android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શહઝાદ ભટ્ટી નેટવર્ક પર સરકાર એક્શન મોડમાં... UAPA હેઠળ આતંકી સંગઠન જાહેર
calendar_today September 16, 2026

શહઝાદ ભટ્ટી નેટવર્ક પર સરકાર એક્શન મોડમાં... UAPA હેઠળ આતંકી સંગઠન જાહેર

ISI (ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ) સમર્થિત પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા યુવાનોને UAPA હેઠળ 'આતંકવાદી સંગઠન' (terrorist entity) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે તેના સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. શહઝાદ ભટ્ટી એક પાકિસ્તાની ગેંગસ્ટર છે જે હાલમાં દુબઈમાં રહે છે; તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સતત વધુ સંડોવાયેલો જોવા મળ્યો છે.તેમાં વધુમાં જણાવાયું છે કે, "આ જૂથ હથિયારો, વિસ્ફોટકો અને નશીલા પદાર્થોની સરહદ-પારની દાણચોરીમાં સામેલ છે અને યુવાનો તથા નાના ગુનેગારોને આતંકવાદ તરફ ઉશ્કેરે છે. ભારતની લોકશાહી વ્યવસ્થા અને સાંપ્રદાયિક સૌહાર્દને નિશાન બનાવતા, આ સિન્ડિકેટ દ્વારા નફરત ફેલાવવાના ઉદ્દેશ્યથી ડિજિટલ સામગ્રી પણ પ્રકાશિત કરવામાં આવી હતી." શહઝાદ ભટ્ટીના નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી; 200થી વધુની ધરપકડઅગાઉ ઓગસ્ટ મહિનામાં, સુરક્ષા એજન્સીઓએ શહઝાદ ભટ્ટીના નેતૃત્વ હેઠળના ISI-સમર્થિત આતંકવાદી નેટવર્ક વિરુદ્ધ એક મોટું અભિયાન હાથ ધર્યું હતું. 14 રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા આ અભિયાન દરમિયાન શહઝાદ ભટ્ટીના નેટવર્ક સાથે સંકળાયેલા 200થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યવાહી અંગે વિગતો આપી હતી.સતત અપડેટ ચાલુ છે...આ પણ વાંચો: દિશા સાલિયાનને હોસ્પિટલ લઈ જનારી છોકરી કોણ હતી? CBI તપાસમાં ઉઠ્યા અનેક સવાલ!

Read Full Story arrow_forward
EPF ના વાજબી પગારની મર્યાદામાં રૂ. 25,000 સુધીનો વધારો: કરોડો કર્મચારીઓને મળશે સામાજિક સુરક્ષા
calendar_today September 16, 2026

EPF ના વાજબી પગારની મર્યાદામાં રૂ. 25,000 સુધીનો વધારો: કરોડો કર્મચારીઓને મળશે સામાજિક સુરક્ષા

 કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ આવરી લેવાતા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.વેતન મર્યાદાને વધારીને હવે રૂ. 25,000 કરાઇEPFOમાં વર્ષ 2014 માં નક્કી કરવામાં આવેલી રૂ. 15,000 ની માસિક વેતન મર્યાદાને વધારીને હવે રૂ. 25,000 કરવાનો નિર્ણય લેવાયો છે. આ ક્રાંતિકારી ફેરફારથી રૂ. 15,000 થી રૂ. 25,000 સુધીનો પગાર ધરાવતા લાખો નવા કર્મચારીઓ હવે ઔપચારિક સામાજિક સુરક્ષાના છત્ર હેઠળ આવશે.કર્મચારીઓનું નિવૃત્તિ ભંડોળ મજબૂત થશેઆ ફેરફાર બાદ કર્મચારીઓને EPF ની સાથે Employees’ Pension Scheme (EPS) અને Employees’ Deposit Linked Insurance Scheme (EDLI) ના લાભો પણ મળશે. લાંબા ગાળે આ નિર્ણયથી કર્મચારીઓનું નિવૃત્તિ ભંડોળ (Retirement Fund) મજબૂત થશે. સરકારનું માનવું છે કે રોજગારના ઓપચારિકરણ અને વધતા જતા વેતન સ્તરને ધ્યાનમાં રાખીને સામાજિક સુરક્ષાના દાયરાને વિસ્તારવો અત્યંત જરૂરી હતો.સરકારને વાર્ષિક આશરે રૂ. 11,339 કરોડનો ખર્ચનવા નિયમના અમલીકરણથી સરકારી તિજોરી પર પણ આર્થિક બોજ વધશે. અનુમાન મુજબ, આ નિર્ણયથી સરકારને વાર્ષિક આશરે રૂ. 11,339 કરોડનો ખર્ચ થશે, જ્યારે આગામી 5 વર્ષમાં આ ખર્ચ રૂ. 56,696 કરોડ સુધી પહોંચી શકે છે. જોકે, આ નિર્ણયથી સંસ્થામાં કર્મચારીઓની સ્થિરતા વધશે અને કામદારોનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનશે. આ પણ વાંચો  :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : મોરબીમાં બસોની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ, બસ સ્ટેન્ડમાં ચક્કજામ કર્યો
calendar_today September 16, 2026

Gujarat Latest News Live : મોરબીમાં બસોની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ, બસ સ્ટેન્ડમાં ચક્કજામ કર્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward