android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahemdabad: માંડલમાં સીતાપુર કેનાલ પાસે ચાલકે કાબુ ગુમાવતાં ટ્રક રોડ સાઈડના ખાડામાં ખાબકી
calendar_today September 15, 2026

Ahemdabad: માંડલમાં સીતાપુર કેનાલ પાસે ચાલકે કાબુ ગુમાવતાં ટ્રક રોડ સાઈડના ખાડામાં ખાબકી

માંડલ : અમદાવાદ જિલ્લામાં વિરમગામ-બેચરાજી હાઈવે ઉપર માંડલ તાલુકાના સીતાપુર કેનાલ નજીક અકસ્માત સર્જાયો હતો. વિરમગામ તરફથી ઘઉંનો જથ્થો ભરીને બેચરાજી તરફ જઈ રહેલી ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં ટ્રક કેનાલ પાસેની લોખંડની રેલીંગ તોડીને રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. અકસ્માતની જાણ આસપાસના સ્થાનિકોને થતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં અને ટ્રકના ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. અકસ્માતને પગલે ટ્રકમાં ભરેલ ઘઉંના જથ્થાનું નુકશાન પહોંચ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં મોટી કોઈ જાનહાનિ નોંધાઈ નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari : નવસારીના ગોલવાડમાં ગિફ્ટની દુકાનમાં ભીષણ આગ
calendar_today September 15, 2026

Navsari : નવસારીના ગોલવાડમાં ગિફ્ટની દુકાનમાં ભીષણ આગ

નવસારી શહેરના સૌથી વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા ગોલવાડ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર શનિવારે એક ગિફ્ટ આર્ટિકલની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વેપારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.મંગળવારના બપોરે એસી (AC) માં થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દુકાનના પહેલા માળે રાખેલા મોંઘા આર્ટિકલ્સને બળીને ખાખ કરી નાખ્યા હતાં. શહેરના ભારે અવર-જવર વાળા ગોલવાડ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર 'સ્માઈલ ગિફ્ટ એન્ડ આર્ટિકલ' નામની ગિફ્ટ હાઉસની દુકાનમાં અચાનક દુકાનમાં લગાવેલા એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. દુકાનમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે દુકાનના પહેલા માળે ગ્રાહકોના વેચાણ અર્થે અને સંગ્રહ કરીને મૂકવામાં આવેલા આકર્ગક અને મોંઘા ગિફ્ટ આર્ટિકલ્સ આગની લપેટમાં આવી સ્વાહા થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી એક કલાકની જેમ જ બાદ આગને કાબુમાં લીધી હતી. જોકે આગમાંગિફ્ટ આર્ટિકલ્સ સળગી જતા વેપારીને આર્થિક નુકસાન થયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari :વિરાવળ પૂર્ણા નદીના ઓવારે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થાના અભાવે ભક્તોમાં નારાજગી
calendar_today September 15, 2026

Navsari :વિરાવળ પૂર્ણા નદીના ઓવારે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થાના અભાવે ભક્તોમાં નારાજગી

નવસારીના વિરાવળ પૂર્ણા નદીના ઓવારે મંગળવારે બપોર બાદ દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓના વિસર્જનની વિધિમાં નવસારી શહેરના વિરાવળ પૂર્ણા નદીના ઓવારા પર તંત્રની બેદરકારીના કારણે ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.નવસારી શહેરમાં હાલ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે. હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાપૂર્વક ઘરોમાં દોઢ, અઢી, પાંચ અને સાત દિવસના વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. નવસારીમાં ગણેશોત્સવમાં અંદાજે 10 હજાર થી વધુ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં 5 હજાર જેટલી પ્રતિમાનું વિરાવળ પૂર્ણા નદીના ઓવારે વિસર્જન કરવામાં આવે છે.ગત વર્ષે નવસારી મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના માતબર ખર્ચે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે પથ્થરો નાખીને ખાસ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. આ ટ્રેકનો હેતુ ભક્તો સરળતાથી અને સલામત રીતે નદી કિનારે પહોંચીને વિસર્જન કરી શકે તે હતો. પરંતુ ચાલુ વર્ગે દોઢ દિવસના ગણપતિના વિસર્જન ટાણે આ ઓવારા પર પૂરતી સુવિધાઓનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો.સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ગણેશજીની પૂજા-અર્ચનામાં વપરાયેલા ફૂલ, હાર અને અન્ય પૂજાપાની સામગ્રી એકત્ર કરી તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. પરંતુ મંગળવારે જ્યારે દોઢ દિવસના ગણપતિનું વિસર્જન ચાલી રહ્યું હતું, ત્યારે નદી કિનારાના ઓવારા ઉપર આ સામગ્રી એકત્ર કરવા માટે ન તો કોઈ વાહન મૂકવામાં આવ્યું હતું કે ન તો કોઈ સ્વયંસેવકો કે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.મંગળવારની સાંજે અંદાજે 200 જેટલી ગણેશજીની નાની પ્રતિમાઓનું વિસર્જન વિરાવળ પૂર્ણા નદીના ઓવારે કરવામાં આવ્યું હતું. યોગ્ય વ્યવસ્થાના અભાવે પૂજાપાનો સામાન, પ્લાસ્ટિક અને નિર્માલ્ય સીધા નદી કિનારે જ રઝળતા જોવા મળ્યા હતાં. એક તરફ તંત્ર સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીની મોટી મોટી વાતો કરે છે, તો બીજી તરફ આવી મહત્વની ધાર્મિક વિધિઓ વખતે પાયાની વ્યવસ્થાઓ પણ ઊભી ન થતી હોવાથી નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં વિકાસના નામે લાખો રૂપિયાનો ધૂમાડો થાય છે, ત્યારે આગામી પાંચ દિવસીય અને અનંત ચતુર્થીનામોટા વિસર્જન ટાઇમે પણ જો આવી જ સ્થિતિ રહી તો પૂર્ણા નદીની પવિત્રતા જોખમાઈ શકે છે. આથી વહેલી તકે મહાનગરપાલિકા તંત્ર દ્વારા જાગીને તમામ ઓવારાઓ પર વિસર્જન માટે પૂરતી સુવિધાઓ ઉભી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward