android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Student Bail Case:  20 દિવસથી કસ્ટડીમાં વિદ્યાર્થી, સુપ્રીમ કોર્ટ વહેલી સુનાવણી માટે સંમત; જાણો સમગ્ર મામલો
calendar_today September 16, 2026

Student Bail Case: 20 દિવસથી કસ્ટડીમાં વિદ્યાર્થી, સુપ્રીમ કોર્ટ વહેલી સુનાવણી માટે સંમત; જાણો સમગ્ર મામલો

Student Bail Case:  સુપ્રીમ કોર્ટે 22 વર્ષના કોલેજ સ્ટુડન્ટની નિયમિત જામીન અરજી પર વહેલી સુનાવણી કરવા સંમતિ આપી છે. વિદ્યાર્થીએ આ અરજી કરી છે અને તે છેલ્લા 20 દિવસથી કસ્ટડીમાં છે. આ મામલો વહેલી સુનાવણી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) અને જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી તથા જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે કેસને વહેલી સુનાવણી માટે લિસ્ટ કરવા સંમતિ આપી હતી.વ્યક્તિગત સ્વતંત્રતા અને વિદ્યાર્થીના કરિયર પર ભારસુપ્રીમ કોર્ટે તાજેતરના કેટલાક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિગત સ્વતંત્રતા ખૂબ મહત્વપૂર્ણ છે અને જામીન અરજીઓનો ઝડપથી નિકાલ થવો જોઈએ. અગાઉ પણ કોર્ટે વિદ્યાર્થીઓના કરિયર અને પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને કેટલાક કેસમાં તેમને વચગાળાના અથવા નિયમિત જામીન આપ્યા છે. હવે આ મામલે પણ વિદ્યાર્થીની નિયમિત જામીન અરજી પર ટૂંક સમયમાં સુનાવણી થશે.જામીન અરજી પર વહેલી સુનાવણી કેવી રીતે થાય?ભારતીય ન્યાય વ્યવસ્થામાં આરોપીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોના વ્યક્તિગત સ્વાતંત્ર્ય તથા અભ્યાસને ધ્યાનમાં રાખીને કેટલાક કેસમાં વહેલી સુનાવણી માટે પ્રયાસ થઈ શકે છે. જો કોઈ કેસ તાત્કાલિક મહત્વનો હોય, જેમ કે વિદ્યાર્થીના અભ્યાસ અથવા પરીક્ષાને અસર થવાની શક્યતા હોય, તો વકીલ કોર્ટ સમક્ષ કેસને ઝડપથી લિસ્ટ કરવાની ખાસ વિનંતી કરી શકે છે.નકલી મેડિકલ ડિગ્રી મામલે અરજી ફગાવીબીજા એક કેસમાં સુપ્રીમ કોર્ટે નકલી અને બનાવટી મેડિકલ ડિગ્રીના મુદ્દે એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી ફગાવી દીધી છે. અરજદાર પોતે કોર્ટમાં હાજર થયો હતો અને મેડિકલ નિયમોના ઓડિટ તથા મામલાની તપાસ માટે એક નિષ્ણાત સમિતિ બનાવવાની માંગ કરી હતી. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે અરજદારને આવી અરજીઓ વારંવાર દાખલ ન કરવાની સલાહ આપી હતી.કોર્ટ પર બિનજરૂરી ભાર ન મૂકવા કહ્યુંબેન્ચે અરજદારને કહ્યું કે આવી અરજીઓ દ્વારા કોર્ટ પર બિનજરૂરી ભાર ન મૂકવો જોઈએ. અરજદારે પોતાના દાવાના સમર્થનમાં કેટલાક આંકડા રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે દર ચાર ડૉક્ટરમાંથી ઓછામાં ઓછા એક ડૉક્ટર પાસે નકલી અથવા બનાવટી ડિગ્રી છે. તેણે કહ્યું હતું કે અરજીમાં મહત્વનો જાહેર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ જનહિત અરજી ફગાવી દીધી હતી.આ પણ વાંચો : અબૂ સાલેમ હજૂ પણ રહેશે જેલના સળિયા પાછળ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી 

Read Full Story arrow_forward
Panchmahal News: ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, ડાંગરમાં 'ચુસીયા'નો ઉપદ્રવ, ધારાસભ્યે કરી સહાયની માગ
calendar_today September 16, 2026

Panchmahal News: ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, ડાંગરમાં 'ચુસીયા'નો ઉપદ્રવ, ધારાસભ્યે કરી સહાયની માગ

પંચમહાલ જિલ્લામાં કુદરતી પ્રકોપના કારણે અન્નદાતાઓની હાલત કફોડી બની ગઈ છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ડાંગરના 65% થી વધુ વાવેતર વિસ્તારમાં 'ચુસીયા' નામના જંતુનું આક્રમણ જોવા મળ્યું છે. આ રોગના કારણે ખેડૂતોના સપના સમાન લીલોછમ ડાંગરનો પાક પીળો પડીને ઝડપથી સુકાવા લાગ્યો છે, જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે અને તેઓ ભારે આર્થિક સંકટમાં મુકાયા છે.આ ગામોમાં રોગનો સૌથી મોટો ઉપદ્રવશહેરા તાલુકાના મોરવા, પોયડા, ભુરખલ અને ગોકળપુરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 'ચુસીયા' નો આક્રમક ઉપદ્રવ જોવા મળ્યો છે. અથાક મહેનત અને મોંઘા ખાતર-બિયારણ પાછળ ખર્ચ કર્યા બાદ હાથમાં આવેલો પાક નષ્ટ થતો જોઈને ખેડૂતો લાચાર બન્યા છે. સમયસર યોગ્ય ઉપાય નહીં થાય તો વ્યાપક નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.ધારાસભ્ય સમક્ષ ખેડૂતોએ ઠાલવી પોતાની વ્યથારોગના કારણે પાયમાલ થઈ રહેલા ખેડૂતોએ પોતાની વેદના સ્થાનિક ધારાસભ્ય સમક્ષ રજૂ કરી હતી. ખેડૂતોની આ ગંભીર વ્યથા સાંભળીને ત્વરિત હરકતમાં આવેલા ધારાસભ્ય જેઠાભાઈ આહીરે ગોધરા ખાતેના જિલ્લા ખેતીવાડી અધિકારીને સત્તાવાર પત્ર લખીને તાત્કાલિક ધોરણે અસરકારક કાર્યવાહી કરવાની માગ કરી છે.ડ્રોન દ્વારા દવા છંટકાવ અને સબસીડી માટે રજૂઆતપરંપરાગત પદ્ધતિઓથી દવા છાંટવી આ વ્યાપક વિસ્તારમાં મુશ્કેલ હોવાથી, ધારાસભ્ય દ્વારા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઝડપી અને અસરકારક રીતે જંતુનાશક દવાનો છંટકાવ કરવા સૂચન કરાયું છે. જોકે, ડ્રોન છંટકાવનો ખર્ચ સામાન્ય અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે પરવડે તેમ ન હોવાથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિશેષ યોજનાકીય સબસીડી મંજૂર કરવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરાઈ છે.આ પણ વાંચો: Panchmahal: જાંબુઘોડામાં મેઘમહેર યથાવત રવિવારે પણ એક ઈંચ વરસાદ

Read Full Story arrow_forward
Ahmedabad: શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત; હોસ્પિટલ અન્ય બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે
calendar_today September 16, 2026

Ahmedabad: શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત; હોસ્પિટલ અન્ય બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત અને પૂર્વ અમદાવાદની જીવાદોરી સમાન શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. દર્દીઓ અને મેડિકલ સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગ બંધ કરી તમામ વિભાગોને હોસ્પિટલ કેમ્પસની અન્ય બિલ્ડિંગમાં ખસેડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ અત્યંત જર્જરિતઆ શિફ્ટિંગના કારણે હોસ્પિટલની કામગીરી અને સુવિધાઓ પર મોટી અસર પડી છે. અગાઉ 500 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં હવે માત્ર 307 બેડ જ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત અગાઉ કાર્યરત 12 ઓપરેશન થિયેટર (OT) પૈકી હવે માત્ર 7 ઓપરેશન થિયેટર જ ચાલુ રાખવામાં આવશે, જેના કારણે પ્લાન્ડ સર્જરી કરાવતા દર્દીઓને રાહ જોવી પડી શકે છે.હવે માત્ર 307 બેડ જ ઉપલબ્ધ રહેશેબિલ્ડિંગ શિફ્ટિંગ અને જર્જરિત હાલતના કારણે હોસ્પિટલમાં હાલ પૂરતી બ્લડ બેંક, સીટી સ્કેન અને એક્સ-રે (X-Ray) મશીનની સેવાઓ પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે ઈમરજન્સીમાં આવતા દર્દીઓને અન્ય સરકારી કે મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની ફરજ પડી શકે છે.હવે માત્ર 7 OT કાર્યરત રહેશેબીજી તરફ, હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલની બિલ્ડિંગ પણ અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું છે. જોકે, જ્યાં સુધી તંત્ર દ્વારા અન્ય વૈકલ્પિક બિલ્ડિંગની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આ જ ઇમારતમાં રહેવું પડશે. હોસ્પિટલમાં સુવિધાઓ ઘટતાં પૂર્વ અમદાવાદના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે.આ પણ વાંચો: Ahmedabad: ખોડિયારનગર પાસે બેકાબૂ કાર રોડના ડિવાઇડર પર ચડી ગઈ! સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

Read Full Story arrow_forward