android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nasvadiના પાલા ગામે SOGનો દરોડો, કપાસના પાકની આડમાં થતી ગાંજાની ખેતીનો થયો પર્દાફાશ!
calendar_today October 17, 2026

Nasvadiના પાલા ગામે SOGનો દરોડો, કપાસના પાકની આડમાં થતી ગાંજાની ખેતીનો થયો પર્દાફાશ!

છોટાઉદેપુર જિલ્લામાં એસ.ઓ.જી. (Special Operations Group) પોલીસે ગુપ્ત બાતમીના આધારે નસવાડી તાલુકાના પાલા ગામે સફળ દરોડો પાડી ગેરકાયદેસર નશાકારક ખેતીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કપાસના પાકની આડમાં ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના 81 વિશાળ છોડ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા આ વનસ્પતિજન્ય જથ્થાની બજાર કિંમત રૂ.50,42,500 આંકવામાં આવી છે.ખેતર માલિક રવિશંકર ભીલની ધરપકડબાતમી મળતાં જ એસ.ઓ.જી. ટીમે પાલા ગામ સ્થિત ખેતરમાં દરોડો પાડીને પૂર્ણપણે વિકસિત થયેલા ગાંજાના છોડ કબ્જે લીધા હતા. આ ગેરકાયદેસર વાવેતર કરવા બદલ પોલીસે ખેતરના માલિક રવિશંકરભાઇ ભીલની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. આરોપી ખેતરમાં પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કરીને કાળો કારોબાર ચલાવતો હતો.પોલીસની NDPS એક્ટ હેઠળ આગળની કાર્યવાહીછોટાઉદેપુર પોલીસે આરોપી વિરુદ્ધ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગાંજાનું વાવેતર કેટલા સમયથી ચાલતું હતું, તેને ક્યાં વેચવાનો પ્લાન હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ ચાલુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi મનપા કૌભાંડમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની કડક ચીમકી, ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે નોંધાશે FIR
calendar_today October 17, 2026

Morbi મનપા કૌભાંડમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની કડક ચીમકી, ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે નોંધાશે FIR

મોરબી મહાનગરપાલિકામાં સામે આવેલા ચર્ચાસ્પદ બોગસ બિલ કૌભાંડ સંદર્ભે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મનપાના કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ કામોની સમીક્ષા સાથે બોગસ બિલ કૌભાંડ અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી અને મેયરે સ્પષ્ટ જાહેરાત કરી છે કે ગેરરીતિમાં સંડોવાયેલા કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં અને માત્ર સસ્પેન્શનથી કામ નહીં ચલાવી સીધા કાનૂની પગલાં ભરીને ફોજદારી કેસ નોંધવામાં આવશે.સમગ્ર તપાસ માટે ખાસ કમિટીની કરાઈ રચના રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે બોગસ બિલ કૌભાંડની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જો 700ના બદલે 1700 કામો દર્શાવીને ગેરરીતિ આચરવામાં આવી હશે તો તેની એક-એક વિગત તપાસવામાં આવશે. મંત્રીએ મનપાના વહીવટમાં સફાઈ આપતા ઉમેર્યું હતું કે, "અમારા તમામ 52 કોર્પોરેટરો સંપૂર્ણપણે ક્લિન છે અને હું પોતે મંત્રી તરીકે પણ ક્લિન છું." તેથી કોઈ અધિકારી કે કર્મચારી ગેરરીતિમાં સામેલ હશે તો તેની સામે સખત કાર્યવાહી નક્કી છે.મેયર ઉત્તમ સુરાણીનું વલણ અને કાનૂની કાર્યવાહીસંકલન બેઠક બાદ મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે મહાનગરપાલિકાના વિકાસ કાર્યોમાં પારદર્શિતા જાળવવી પ્રથમ પ્રાથમિકતા છે. બોગસ બિલ કૌભાંડમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જે પણ દોષિત સાબિત થશે તેમની સામે કાયદાકીય કલમો હેઠળ ફોજદારી ફરિયાદ (FIR) દાખલ કરાશે. હાલ તમામ બિલ અને કામગીરીના ચોપડાઓની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabadમાં ખુલ્લી ગટરમાં પડેલી 9 વર્ષની બાળકીની એક અઠવાડિયા પછી પણ કોઈ ભાળ નહીં!
calendar_today October 17, 2026

Ahmedabadમાં ખુલ્લી ગટરમાં પડેલી 9 વર્ષની બાળકીની એક અઠવાડિયા પછી પણ કોઈ ભાળ નહીં!

અમદાવાદ શહેરને ઝંઝોળી મુકનારી કરુણ ઘટનાને એક અઠવાડિયું પૂર્ણ થવા છતાં 9 વર્ષની બાળકી મનીષા સલાટનો કોઈ પત્તો લાગ્યો નથી. ગત શનિવારે ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીની શોધખોળ માટે તંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરી ચાલુ રાખવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સાત-સાત દિવસ વીતી ગયા છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી. જેમ જેમ સમય વિતી રહ્યો છે તેમ તેમ માસૂમ બાળકીના પરિવારજનોની આશા ધૂંધળી બની રહી છે અને તેમની અસહ્ય પીડા અને ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.રેસ્ક્યૂ કામગીરીમાં વિલંબ અને પરિવારની આક્રોશભરી આશાએક અઠવાડિયાથી પરિવારની આંખો ગટરના નાળા પર અટકેલી છે અને માસૂમ બાળકી સલામત મળી આવે તેવી પ્રાર્થના કરી રહ્યો છે. જોકે, તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી સર્ચ કામગીરીની ધીમી ગતિ અને પરિણામ વગરના પ્રયાસો સામે પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશાળ લશ્કર અને આધુનિક સાધનો હોવાનો દાવો કરતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ પાસે આટલા દિવસો પછી પણ બાળકીની ભાળ મેળવવા અંગે કોઈ સ્પષ્ટ જવાબ નથી.ખુલ્લી ગટર અને વહીવટી તંત્રની બેદરકારી સામે સવાલોઆ કરુણ દુર્ઘટનાએ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. ઘટના બાદ હવે સ્થાનિકો અને નાગરિકો તંત્ર સામે આકરા સવાલો ઉઠાવી રહ્યા છે કે, "ભરચક વિસ્તારમાં ગટર ખુલ્લી રાખવા માટે ખરેખર જવાબદાર કોણ?", "9 વર્ષની માસૂમ બાળકીની શોધખોળમાં આટલો મોટો વિલંબ કેમ થઈ રહ્યો છે?" અને "ભવિષ્યમાં આવી જાનલેવા ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી તંત્ર ક્યારે આપશે?".ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward