Ahmedabad : લાલ દરવાજા જિ. પંચાયત કચેરીમાં જ પાણીનો વેડફાટ
જે કચેરી પરથી આખા જિલ્લાના વિકાસ, સ્વચ્છતા અને આરોગ્યનું નિયંત્રણ અને દેખરેખ થવી જોઈએ તે જ કચેરી અત્યારે બેદરકારી અને આયોજનના અભાવનું જીવતું-જાગતું ઉદાહરણ બની ગઈ છે. આ વાત છે લાલ દરવાજા ખાતે આવેલી અમદાવાદ જિલ્લા પંચાયતની મુખ્ય કચેરીની. જ્યાં અત્યારે ખુલ્લેઆમ હજારો લીટર અમૂલ્ય પાણીનો વ્યય થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત એ નથી કે પાણીનો બગાડ થઈ રહ્યો છે, પણ ક્લાસ વન કક્ષાના જવાબદાર અધિકારીઓ દરરોજ આ વ્યયને નજરે જોતા હોવા છતાં કોઈ પગલાં લેવા તૈયાર નથી.કચેરીનું મુખ્ય પાર્કિંગ એરિયામાં લાલ રંગની આખી ફાયર ફાઈટિંગ લાઈન અને તેના વાલ્વ ખુલ્લા છે. પાણી અવિરતણે બહાર વહી રહ્યું છે. અહીં પાર્ક કરેલી ગાડીઓ અને સ્કૂટર્સની બાજુમાં કાદવ અને ગંદકીના ગંજ જામી ગયા છે. અહીં કોઈ પણ પગ મૂકે તો પગ ચીકણા થઈ જાય અને આખું વાતાવરણ ગંદુ લાગે. છતાં તંત્ર નિદ્રાધીન છે. સાથે જ આ કચેરીનું મુખ્ય પ્રવેશદ્વાર છે, જ્યાંથી આખા જિલ્લાનું નસીબ નક્કી કરતા અધિકારીઓ અને સામાન્ય નાગરિકો પ્રવેશે છે. એક તરફ્ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જલ સંચય અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. લોકોને પાણીનો બગાડ ન કરવા માટે કડક સૂચનાઓ અપાય છે. દંડ વસૂલવામાં આવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward