android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
calendar_today September 16, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Valsad : વલસાડમાં દોઢ દિ'ના ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવથી વિસર્જન
calendar_today September 15, 2026

Valsad : વલસાડમાં દોઢ દિ'ના ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવથી વિસર્જન

વલસાડમાં દોઢ દિવસના શ્રીજીનું વિસર્જન રંગેચંગે કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ પૈકી કેટલાકે ગણેશજીની પ્રતિમાને નદીમાં, કોઇકે તળાવમાં તો કોઇકે દરિયામાં વિસર્જિત કરી હતી, પરંતુ અમુક જાગૃત ભક્તોએ નદીને પ્રદૂષિત નહીં કરો તેવા અનુકરણીય વિચાર સાથે પોત-પોતાના ઘરની બહાર બનાવેલા મિની તળાવમાં અથવા પાણી ભરેલા ડ્રમ-ટાંકીને શણગારીને તેમાં મૂર્તિને વિસર્જિત કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો.વલસાડ, ધરમપુર, નાનાપોંઢા અને કપરાડા તાલુકામાં ભક્તોએ પોતાના નિવાસસ્થાન, ધંધા-રોજગારના સ્થળે ગતરોજ તા. 14મી સપ્ટેમ્બરે સ્થાપન કરેલી દોઢ દિવસના ગણેશજીની પ્રતિમાનું આજે બીજા દિવસે બપોરે વિસર્જન કર્યુ હતું. હાલના સમયમાં સ્વચ્છત ભારતનો સંદેશ ઘરે-ઘર પહોંચી રહ્યો છે.સાથોસાથે અનેક ભક્તોએ તેમના ઘરે સ્થાપન કરેલ ગણેશ પ્રતિમાને આજે ઘરની બહાર બગીચામાં કે સોસાયટીના પ્રાંગણમાં બનાવેલ સુશોભિત ટાંકીઓ, મિની તલાવડીઓ વગેરેમાં સંપૂર્ણ શ્રાદ્ધા અને ભક્તિભાવપૂર્વક મૂર્તિનું વિસર્જન કરી બાપ્પાને ભાવપૂર્ણ વિદાય આપી હતી. આ પ્રકારે ભક્તોએ નદીને પ્રદૂષિત થતી અટકાવવાનો સંદેશ આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vapi : સંઘપ્રદેશ દમણમાં તીન બત્તીથી જેટી સુધીનો રોડ અત્યંત જર્જરિત હાલતમાં
calendar_today September 15, 2026

Vapi : સંઘપ્રદેશ દમણમાં તીન બત્તીથી જેટી સુધીનો રોડ અત્યંત જર્જરિત હાલતમાં

દમણના મુખ્ય માર્ગ, ખાસ કરીને તીન બત્તીથી ચાર રસ્તા થઈને જેટી સુધીનો રસ્તો અત્યંત ખખડધજ થઈ ચુક્યો છે. રસ્તા પર મોટા-મોટા ખાડા પડી જતા તેમાં પાણી ભરાય રહે છે. આથી રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે ગંભીર જોખમ બની ગયું છે. હાલમાં ગણેશોત્સવનો પાવન પર્વ ચાલી રહ્યો છે, જેના કારણે શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તીન બત્તીથી જેટી રોડ સુધીના આ મુખ્ય માર્ગનું વહેલામાં વહેલી તકે પુનર્નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.માત્ર રાજકીય કદ વધારવા અને દેખાડાની રાજનીતિ કરતા જનપ્રતિનિધિઓ જનતાની સમસ્યાનો ઉકેલ લાવે તે આવશ્યક છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward