android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : અંજલી બ્રિજ પર રોંગ સાઈડમાં આવતી ટ્રકે બાઈકને ટક્કર મારી, યુવકનું મોત
calendar_today September 15, 2026

Ahmedabad : અંજલી બ્રિજ પર રોંગ સાઈડમાં આવતી ટ્રકે બાઈકને ટક્કર મારી, યુવકનું મોત

શહેરના અંજલી બ્રિજ પર વહેલી સવારે બ્રિજ પર રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલી એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જં મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અંગે એન ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ, 23 વર્ષીય મિલન વાઘેલા પોતાના મિત્ર કુલદીપ સાથે બાઈક પર સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અંજલી બ્રિજ પર સામેથી રોંગ સાઈડમાં આવી રહેલી બેકાબૂ ટ્રકે તેમના બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે મિલન વાઘેલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્ર કુલદીપને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એન ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ મથકનો કાફ્લો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત સર્જીને નાસી છૂટવાનો પ્રયાસ કરતા ટ્રકચાલકને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો. પોલીસે ચાલક સામે ગફ્લતભરી અને જોખમી રીતે વાહન હંકારી માનવવધ કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વાહનો, ટ્રકો, ડમ્પરો બેફામ રીતે દોડી રહ્યા છે. છતાં ટ્રાફિક પોલીસ, આરટીઓ તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હજુ પણ દેખાય રહ્યું છે. આવા બનાવ ટાળવા નક્કર કાર્યવાહી જરૂરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendrangar :ઝાલાવાડના 8 તાલુકા ગ્રામ્યમાં રાત્રિના મેઘમહેર
calendar_today September 15, 2026

Surendrangar :ઝાલાવાડના 8 તાલુકા ગ્રામ્યમાં રાત્રિના મેઘમહેર

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે મોડી સાંજ પછી રાતના સમયે જિલ્લાના 8 તાલુકાઓમાં વરસાદની હાજરી રહી હતી. જેમાં લખતરમાં 4 કલાકમાં 50 મીમી એટલે કે, 2 ઈંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જયારે મંગળવારે દિવસ દરમીયાન કયાંય વરસાદ વરસ્યો નથી. અને મેઘાએ જાણે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યુ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં શનીવાર રાતથી મેઘસવારી આવી પહોંચી હતી. જેમાં રવિવાર અને સોમવારના વરસાદ બાદ સોમવારે રાત્રે પણ મેઘાએ ધડબડાટી બોલાવી હતી. જેમાં સોમવારે રાત્રે જિલ્લાના 8 તાલુકાઓમાં વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જેમાં લખતરમાં 4 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દસાડામાં 20 મીમી, ધ્રાંગધ્રામાં 8 મીમી, ચોટીલા અને સાયલામાં 6 મીમી, વઢવાણમાં 5, ચુડામાં 4 અને થાનમાં 2 મીમી વરસાદ સોમવારે રાત્રે નોંધાયો છે. જયારે મંગળવારે સુર્યનારાયણ તેના નીયત સમયે પુર્વ દીશામાં નજરે પડયા હતા. અને દિવસભર કોમળ તડકો વરસાવ્યો હતો. મંગળવાર સાંજ સુધીમાં જિલ્લામાં કયાંય વરસાદના વાવડ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ આજે તા. 16ના રોજ ઝાલાવાડમાં હળવા વરસાદી ઝાપટાની શકયતા વ્યકત કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vyara : ગોરાસાના ખેડૂતોની જમીન પર બોગસ દસ્તાવેજથી રૂ. 11 લાખની લોન લેવાઈ
calendar_today September 15, 2026

Vyara : ગોરાસાના ખેડૂતોની જમીન પર બોગસ દસ્તાવેજથી રૂ. 11 લાખની લોન લેવાઈ

કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામના ખેડૂતોની જમીનના બોગસ દસ્તાવેજો, ખોટા એકરારનામા તથા બોગસ અંગૂઠાના નિશાનનો ઉપયોગ કરી મંડળીઓના નામે લાખો રૂપિયાની લોન ઉપાડી લેવામાં આવી રહ્યાની ખેડૂતોએ વ્યારા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજરોજ લેખિત રજૂઆત કરી હતી, અંદાજિત રૂ. 11 લાખથી વધુની લોન ત્રણ ખેડૂતોના નામે લેવાઇ હોવાના આક્ષેપ કરી કસૂરવારો સામે પગલાં લેવાની માંગણી કરી છે.નિઝર-કુકરમુંડા તાલુકામાં ઉકાઇ જળાશયના બાંધકામ દરમિયાન જમીન સંપાદિત થતાં ગોરાસા ગામના કેટલાક ખેડૂતોને નિઝર તાલુકાના સાયલા ગામે વૈકલ્પિક જમીનની ફાળવણી કરવામાં આવી હતી. આ જમીનો ખેડૂતોના હક્ક અને કબજામાં હોવાનું જણાવાયું છે, ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ કે સંમતિ વિના તેમની જમીનને લગતા દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો અને ખોટા દસ્તાવેજોના આધારે કેટલીક મંડળીઓના નામે ધિરાણ મેળવવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકને કરેલી લેખિત રજૂઆતમાં ગોરાસા ગામના રહીશ પાડવી જયંતિલાલ રૂપાભાઇની સાયલા ખાતે આવેલી જમીનના આધારે ધી નૂતન નવલપુર જૂથ સેવા સહકારી મંડળીના નામે રૂ.2.50 લાખની લોન લેવામાં આવી હોવાનું જણાવાયું છે. ખેડૂતની જાણ બહાર તેમની જમીનને લોન માટે ઉપયોગમાં લેવામાં આવ્યાના આક્ષેપ થયા છે. પિતા રૂપાભાઇનું મૃત્યુ થયું છે, તેમને હયાત બતાવી તેના નામે ખોટા અંગૂઠાના નિશાન કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. અન્ય એક ખેડૂત સુદામભાઇ ભાદયાભાઇ પાડવીના નામે તા. 8 ઓગસ્ટ, 2012ના રોજ ખોટું એકરારનામું તૈયાર કરી દસ્તાવેજમાં ખોટા અંગૂઠાના નિશાનનો ઉપયોગ કરી તેમની જમીન ઉપર ધી વડલી દૂધ ઉત્પાદક સંઘ મંડળી લિ.ના નામે રૂ. 4 લાખની લોન ઉપાડી લેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. આ ઉપરાંત સુપાભાઇ છિપટયાભાઇ પાડવીની સાયલા ગામ ખાતે આવેલી જમીન પર પણ વડલી દૂધ ઉ. સહકારી મંડળીના નામે રૂ. 5 લાખની લોન બારોબાર ઉપાડી લેવામાં આવ્યાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અલગ-અલગ ખેડૂતોની જમીનનો આધાર લઇને લાખો રૂપિયાનું ધિરાણ મેળવવામાં આવ્યું હોય, ખેડૂતોની જાણ બહાર લોન અંગેની પ્રોસિજર કરી જમીન ઉપર લોન લેવાના પ્રકરણમાં સંડોવાયેલ શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ખેડૂતોએ જ્યારે જમીનની નકલ કઢાવવાની કાર્યવાહી કરી ત્યારે જેઓની જમીન ઉપર પડેલા બોજાની જાણ થઇ હોવાની વ્યથા ઠાલવી છે. લોન પ્રકરણમાં સંડોવાયેલ શખ્સોને પૂછપરછ કરાતા જેઓ દ્વારા દાદાગીરી સાથે ધમકી અપાતી હોવાનું પોલીસ મથકે ખેડૂતોએ જણાવ્યું હતું. ત્યારે સમગ્ર લોન પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ હાથ ધરી ગરીબ અભણ એવા ખેડૂતોની જમીન ઉપર થઇ રહેલા બોગસ દસ્તાવેજોના આધારે લોન લેવાની પ્રક્રિયાની સઘન ચકાસણી થાય તે જરૂરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward