android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : ઈરાન સાથેના 120 દિવસના યુદ્ધમાં ટ્રમ્પે 3,20,407 કરોડ ફૂંકી માર્યા
calendar_today September 16, 2026

Rajkot : ઈરાન સાથેના 120 દિવસના યુદ્ધમાં ટ્રમ્પે 3,20,407 કરોડ ફૂંકી માર્યા

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સાતમા મહિનામાં પ્રવેશ્યું છે. બંને દેશ સતત એકબીજાને પાયમાલ કરવાની ધમકી આપી રહ્યા છે. પેન્ટાગોનનાં એક અહેવાલ મુજબ અમેરિકાએ ઈરાન સાથેનાં યુદ્ધનાં 4 મહિનામાં જ 33.4 અબજ ડૉલર (રૂ. 3,20,407 કરોડ) ખર્ચી નાંખ્યા છે. આમાં 28મી ફેબ્રુઆરીથી 29 જૂન સુધીનાં અભિયાનમાં આ રકમનો બે તૃતીયાંશ હિસ્સો શસ્ત્રો અને દારૂગોળા પાછળ ખર્ચાયો છે. 30મી જૂન સુધી યુદ્ધ માટે અમેરિકાએ કરેલો કુલ ખર્ચ 33.4 અબજ ડૉલર છે જેમાં 22.3 અબજ ડૉલર શસ્ત્રો અને દારૂગોળા પાછળ ખર્ચાયા છે. 7.4 અબજ ડૉલર યુદ્ધને લગતા બીજા ખર્ચાનાં છે. જ્યારે 3.7 અબજ ડૉલરનાં સૈન્ય ઉપકરણોનો નાશ થયો છે. આ ખર્ચમાં નુકસાન પામેલી ઈમારતો અને સ્થળોની મરામતનો ખર્ચ સામેલ કરાયો નથી. એક અહેવાલ મુજબ અમેરિકાએ ઈરાન પર એટલા બધા બોમ્બ અને મિસાઈલ્સનો મારો ચલાવ્યો છે કે જેના કારણે તેનાં શસ્ત્રો અને દારૂગોળો ખલાસ થવા આવ્યા છે. અમેરિકાની શસ્ત્રો બનાવવાની ક્ષમતા સામે સવાલો ઉઠયા છે. સરકારે શસ્ત્રોનું મોટાપાયે ઉત્પાદન કરવા અને દારૂગોળો ખરીદવા આદેશો આપ્યા છે. અમેરિકાને યુદ્ધમાં ભારે નુકસાન થયું છે. તેના પાંચમી પેઢીનાંF -35Aવિમાનને ભારે નુકસાન થયું છે. જૂનનાં અંત સુધીમાં આવા4 F-15A વિમાન નાશ પામ્યા છે. એકA-10 વિમાન નાશ પામ્યું છે. 7KC -135 ઈંધણ ભરનાર વિમાનો, 7 હેલિકોપ્ટર અને 30થી વધુ મોંઘાદાટ ડ્રોનનો નાશ થયો છે. ઈરાન દ્વારા ગલ્ફમાં ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઈમાં અમેરિકાની ઈમારતોને નુકસાન કરાયું છે જેનો ખર્ચ 184 મિલિયન ડૉલર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahemdabad: ધંધૂકા પાંજરાપોળને મુસ્લિમ સમાજના ખેડૂતો દ્વારા સાત ટ્રેક્ટર ભરી ઘાસચારો અર્પણ કરાયો
calendar_today September 16, 2026

Ahemdabad: ધંધૂકા પાંજરાપોળને મુસ્લિમ સમાજના ખેડૂતો દ્વારા સાત ટ્રેક્ટર ભરી ઘાસચારો અર્પણ કરાયો

ધંધૂકા : અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે મુસ્લિમ સમાજના ખેડૂત ભાઈઓ દ્વારા જીવદયા અને પશુસેવાના હેતુથી ઉમદા સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. સમાજના ખેડૂતો દ્વારા સાત ટ્રેક્ટરમાં ઘાસચારો ભરી ધંધૂકા પાંજરાપોળ ખાતે અર્પણ કરાયો હતો. પાંજરાપોળમાં આશ્રાય લઈ રહેલા અબોલ પશુઓને ઘાસચારો મળી રહે અને તેમની સેવા થઈ શકે તેવા હેતુથી આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ઘાસચારાનો મોટો જથ્થો પાંજરાપોળ ખાતે પહોંચાડવામાં આવતા સંચાલકો દ્વારા આ સેવાભાવિ પહેલને આવકારવામાં આવી હતી. મુસ્લિમ સમાજના ખેડૂતોએ પોતાની મહેનતથી પકવેલા પાકમાંથી પશુઓ માટે ચારો અર્પણ કરી જીવદયા, સેવા અને માનવતાનો સંદેશ આપ્યો હતો. આ કામગીરી ધંધૂકા પંથકમાં કોમી એકતા અને ભાઈચારાની ભાવનાનું પણ સુંદર ઉદાહરણ બની છે. અબોલ પશુઓ પ્રત્યેના સેવાભાવ સાથે કરવામાં આવેલી આ પહેલની સ્થાનિક સ્તરે સરાહના થઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahemdabad: ગલસાણા ગામે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું
calendar_today September 16, 2026

Ahemdabad: ગલસાણા ગામે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું

ધંધૂકા : ધંધૂકા તાલુકામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગલસાણા ગામે 'પ્રાકૃતિક ખેતી મહામંથન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધંધૂકા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી, હાલોલના વાઇસ ચાન્સેલર ડૉ. સી. કે. ટીમબડિયા સહિત કૃષિ વિભાગના અધિકારીઓ, નિષ્ણાતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધંધુકા APMCના ચેરમેન ચેતનસિંહ ચાવડા,વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા,એપીએમસીના ડિરેક્ટર્સ, જિલ્લા ભાજપ અગ્રણી પ્રદ્યુમ્નસિંહ ચુડાસમા ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, ઓછા ખર્ચે ખેતી, જમીનની ફ્ળદ્રુપતા જાળવવા, દેશી ગાય આધારિત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરી તેમના અનુભવો અને પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી વધુમાં વધુ ખેડૂતોને આ પદ્ધતિ સાથે જોડાવા માટેપ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગલસાણા ગામે યોજાયેલા આ પ્રાકૃતિક ખેતી મહામંથનમાં ધંધૂકા-ધોલેરા વિસ્તારના ખેડૂતો, કૃષિ અધિકારીઓ, ગ્રામ સેવકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવા અને ટકાઉ તથા ખર્ચ અસરકારક ખેતીને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward