android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?
calendar_today September 16, 2026

Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?

2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા અને પક્ષમાં આક્રમક વ્યૂહરચના ઘડવા માટે રાહુલ ગાંધીએ ફાયરબ્રાન્ડ નેતા અને મહાસચિવ રણદીપ સુરજેવાલાને ગુજરાતના મોરચે તૈનાત કર્યા છે. જોકે, રણદીપ સુરજેવાલાની ગુજરાતની પ્રથમ મુલાકાત સાથે જ રાજ્ય નેતૃત્વ અને પક્ષના સૌથી મજબૂત ગણાતા બનાસકાંઠા જિલ્લા એકમ વચ્ચે આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ છે.અમિત ચાવડા વિરુદ્ધ ગુલાબ સિંહ રાજપૂતપ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેનો આંતરિક અસંતોષ હવે ખુલ્લી લડાઈમાં ફેરવાઈ ગયો છે. ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કોંગ્રેસ સમિતિ માટે ઉપપ્રમુખો, મહામંત્રીઓ, સચિવો અને કારોબારી સભ્યો સહિત 200થી વધુ હોદ્દેદારોની નવી સંગઠનાત્મક યાદી તૈયાર કરી હતી. આ યાદી રાજ્ય સમિતિની સત્તાવાર મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાતાં, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાત્કાલિક અસરથી સમગ્ર માળખાને વિસર્જિત અને રદ કરી દીધું હતું. અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે પ્રદેશ નેતૃત્વ સાથે સલાહ-મશવરા વિના કરવામાં આવેલી કોઈપણ નિમણૂક માન્ય રહેશે નહીં.સાંસદ ગેનીબેન ઠાકોર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો  ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો અમિત ચાવડાના કડક સ્ટેન્ડ બાદ, ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને પ્રદેશ નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પક્ષની ખરી લડાઈ અંદરોઅંદર લડવાને બદલે જનતાના મુદ્દાઓ પર શાસક ભાજપ સરકાર સામે હોવી જોઈએ. આ સાથે જ તેમણે પક્ષના કેટલાક નેતાઓ પર ભાજપ સાથે સાંઠગાંઠ કરીને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતાં સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાનું કાવતરું રચવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ખેંચતાણ વચ્ચે યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રોહિત પારેગીએ પણ રાજીનામું આપી દેતાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે.કોણ છે ગુલાબસિંહ રાજપૂત?ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અને ઉત્તર ગુજરાત કોંગ્રેસના અગ્રણી યુવા ચહેરા ગણાય છે. તેઓ થરાદ બેઠક પરથી 2019ની પેટાચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. ભૂતકાળમાં તેઓ ગુજરાત યુવા કોંગ્રેસ અને NSUIના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 2024ની વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે તેમને સત્તાવાર ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો. બનાસકાંઠાના રાજકારણમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતની જોડીને કોંગ્રેસનો મુખ્ય આધારસ્તંભ માનવામાં આવે છે.નવા પ્રભારી આંતરિક સંગઠનાત્મક વિવાદને શમાવી દેશે?બનાસકાંઠા એ એ જ લોકસભા બેઠક છે જ્યાં 2024માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવીને ભાજપની ક્લીન સ્વીપની સતત હેટ્રિક રોકી હતી. હવે જ્યારે 'મિશન 2027' માટે ઉત્તર ગુજરાત અત્યંત મહત્વનું છે, ત્યારે નવા પ્રભારી રણદીપ સુરજેવાલા આ આંતરિક સંગઠનાત્મક વિવાદને શમાવીને બનાસકાંઠામાં કોંગ્રેસની એકતા કેવી રીતે જાળવી રાખે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.આ પણ વાંચો: Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા

Read Full Story arrow_forward
Banaskantha News: થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર, નોંધી લો મહત્વની તારીખો
calendar_today September 16, 2026

Banaskantha News: થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર, નોંધી લો મહત્વની તારીખો

બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી થરા નગરપાલિકાની ચૂંટણી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીના એલાન સાથે જ થરા પંથકમાં રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયો છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.6 વોર્ડ અને 24 બેઠકો માટે થશે ખરાખરીનો જંગપ્રાપ્ત વિગતો મુજબ, થરા નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે. અગાઉની ટર્મની વાત કરીએ તો, આ 24 બેઠકોમાંથી 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને 4 બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ વખતે રાજકીય સમીકરણો કેવા રહેશે તે તો ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે.મતદાન અને મતગણતરીની તારીખો જાહેરતંત્ર દ્વારા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જાહેર થયેલ શેડ્યૂલ મુજબ, આગામી 11 ઓક્ટોબર ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ 13 ઓક્ટોબર ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય નેતાઓ અને સંભવિત ઉમેદવારોએ લોકસંપર્ક વધારી દીધો છે.આ પણ વાંચો: Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?

Read Full Story arrow_forward
Tarnetar Fair 2026: ફૂડ વિભાગનું ચેકિંગ, 150 સ્ટોલ પર તપાસ, 120 કિલો વાસી ખોરાક નાશ કરાયો
calendar_today September 16, 2026

Tarnetar Fair 2026: ફૂડ વિભાગનું ચેકિંગ, 150 સ્ટોલ પર તપાસ, 120 કિલો વાસી ખોરાક નાશ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. મેળા દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેળાના પરિસરમાં આવેલા ખાણીપીણીના સ્ટોલ્સ પર અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે અનિયમિતતા આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.150થી વધુ સ્ટોલ્સનું થયું ઝીણવટભર્યું ચેકિંગફૂડ વિભાગની ટીમે મેળામાં ધમધમતા પાણીપુરી, પાઉંભાજી, બરફના ગોલા, ઢોકળા અને ફાસ્ટ ફૂડ સહિતની વિવિધ ખાણી-પીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા અંદાજે 150 જેટલા સ્ટોલ્સમાં રૂબરૂ જઈને તપાસ કરી હતી. આ દરમિયાન અનેક સ્ટોલ્સ પર સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું.120 કિલો વાસી અને હાનિકારક ખોરાકનો નાશતપાસ દરમિયાન સ્ટોલ્સમાંથી નુકસાનકારક અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને લસણ-મરચાની ચટણી, બફાયેલા બટેકા, વાસી પાઉં તથા અન્ય બગડેલી ચીજવસ્તુઓ સહિત કુલ 120 કિલો જેટલા વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો.ગંદકી ફેલાવનારા સંચાલકો સામે લાલ આંખમેળાના પવિત્ર અને ઉત્સવના માહોલ વચ્ચે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરી ગંદકી ફેલાવનાર સ્ટોલ ધારકો સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે દંડ અને નોટિસ આપવામાં આવી છે. તંત્રની આ લાભદાયક અને આક્રમક કાર્યવાહીથી આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેતા વેપારીઓમાં મોટો ડર જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Thangadh: તરણેતરના મેળામાં 'મોતનો કૂવો' તૂટી પડતા ભાગદોડ, વઢવાણની ઘટના બાદ રાઇડ તૂટવાનો બીજો કિસ્સો

Read Full Story arrow_forward