android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhidham : પ્રેમિકાને ફોન આવ્યો ને ભડક્યો બોયફ્રેન્ડ!, ચારિત્ર્યની શંકામાં ગળું દબાવી હત્યા, પછી મધ્યપ્રદેશ ફરાર
calendar_today September 1, 2026

Gandhidham : પ્રેમિકાને ફોન આવ્યો ને ભડક્યો બોયફ્રેન્ડ!, ચારિત્ર્યની શંકામાં ગળું દબાવી હત્યા, પછી મધ્યપ્રદેશ ફરાર

ગાંધીધામમાં 24 વર્ષીય યુવતીની હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ભારતનગર વિસ્તારમાં આવેલા સોનલનગરમાં ભાડાના મકાનમાં એકલી રહેતી મીનાક્ષી લાલસિંહ પરિહારની હત્યા પાછળ તેના જ બોયફ્રેન્ડની સંડોવણી સામે આવી છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપી પ્રેમીને પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે.યુવતી ભાડાના મકાનમાં રહેતી હતી મીનાક્ષી ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સોનલનગરમાં ભાડાના મકાનમાં રહેતી હતી અને સોનાના શોરૂમમાં નોકરી કરતી હતી. ગત 20 ઓગસ્ટે તેના રહેણાંક મકાનમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.PM રિપોર્ટમાં ગળું દબાવી હત્યાનો ખુલાસોયુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને જામનગર ખાતે PM માટે મોકલવામાં આવી હતી. PM રિપોર્ટમાં મીનાક્ષીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થતાં પોલીસ તપાસ વધુ ગંભીર બની હતી. તપાસ દરમિયાન પોલીસની શંકાની સોય મીનાક્ષીના બોયફ્રેન્ડ ગૌરવ ખ્યાલસિંગ તરફ ગઈ હતી.ફોન આવતા ચારિત્ર્ય અંગે શંકાપોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મીનાક્ષીને અવારનવાર અન્ય લોકોના ફોન આવતા હોવાના કારણે ગૌરવ તેના ચારિત્ર્ય અંગે શંકા રાખતો હતો. બનાવના દિવસે પણ મીનાક્ષીને કોઈ વ્યક્તિનો ફોન આવતા બંને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી.દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી ફરારબોલાચાલી ઉગ્ર બનતા ગૌરવ ઉશ્કેરાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ દુપટ્ટા વડે મીનાક્ષીનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી મકાનને તાળું મારીને મધ્યપ્રદેશ ફરાર થઈ ગયો હતો.આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે આખરે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો છે. ચારિત્ર્ય અંગેની શંકાએ એક પ્રેમસંબંધનો કરુણ અને ભયાનક અંત લાવ્યો છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો :    Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Surendranagar: ભવાનીગઢમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
calendar_today September 1, 2026

Surendranagar: ભવાનીગઢમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મળેલી ચોક્કસ અને સચોટ બાતમીના આધારે રાજકોટ રેન્જ સ્ક્વોડની ટીમે મૂળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. ભવાનીગઢની સીમમાં અવાવરૂ જગ્યાએ મોટા પાયે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી. ભવાનીગઢમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેન્જ ટીમનો દરોડોપોલીસે અચાનક પાડેલા દરોડા દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ અને તે બનાવવાનો કાચો માલ-સામાન મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 620 લીટર તૈયાર દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવામાં વપરાતો 4,000 લીટર ઠંડો આથો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો અને સાધન-સામગ્રી સહિત કુલ રૂ. 2,08,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપી હસમુખ દેકાવાડીયા સામે ગુનો દાખલદરોડા દરમિયાન દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી હસમુખભાઈ મધુભાઈ દેકાવાડીયા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. રાજકોટ રેન્જ ટીમ દ્વારા આ મામલે મૂળી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી હસમુખ દેકાવાડીયાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Surat: ડીંડોલીમાં જાહેરમાં હથિયારોથી આતંક મચાવનાર 6 રીઢા ગુનેગારો CCTV ના આધારે ઝડપાયા

Read Full Story arrow_forward
Bhavnagar News : ટ્રેનોની ગતિ અને મુસાફરોની સુવિધાને મળશે નવો વેગ, 125 કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડનો થશે કાયાકલ્પ...
calendar_today September 1, 2026

Bhavnagar News : ટ્રેનોની ગતિ અને મુસાફરોની સુવિધાને મળશે નવો વેગ, 125 કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડનો થશે કાયાકલ્પ...

ભારતીય રેલ્વેએ ગુજરાતના ભાવનગરમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે આશરે રૂ.125 કરોડના ખર્ચે ભાવનગર પરા (BVP) યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવનગર ટર્મિનસ (BVC) ખાતે ટ્રેનોના વધતા બોજ અને ભીડને ઓછી કરવાનો છે. ટ્રેનોના સ્ટેબલિંગ અને અન્ય ઓપરેશનલ કાર્યોને ભાવનગર પરા ખાતે સ્થાનાંતરિત કરવાથી ટ્રેનોના સમયપાલનમાં સુધારો થશે, રેક ડિટેન્શન ઘટશે અને રેલવે વ્યવહાર વધુ સક્ષમ તથા સુચારૂ બનશે.યાર્ડમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ સુધારાપ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર પરા ખાતે કામગીરીની ક્ષમતા વધારવા માટે ચાર લૂપ લાઇન, એક એન્જિન રિવર્સલ લાઇન અને ART તથા ARME સાઇડિંગનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેશન તથા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) બિલ્ડિંગનું સ્થાનાંતરણ અને તેને લગતી આધુનિક ઇલેક્ટ્રિકલ તથા સિગ્નલિંગ કામગીરી હાથ ધરાશે. સ્થાનિક વાહનવ્યવહારની સુગમતા માટે બે રોડ અંડર બ્રિજ (RUB)નું નિર્માણ થશે, જેમાં એક નવા RUBનો સમાવેશ થાય છે જ્યારે એક હયાત RUBનો વિસ્તાર કરવામાં આવશે.મુસાફરો માટે સુવિધાસભર પ્લેટફોર્મ અને ફુટ ઓવર બ્રિજઆ રિમોડેલિંગથી મુસાફરોની સુવિધાઓ અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે. સ્ટેશન પર એક નવું હાઇ-લેવલ આઇલેન્ડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને પ્લેટફોર્મ નંબર 2 ને પહોળું કરવામાં આવશે. મુસાફરોની સરળ અવરજવર માટે હયાત ફુટ ઓવર બ્રિજ (FOB)ના વિસ્તાર સાથે એક નવા આધુનિક FOBનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ સુધારાઓ ભાવનગર અને આસપાસના ક્ષેત્રના મુસાફરો માટે રેલવે મુસાફરીને વધુ આરામદાયક, સુરક્ષિત અને અનુકૂળ બનાવશે.આ પણ વાંચો : Kheda News : કઠલાલ શાળામાં DEOની સરપ્રાઈઝ વિઝિટથી ખળભળાટ, ગણિતના શિક્ષક શંકાસ્પદ નશાની હાલતમાં ઝડપાયા!

Read Full Story arrow_forward