Dadasaheb Phalke Award 2024 : દિગ્ગજ અભિનેતા અનંત નાગને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ
ભારતીય સિનેમામાં લાંબા અને યાદગાર યોગદાન બદલ દિગ્ગજ કન્નડ અભિનેતા અનંત નાગને વર્ષ 2024નો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. ભારત સરકારે 78 વર્ષીય અભિનેતાના નામની સત્તાવાર જાહેરાત કરી છે.22 સપ્ટેમ્બરે એકતા નગરમાં સન્માન અપાશેઅનંત નાગને આ સન્માન 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન આપવામાં આવશે. સમારોહનું આયોજન 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતના એકતા નગર, કેવડિયા ખાતે કરવામાં આવશે.પેઢીઓને પ્રેરણા આપતી કારકિર્દીદાદાસાહેબ ફાળકે એવોર્ડ પસંદગી સમિતિની ભલામણ બાદ કેન્દ્ર સરકારે અનંત નાગના નામની જાહેરાત કરી છે. પીઆઈબીના જણાવ્યા મુજબ, ભારતીય સિનેમામાં તેમના યોગદાન અને પેઢીઓને પ્રેરણા આપતી તેમની લાંબી સિનેમેટિક સફરને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. કન્નડ સિનેમામાં મહત્વનું યોગદાનઅનંત નાગે પોતાની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ખાસ કરીને કન્નડ સિનેમામાં તેમના અભિનય અને યોગદાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2025માં તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છાએવોર્ડની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનંત નાગને અભિનંદન પાઠવ્યા છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.આ પણ વાંચો : UPI Transaction : 2,000 થી વધુના વ્યવહારો પર લાગશે ટેક્ષ, તમારા પર શું અસર ? 10 સવાલના જવાબો.
Read Full Story arrow_forward