android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uttar Pradesh : કૌશામ્બી ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, 7 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ
calendar_today September 1, 2026

Uttar Pradesh : કૌશામ્બી ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, 7 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં 31 ઓગસ્ટે થયેલા ભીષણ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટના મામલે પોલીસ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. પિંપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચિલ્લા શાહબાજી ગામમાં ગેરકાયદેસર ફટાકડાના ઉત્પાદન અને સંગ્રહ દરમિયાન થયેલા વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રયાગરાજ રેન્જના IGએ કરી કાર્યવાહી ઘટનાની તપાસ બાદ બેદરકારી બદલ પિંપરી પોલીસ સ્ટેશનના તત્કાલીન ઈન્સ્પેક્ટર સહિત કુલ સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં ઈન્સ્પેક્ટર શિવચરણ રામ, સબ-ઇન્સ્પેક્ટર વિકાસ સિંહ, વિનય સિંહ, અજીત કુમાર સિંહ, અભિષેક ગુપ્તા, મનીષ પાલ અને અમિત દ્વિવેદીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી પ્રયાગરાજ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IG) અજય મિશ્ર દ્વારા કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક કાર્યાલય તરફથી આ અંગે સત્તાવાર પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી છે.જોરદાર વિસ્ફોટ થયો હતોપોલીસના જણાવ્યા અનુસાર, 31 ઓગસ્ટે સવારે આશરે 11:30 વાગ્યે ચિલ્લા શાહબાજી ગામમાં આવેલા ગેરકાયદેસર ફટાકડા ઉત્પાદન અને સંગ્રહના સ્થળે અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી જાનહાનિ થઈ હતી. ઘટનાને લઈને પિંપરી પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતીતપાસ દરમિયાન સામે આવ્યું કે ગેરકાયદેસર ફટાકડા ઉત્પાદન અને સંગ્રહના આરોપી નૌશાદ અલી સામે અગાઉ પણ કાર્યવાહી થઈ ચૂકી હતી. નૌશાદ અલી પિંપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહમૂદપુર મનૌરી કસ્બાનો રહેવાસી છે. તેના ફટાકડા ઉત્પાદન અને સંગ્રહ સંબંધિત પરમિટમાં અનિયમિતતા મળી આવ્યા બાદ 4 એપ્રિલ 2024ના રોજ તેનું પરમિટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.આટલું જ નહીં, ઓક્ટોબર 2024માં નૌશાદ અલી સામે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી ચલાવવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તેને જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો. જોકે, જેલમાંથી બહાર આવ્યા બાદ કથિત રીતે ફરીથી ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી.આ પણ વાંચો : Cockroach Movement FIR: સરકારે વચન પાળ્યુ, SCએ રદ કરી પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે FIR

Read Full Story arrow_forward
Bank Strike: બેંક કર્મચારીઓનો મોટો નિર્ણય, 11 સપ્ટેમ્બરથી હડતાળ; 26 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળીન બંધ
calendar_today September 1, 2026

Bank Strike: બેંક કર્મચારીઓનો મોટો નિર્ણય, 11 સપ્ટેમ્બરથી હડતાળ; 26 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળીન બંધ

બેંક યુનિયનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ત્રણ તબક્કામાં હડતાળનું એલાન કર્યું છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા બેંક કર્મચારીઓની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ, 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ અને 26 ઓક્ટોબર 2026થી અનિશ્ચિતકાળીન હડતાળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની માંગબેંક યુનિયનોની મુખ્ય માંગણીઓમાં 8 માર્ચ 2024ના રોજ થયેલા કરાર મુજબ પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની માંગ સામેલ છે. આ ઉપરાંત સરકારની પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. યુનિયનોએ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા પ્રોત્સાહન યોજનામાં સુધારો કરવાની અને લાંબા સમયથી પડતર રહેલા અન્ય મુદ્દાઓનો ઉકેલ લાવવાની પણ માંગ કરી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનું કહેવું છે કે આ માંગણીઓને લઈને સરકાર અને બેંક મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે બેંક કર્મચારીઓ અને યુનિયનોએ હડતાળનો નિર્ણય લીધો છે.બેંકિંગ સેવાઓ પર પડી શકે છે અસરજો આ હડતાળ નિર્ધારિત કાર્યક્રમ મુજબ થાય છે, તો દેશભરમાં બેંકિંગ સેવાઓ પર તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન બેંક શાખાઓમાં સામાન્ય કામગીરી ખોરવાઈ શકે છે. ગ્રાહકોને રોકડ ઉપાડ, જમા, ચેક ક્લિયરન્સ અને અન્ય બેંકિંગ સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. યુનિયનો દ્વારા સરકાર સમક્ષ તેમની પડતર માંગણીઓ પર તાત્કાલિક પહેલ કરવા અને ચર્ચા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.આ પણ વાંચો:  4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના કારણે આ શહેરોમાં બેંકો બંધ, જુઓ રજાઓની સંપૂર્ણ યાદી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે જાહેર કરેલ વિરોધ પ્રદર્શનનું આહ્વાન પરત ખેંચ્યું
calendar_today September 1, 2026

Gujarat Latest News Live : કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે જાહેર કરેલ વિરોધ પ્રદર્શનનું આહ્વાન પરત ખેંચ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward