android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dadasaheb Phalke Award 2024 : દિગ્ગજ અભિનેતા અનંત નાગને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ
calendar_today September 16, 2026

Dadasaheb Phalke Award 2024 : દિગ્ગજ અભિનેતા અનંત નાગને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ

ભારતીય સિનેમામાં લાંબા અને યાદગાર યોગદાન બદલ દિગ્ગજ કન્નડ અભિનેતા અનંત નાગને વર્ષ 2024નો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. ભારત સરકારે 78 વર્ષીય અભિનેતાના નામની સત્તાવાર જાહેરાત કરી છે.22 સપ્ટેમ્બરે એકતા નગરમાં સન્માન અપાશેઅનંત નાગને આ સન્માન 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન આપવામાં આવશે. સમારોહનું આયોજન 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતના એકતા નગર, કેવડિયા ખાતે કરવામાં આવશે.પેઢીઓને પ્રેરણા આપતી કારકિર્દીદાદાસાહેબ ફાળકે એવોર્ડ પસંદગી સમિતિની ભલામણ બાદ કેન્દ્ર સરકારે અનંત નાગના નામની જાહેરાત કરી છે. પીઆઈબીના જણાવ્યા મુજબ, ભારતીય સિનેમામાં તેમના યોગદાન અને પેઢીઓને પ્રેરણા આપતી તેમની લાંબી સિનેમેટિક સફરને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.    કન્નડ સિનેમામાં મહત્વનું યોગદાનઅનંત નાગે પોતાની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ખાસ કરીને કન્નડ સિનેમામાં તેમના અભિનય અને યોગદાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2025માં તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છાએવોર્ડની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનંત નાગને અભિનંદન પાઠવ્યા છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.આ પણ વાંચો   :    UPI Transaction : 2,000 થી વધુના વ્યવહારો પર લાગશે ટેક્ષ, તમારા પર શું અસર ? 10 સવાલના જવાબો.

Read Full Story arrow_forward
હું તેને ઓળખતો પણ નથી... દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેનું પહેલું નિવેદન
calendar_today September 16, 2026

હું તેને ઓળખતો પણ નથી... દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેનું પહેલું નિવેદન

દિશા સાલિયન કેસે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBI દ્વારા FIR નોંધવામાં આવી ત્યારથી આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. આ કેસના સંદર્ભમાં આદિત્ય ઠાકરેનું નામ વારંવાર સામે આવ્યું છે અને હવે તેમણે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ દિશા સાલિયનને ઓળખતા નથી."હું દિશા સાલિયનને ક્યારેય મળ્યો નથી કે તેમની સાથે મારો કોઈ પરિચય પણ નહોતો. છેલ્લા છ વર્ષોથી, રાજકીય ઈરાદાઓ, અંગત અદાવત અને મારી છબી ખરડવાના (ચરિત્ર હત્યાના) પ્રયાસોને કારણે અમુક લોકો જાણીજોઈને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે મારું નામ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આ બાબતે કોઈ પણ પુરાવા કે જોડાણ અસ્તિત્વમાં નથી. સત્ય કે હકીકત વિના ચલાવવામાં આવતું આ ખોટું અભિયાન દુર્ભાગ્યપૂર્ણ છે.""નવી તપાસ થવી જોઈએ"આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું, "ટીવી ચેનલો પર થતી સનસનીખેજ ચર્ચાઓ અને મીડિયા ટ્રાયલ સત્યને બદલી શકતા નથી. સત્તાવાર એજન્સીઓને અવરોધ, રાજકીય દખલગીરી કે ચરિત્ર હત્યાના પ્રયાસોથી મુક્ત રહીને આ મામલાની નિષ્પક્ષ અને નવી તપાસ કરવાની છૂટ મળવી જોઈએ. હું ફરીથી કહેવા માંગુ છું કે જો કોઈને એમ લાગતું હોય કે તેઓ આવી ચરિત્ર હત્યા અને ખોટા પ્રચાર દ્વારા અમને ચૂપ કરાવી શકે છે, તો તેઓ ભૂલ કરે છે. દેશની જનતાની સાથે રહીને સત્ય માટે અને અન્યાય વિરુદ્ધનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે."આ સમગ્ર મામલો શું છે?સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઈમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણીને 'આકસ્મિક મૃત્યુનો અહેવાલ' (Accidental Death Report) નોંધ્યો હતો. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે CBIને FIR નોંધીને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ મામલો સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે અને તેમાં ઉદ્ધવ તથા આદિત્ય ઠાકરે સહિતના અનેક દિગ્ગજ નેતાઓના નામ જોડવામાં આવ્યા છે.આ પણ વાંચો: UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ

Read Full Story arrow_forward
Naxal Attack Case: જાણો શું હતો ઝીરમ ઘાટી હત્યાકાંડ?
calendar_today September 16, 2026

Naxal Attack Case: જાણો શું હતો ઝીરમ ઘાટી હત્યાકાંડ?

Naxal Attack Case: છત્તીસગઢના બસ્તર જિલ્લામાં આવેલી વિશેષ NIA કોર્ટે 2013ના ઝીરમ ઘાટી નક્સલી હુમલા કેસમાં તમામ 10 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ હુમલામાં કુલ 29 લોકોનાં મોત થયા હતા. આ મહિનાની શરૂઆતમાં કોર્ટે તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને 16 સપ્ટેમ્બરે સજા સંભળાવવાની તારીખ નક્કી કરી હતી.ઝીરમ ઘાટી કેસમાં 10 દોષિતોને ફાંસીની સજાજગદલપુરની NIAની વિશેષ અદાલતમાં વિશેષ ન્યાયાધીશ અભય સિંહ રાજપૂતે આ કેસમાં આરોપીઓને દોષિત ઠેરવવાનો નિર્ણય આપ્યો હતો. બચાવ પક્ષના વકીલ અરવિંદ ચૌધરીએ જણાવ્યું હતું કે બે મહિલાઓ સહિત કુલ 10 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, કેસની સુનાવણી દરમિયાન 101 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.દોષિતોના નામ જાહેરકોર્ટે જે 10 દોષિતોને મોતની સજા સંભળાવી છે, તેમાં પ્રમિલા મોડિયમ, ચૈતૂ લેકામ ઉર્ફે મુન્ના, સુમિતા ઉર્ફે પુનેમ મોડિયમ, મુકકા માંડવી, કોસા કવાસી ઉર્ફે કોસારામ, આયતા મરકામ, મડકામી દેવા, જોગા મડકામી, બનજામી સન્ના ઉર્ફે ચમરુ અને મહાદેવ નાગનો સમાવેશ થાય છે. આ કેસના 11મા આરોપીનું સુનાવણી દરમિયાન જ મોત થયું હતું. 25 મે 2013ની ઘટનાઆ હુમલો 25 મે 2013ના રોજ થયો હતો. બસ્તર જિલ્લાના દરભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝીરમ ઘાટીમાં નેશનલ હાઈવે પર કોંગ્રેસની ‘પરિવર્તન રેલી’ના કાફલા પર નક્સલીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલાને ડાબેરી ઉગ્રવાદ સાથે જોડાયેલા સૌથી ઘાતક હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. હુમલામાં કોંગ્રેસના નેતાઓ, સામાન્ય નાગરિકો અને સુરક્ષાકર્મીઓ સહિત 29 લોકોનાં મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.કોંગ્રેસના નેતાઓનાં મોત થયા ઝીરમ ઘાટી હુમલામાં તે સમયના રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નંદકુમાર પટેલ અને તેમના પુત્ર દિનેશ, વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા મહેન્દ્ર કર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યા ચરણ શુક્લ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા તથા પૂર્વ ધારાસભ્ય ઉદય મુડલિયારનું પણ મોત થયું હતું.પહેલા બ્લાસ્ટ, પછી ગોળીબારનક્સલીઓએ લાલ રંગની બોલેરો ગાડીની નીચે બિછાવેલી લેન્ડમાઇનમાં વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટથી રસ્તા પર લગભગ 5 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. ત્યારબાદ એક ખરાબ ટ્રકને કારણે રસ્તો પણ બંધ થઈ ગયો હતો. આ રીતે કાફલો ફસાઈ ગયા બાદ લગભગ બે કલાક સુધી નક્સલીઓએ 20 વાહનોના કાફલા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યા હતા.હુમલાના બે દિવસ બાદ NIAને તપાસ સોંપાઈહુમલાના બે દિવસ બાદ NIAએ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી. 25 સપ્ટેમ્બર 2014ના રોજ NIAએ જગદલપુર સ્થિત વિશેષ NIA કોર્ટમાં ધરપકડ કરાયેલા 9 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ 28 સપ્ટેમ્બર 2015ના રોજ વધુ 30 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.11 આરોપીઓમાંથી 10ને સજાઆ કેસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એક આરોપીનું કેસની સુનાવણી દરમિયાન જ મોત થયું હતું. ત્યારબાદ કોર્ટે બાકીના 10 આરોપીઓને ઝીરમ ઘાટી હુમલા માટે દોષિત ઠેરવ્યા અને હવે તમામ 10ને ફાંસીની સજા સંભળાવી છે.આ પણ વાંચો: બંદૂકવાળા નક્સલી કરતાં દિમાગી નક્સલી વધુ ખતરનાક?

Read Full Story arrow_forward