઘાવી માહોલ!

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા પંથકમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ચોમાસાની ઋતુ વચ્ચે સતત ચોથા દિવસે પણ સમગ્ર પંથકના વાતાવરણમાં વરસાદી છાયા જોવા મળી રહી છે. ગત મોડી રાત્રિથી આશરે 14 કલાક જેટલા લાંબા વિરામ બાદ આજે બપોર પછી ફરી એકવાર આકાશમાં કાળાડિબંગ વાદળો ઘેરાયા હતા અને મેઘરાજાએ પંથકમાં પુનઃ પધરામણી કરી હતી.બરવાળા શહેરના મુખ્ય વિસ્તારોમાં ઝરમર ઝાપટાંબરવાળા શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં શરદપૂર્ણ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક અને શાક માર્કેટ સહિતના તમામ મુખ્ય અને ધમધમતા શહેરી વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના પગલે માર્ગો પરથી પાણી વહેતા થયા હતા.ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં આનંદકેવળ બરવાળા શહેર જ નહીં પરંતુ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ખમીદાણા, રોજીદ, રામપરા અને કુંડળ સહિતના ગામોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડતાં ખેતરોમાં ઊભેલા પાકને નવું જીવન મળ્યું છે. સતત ચોથા દિવસે પણ મેઘમહેર જળવાઈ રહેતાં સ્થાનિક રહીશો અને ખાસ કરીને ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ ગિરફ્તાર
calendar_today September 15, 2026

Surat: રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ ગિરફ્તાર

સુરત શહેરને ડ્રગ્સમુક્ત કરવાના અભિયાન હેઠળ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં દરોડો પાડીને બાશીત રઝાક સૈયદ નામના ઇસમને ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે.રાંદેર વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઇસમ ઝડપાયોપોલીસે આરોપી પાસેથી 52.360 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 1,57,080 થવા જાય છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી બાશીત સૈયદ અગાઉ કપડાં વેચવાનો વ્યવસાય કરતો હતો. પરંતુ કપડાંના ધંધામાં યોગ્ય કમાણી કે નફો ન થતાં તેણે રાતોરાત અમીર બનવા અને શોર્ટકટથી પૈસા કમાવાના ચક્કરમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો માર્ગ પસંદ કર્યો હતો.શોર્ટકટથી પૈસા કમાવા અપનાવ્યો ડ્રગ્સનો કારોબારઆરોપીએ આ ડ્રગ્સનો જથ્થો એક વોન્ટેડ શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું છે. સુરત SOG એ આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડવા માટે આગળની તપાસ ચાલુ કરી છે.આ પણ વાંચો: Ahmedabad: મીઠાના પરિવહનની મુશ્કેલીઓનો ઉકેલ, 4 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ દેશને સમર્પિત

Read Full Story arrow_forward