android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : શહેરમાં ચાર વર્ષમાં ખાડા પૂરવા 50 કરોડ ખર્ચાયા, એક જ મહિનામાં ફરી રસ્તા ખોદાયા
calendar_today September 16, 2026

Ahmedabad News : શહેરમાં ચાર વર્ષમાં ખાડા પૂરવા 50 કરોડ ખર્ચાયા, એક જ મહિનામાં ફરી રસ્તા ખોદાયા

અમદાવાદ મહાનગર પાલિકાના રોડ-ઈજનેર વિભાગના ઈજનેરો આફતમાં પણ અવસર શોધતા રહે છે. કોર્પોરેશનના આ ઈજનેરોને માત્ર એક મહિનાના સમયમાં વિવિધ વોર્ડના રોડ ઉપર બીજી વખત ખાડા પૂરવાની નોબત આવી પડી છે. શહેરમાં સોમવારે પડેલા ચાર ઈંચ વરસાદ પછી તરત જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેરો સફાળા જાગ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે, ચાર વર્ષના સમયગાળામાં કોર્પોરેશનના ઈજનેરોએ શહેરના 48 વોર્ડમાં રોડ ઉપર પડેલા ખાડા પૂરવા શહેરીજનોએ ભરેલા ટેક્સના નાણાંમાંથી રૂપિયા 50 કરોડનું આંધણ કર્યું છે. વિવિધ રસ્તાઓ પર 43500થી વધુ ખાડા નોંધાયાશહેરમાં છેલ્લા ચાર વર્ષમાં શહેરના વિવિધ રસ્તાઓ પર 43500થી વધુ ખાડા નોંધાયા હતા, જેમાં વર્ષ 2023માં જ સૌથી વધુ રેકોર્ડબ્રેક 26432 ખાડા પડ્યા હતા. ચોમાસામાં અને ચોમાસા પછી સાતેય ઝોનના રસ્તાઓ ઉપર પેચવર્ક કરવા અને ખાડા પૂરવા પાછળ દર વર્ષે રૂપિયા પાંચથી સાત કરોડનો ખર્ચ કરાય છે. આ સિવાય પ્રત્યેક ઝોનદીઠ રોડ ઉપરના ખાડા પૂરવા વાર્ષિક રૂપિયા એક કરોડનો વધારાનો ખર્ચ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને પાંચ વર્ષમાં રોડ ઉપર ખાડા પડ્યા તેના રોડ સંબંધિત 1.53 લાખથી વધુ ફરિયાદો સીસીઆરએસ પોર્ટલ પર ઓનલાઈન મળી છે. AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં પડેલા ભુવાના સમારકામ પાછળ 26 કરોડનો ખર્ચ કરાયો છે. એક ભુવાના સમારકામ પાછળ સરેરાશ 25થી 50 લાખ સુધીનો ખર્ચ કરાતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓની હાલત દયનીયચોમાસા દરમિયાન અને ચોમાસાની સીઝન પૂરી થયા બાદ પણ સાતેય ઝોનના રસ્તાઓ ઉપર પેચવર્ક કરવા તેમજ ખાડા પૂરવા પાછળ દર વર્ષે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવે છે. આ નિયમિત ખર્ચ ઉપરાંત પ્રત્યેક ઝોનદીઠ રોડ ઉપરના ખાડા પૂરવા માટે વાર્ષિક વધારાનો ખર્ચ પણ અલગથી કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં જમીની હકીકત એ છે કે સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓની હાલત દયનીય બની જાય છે. માત્ર જમીન પરના ખાડા જ નહીં, પરંતુ શહેરમાં પડેલા મોટા ભુવાઓએ પણ પ્રજાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આમ, કરોડો રૂપિયાના માતબર ખર્ચ છતાં અમદાવાદીઓને ખાડા અને ભૂવારાજમાંથી કાયમી મુક્તિ મળતી નથી.આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યમાં લો પ્રેશર સક્રિય થયું, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
calendar_today September 16, 2026

Gujarat Weather News: રાજ્યમાં લો પ્રેશર સક્રિય થયું, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં લો પ્રેશર સક્રિય થવાથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને બેટ દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં તેની વધુ અસર જોવા મળશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.42 તાલુકાઓમાં વરસાદની ખેંચ જોવા મળીછેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. માંડવીમાં સૌથી વધુ 6.97 ઇંચ, અબડાસામાં 2.13 ઇંચ અને ભુજમાં 1.26 ઇંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત મુન્દ્રા અને નખત્રાણામાં પણ સારો એવો ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કૂલ 84 ઈંચ વરસાદ નોંધાયો છે. તે છતાંય હજી 42 તાલુકાઓમાં વરસાદની ખેંચ જોવા મળી છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હાલની સ્થિતિએ દુષ્કાળ જેવો માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો હજુ માત્ર 10.54 ટકા જ વરસાદ થયો છે. એ સિવાય પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 36.27 ટકા જ વરસાદ થયો છે.અત્યાર સુધીમાં વરસાદ 84.38 ટકા થઈ ગયોરાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના લીધે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ એમાંય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ જ વરસ્યો હતો. સામાન્ય રીતે સરેરાશ વરસાદ 80 ટકાને વટાવી જાય તો મોટાભાગે ચોમાસુ પાક માટે પૂરતો ગણવામાં આવે છે. આ વખતે અત્યાર સુધીમાં વરસાદ 84.38 ટકા થઈ ગયો છે, તેમ છતાં 42 તાલુકાઓમાં હજુ 50થી લઈને 95 ટકા સુધીની ઘટ છે.આ પણ વાંચોઃ Ahmedabad News : શહેરમાં ચાર વર્ષમાં ખાડા પૂરવા 50 કરોડ ખર્ચાયા, એક જ મહિનામાં ફરી રસ્તા ખોદાયા

Read Full Story arrow_forward
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 16-09-2026
calendar_today September 16, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 16-09-2026

Gangaram NarbheramMinaben RajeshkumarPravinbhai LalluramPranav AnilbhaiVijay JaishankarSunny Bharatbhai“જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી, સહયોગ મળે નાનાઓથી, ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી, આજ દુઆ છે મારી પ્રભુને.”જન્મદિવસ ની શુભકામના

Read Full Story arrow_forward